રેખા અને ખૂણા Class 7 Maths Notes
→ 90° થી નાના માપના ખૂણાને લઘુકોણ, 90°ના માપના ખૂણાને કાટકોણ અને 90° થી મોટા પણ 180° થી નાના માપના ખૂણાને ગુરુકોણ કહેવાય છે.
→ જો બે ખૂણાનાં માપનો સરવાળો 90° થાય, તો બે ખૂણાઓને એકબીજાના કોટિકોણો કહેવાય.
→ જો બે ખૂણાનાં માપનો સરવાળો 180° થાય, તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરકકોણો કહેવાય.
→ જો બે ખૂણાનું શિરોબિંદુ સામાન્ય હોય તથા એક ભુજ સામાન્ય હોય (તથા ખૂણાની અંદરનાં બિંદુઓ સામાન્ય ન હોય), તો તે બે ખૂણા આસન્નકોણ કહેવાય.
→ એવા આસન્નકોણ કે જે બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય, તે ખૂણાઓની જોડને રેખિક જોડના ખૂણા કહેવાય.
રેખિક જોડના ખૂણાઓનાં માપનો સરવાળો 180° થાય છે.
GSEB Class 7 Maths Notes Chapter 5 રેખા અને ખૂણા
→ પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાઓની જોડને અભિકોણની જોડ કહે છે. અભિકોણનાં માપ સરખાં હોય છે.
→ બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે, તો તેથી બનતા
- અનુકોણનાં માપ સરખાં હોય છે.
- અંતઃ યુગ્મકોણનાં માપ સરખાં હોય છે.
- છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરકકોણો હોય છે.
→ જો બે રેખાઓને એક છેદિકા છેદે, તો તેથી બનતા
- અનુકોણનાં માપ સરખાં હોય કે
- અંતઃ યુગ્મકોણનાં માપ સરખાં હોય કે
- છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરકકોણો હોય, તો તે બે રેખાઓ સમાંતર રેખાઓ હોય.