ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિઓ

ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિઓ

ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિઓ અને તે પંક્તિ કયા કવિ દ્વારા કહેવામા કે લખવામાં આવેલ છે તેની યાદી અહી આપેલ છે.
આ યાદી દરેક વિદ્યાર્થીને પરીક્ષામાં ઉપયોગી બની રહેશે.

ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિઓ


1.    ભાષાને શું વળગે ભૂર,રણમાં જે જીતે તે શુર.    - અખો   

2.    મને એ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ ! તારા બનાવેલા તને આજે બનાવે છે.    - હરજી લવજી દામાણી   

3.    જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની,  - કવિ કલાપી 

4.    યા હોમ કરીને પડો,ફતેહ છે આગે.  - કવિ નર્મદ   

5.    અમને નાખો જિંદગીની આગમાં,
      આગને પણ  ફેરવીશું બાગમાં.....  - શેખાદમ આબુવાલા   

6.    હેજી તારા આંગણીયે કોઈ આવે તો
       એને આવકારો  મીઠો આપજે રે......   - દુલા કાગ   

7.    ઉપરવાળી બેંક બેઠી છે આપની માલામાલ;
      આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. - મકરંદ દવે   

8.    હું માનવી માનવ થાઉં તો ધણું.    - સુન્દરમ્   

9.    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.   -          અરદેશર ખબરદાર   

10.    જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત અરુણું          પ્રભાત.   - કવિ નર્મદ 

11.    જ્યાં સુધી ગુજરાતી ભાષાને ને હું ઉચ્ચ સ્થાન પર નહી
મુકુ ત્યાં સુધી હું પાધડી નહીં બાંધુ.       - પ્રેમાંનદ

12.    ગુણવંતી ગુજરાત,અમારી ગુણવંતી ગુજરાત નમીએ
નમીએ માત,અમારી ગુણવંતી ગુજરાત.      - કવિ અરદેશર ખબરદાર

13.    મળતાં મળી ગઈ મોંધેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.    - ઉમાશંકર જોશી   

14.    ધન્હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણીયન ગુર્જર-દેશ   - ન્હાનાલાલ   

15.    હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.  - કલાપી   

16.    જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ !    - કવિ બોટાદકર   

17.    રામ રાખે તેમ રહીએ,ઓધવજી રામ રાખે તેમ રહીએ..    - મીરાંબાઈ   

18.    જીવન અંજલી થાજો ! મારું જીવન અંજલી થાજો,
ભૂખ્યા કાજે ભોજન બનજો,તરસ્યાનું જળ થાજો.              - કરસનદાસ માણેક

19.    છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !             - ઝવેરચંદ મેધાણી

20.    રે પંખીડા ! સુખથી ચણજો,ગીતવા કાઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો.           -  કવિ કલાપી

21.    હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો?  - દલપતરામ

22.    તુજ મહેફિલમાં સૌને નોતરજે જમને અશ્રુનો થાળ એકલો.    - કવિ કલાપી

23.    આવે છે મને યાદ દિવસરાત ખુદાની લાગે છે હવે જિંદગી
સોગાત ખુદાની.                         -  બરકત વિરાણી

24.    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?            - અમૃત ધાયલ   

25.    ત્રણ વાનાં મુજને મળ્યાં,હૈયું ,મસ્તક, હાથ;
બહુ આપી દીધું નાથ, જા,ચોથું નથી માગવું .            - ઉમાશંકર જોશી

26.    સિંહને શસ્ત્ર શાં ! અને વીરને મુત્યુ શાં !                       - કવિ ન્હાનાલાલ

27.    ભરત ભૂમિની ગુણવંતી લધુ પુણ્યવતી રસભૂમિ
સત્યાગ્રહની કર્મભૂમિતું,ઝઝૂમીએ જહાં ધૂમી જય ગાન
ગજવના માન ! તુજને વંદન જય ગુજરાત                   - બચુભાઈ રાવત

28.    મંગલ મંદિર ખોલો ! દયામય મંગલ મંદિર ખોલો !          -  નરસિંહરાવ દિવેટિયા

29.    બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું
નિખાલસ પ્રેમથી પારો જગત,તો ઝેર પી જાશું.    -  ગની દહીંવાલા 

30.    વ્યક્તિ મટી બનું હું વિશ્વમાનવી.                - ઉમાશંકર જોશી

31.    મારા નયણામાંની આળસ રે ન નીરખ્યા હરિને જરી
એક મટકુ ન માંડ્યું રે,ન ઠરિયા ઝાંખી કરી.            - ન્હાનાલાલ

32.    સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે,સૌદર્ય પામવા
માટે સુંદર બનવું પડે. - કલાપી     

33.    વૈષ્ણવજન તો તેને રે કહીએ......                - નરસિંહ મહેતા

34.    એક મુરખને એવી ટેવ,પત્થર એટલા પૂજે દેવ....        - અખો

35.    હરિનો માર્ગ છે શૂરાનો,નહીં કાયરનું કામ જો ને .  - પ્રીતમ

36.    શ્યામ રંગ સમીપે ન જાઉં,              - દયારામ   
37.    મેરૂ રે ડગેને જેનાં મનના ડગે....                - ગંગાસતી   

38.    વ્રજ વહાલું રે,વૈકુંઠ નહીં આવું,                    - દયારામ   

39.    અંધેરી નગરી ને ગંડુ રાજા....   - દલપતરામ   

40.    આ વાધને કરૂણ ગાન વિશેષ ભાવે...  - નરસિંહરાવ દિવેટિયા

41.    નિશાન ચૂફ માફ નહી નીચું નિશાન..    - બ.ક.ઠાકર   

42.    મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે.- કરસનદાસ માણેક
ગુજરાતી સાહિત્ય : ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિઓ



43.    માનવી ભૂંડો નથી,ભૂખ ભૂંડી છે,      - પન્નાલાલ પટેલ

44.    ઈંધના વીણવા ગઈતી મોરી સહિયર, - રાજેન્દ્ર શાહ

45.    પાન લીલુ જોયું ને તમે યાદ આવ્યા,જાણે મોસમનો
પહેલો વરસાદ ઝીલ્યો રામ,એક તરણું કોળ્યું ને તને
યાદ આવ્યા, - હરીન્દ્ર દવે

46.    મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...        - રાવજી પટેલ


ગુજરાતી ભાષાની જાણીતી પંક્તિઓ  : આવી અવનવી માહિતી મેળવવા માટે KISHAN BAVALIYA બ્લોગની અવશ્ય મુલાકાત લેતા રહેવું. kishanbavaliya.blogspot.com પરના દરેક આર્ટીકલ ની માહિતી મેળવવા 9664507167 નંબર ને તમતાં ગ્રૂપ માં એડ કરો અથવા HI લખી SMS કરવો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!