Viram Chinh in Gujarati | ગુજરાતી માં આવતા વિરામચિહ્નો

ગુજરાતી માં આવતા વિરામચિહ્નો | Viram Chinh in Gujarati

Viram Chinh in Gujarati : અહી, આજે આપણે ગુજરાતી માં આવતા વિરામચિહ્નો અંગે સંપૂર્ણ માહિતી મેળવીશું. આ વિરામચિહ્નો ક્યાં અને કઈ રીતે ઉપયોગી છે તે અંગે સંપૂર્ણ લેખ આપેલ છે.
Viram Chinh in Gujarati | ગુજરાતી માં આવતા વિરામચિહ્નો
ગુજરાતી માં આવતા વિરામચિહ્નો

આશા છે કે Viram Chinh in Gujarati અંગે આપવામાં આવેલ માહિતી તમને ઉપયોગી થશે.

Viram Chinh in Gujarati | ગુજરાતી વિરામચિહ્નો

કોઈ પણ ભાષાને સંકેત સ્વરૂપે દર્શાવવા માટે વિરામચિહ્નો નો ઉપયોગ થાય છે. આ વિરામચિહ્નો જે તે ભાષામાં કોઈ સાંકેતિક નિરૂપણ દર્શાવે છે. કોઈ શબ્દ લખવા કરતાં તેનું સાંકેતિક નિરૂપણ તે ભાષાને સારી અને સુવાચ્ય બનાવે છે.

પરંતુ, આ સંકેતો ( વિરામચિહ્નો ) ને વાંચવા તેનો અર્થ અને તેનો ઉપયોગ જણાવો ખુબજ જરૂરી બને છે. 

તો આપણે Viram Chinh in Gujarati ( ગુજરાતી વિરામચિહ્નો ) અંગે માહિતી મેળવીએ.

ગુજરાતી ભાષામાં વિરામચિહ્નો ના પ્રકાર | Viram Chinh in Gujarati

Viram Chinh in Gujarati : ગુજરાતી ભાષામાં વિરામચિહ્નો ના કુલ 10 પ્રકાર આવેલા છે. આ વિરામચિહ્નો ના પ્રકાર નીચે આપવામાં આવેલ છે.
  1. પૂર્ણવિરામ
  2. અલ્પવિરામ
  3. પ્રશ્નાર્થ ચિહ્ન
  4. ઉદગાર ચિહ્ન
  5. અર્ધવિરામ ચિહ્ન
  6. ગુરુવિરામ ચિહ્ન
  7. અવતરણ ચિહ્ન
  8. લોપ ચિહ્ન
  9. કાકપદ ચિહ્ન
  10. ત્રણ ટપકા
અહી, આપણે ઉપર દર્શાવેલ 10 વિરામચિહ્નો ની સવિસ્તૃત માહિતી મેળવીશું.
Viram Chinh in Gujarati | ગુજરાતી માં આવતા વિરામચિહ્નો
Viram Chinh in Gujarati


પૂર્ણવિરામ

પૂર્ણવિરામ ચિહ્ન તેના નામ પ્રમાણે કોઈ વાક્ય પૂરું કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
પૂર્ણવિરામ ચિહ્ન ટપકા ( . ) સ્વરૂપે દર્શાવવામાં આવે છે.
આ ચિહ્ન નીચે પ્રમાણે ઉપયોગ માં લેવાય છે.
  • વાક્ય પૂરું થાય ત્યારે તે વાકયના અંતમાં.
  • સંખ્યા સૂચક અંકના અંતે
  • ટૂંકમાં શબ્દો લખવાના હોય ત્યારે 
  •  દા.ત. = દાખલા તરીકે 

અલ્પવિરામ ચિહ્ન (,)

અલ્પવિરામ ચિહ્નનો ઉપયોગ કોઈ લાંબા વાક્યમાં વચ્ચે થોડો વિરામ લેવા માટે ઉપયોગ થાય છે. કોઈ ખુબજ લાંબુ વાક્ય, શબ્દો, એકજ પ્રકારના વિવિધ શબ્દોને અલગ કરવા અલ્પવિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે.
અલ્પવિરામ ચિહ્ન સંજ્ઞા સ્વરૂપે ( , ) લખાય છે.
ચિહ્નનો ઉપયોગ
  • કોઈ સબંધ દર્શાવવા
  • અવતરણ ચિહ્ન ની પહેલા
  • કોઈ યાદી તૈયાર કરવાની હોય ત્યારે
  • કોઈ લાંબા વાક્યનું વિભાજન કરવા.

પ્રશ્નાર્થ ચિહ્ન

કોઈ વાક્યમાં જ્યારે શંકા જાહેર કરવામાં આવે કે કોઈ પ્રકારનો પ્રશ્ન પુછવામાં આવે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન નો ઉપયોગ થાય છે.
પ્રશ્નાર્થ ચિહ્ન સંજ્ઞા સ્વરૂપે ( ? ) લખવામાં આવે છે.

ઉદગાર ચિહ્ન

કોઈ આશ્ચર્ય, લાગણી, કટાક્ષ જેવા વિવિધ ભાવો દર્શાવવા માટે ઉદગાર ચિહ્ન નો ઉપયોગ કરવામાં આવે છે.
ઉદગાર ચિહ્ન સંજ્ઞા સ્વરૂપે ( ! ) દર્શવાય છે.

અર્ધવિરામ ચિહ્ન

કોઈ વાક્યને જ્યારે ભારપૂર્વક કહેવામા આવે છે ત્યારે અર્ધવિરામ ચિહ્ન નો ઉપયોગ થાય છે.
વાકયના ભાગો ને અર્ધવિરામ ચિહ્ન દ્વારા અલગ પાડવામાં આવે છે.
અર્ધવિરામ ચિહ્ન સંજ્ઞા સ્વરૂપે ( ; ) દર્શવાય છે.

ગુરુવિરામ ચિહ્ન

કોઈ વ્યક્તિ જ્યારે કોઈ વાક્ય બોલે છે તો વક્તા ના નામ ની પાછળ ગુરુવિરામ ચિહ્ન મૂકવામાં આવે છે.
કોઈ શીર્ષક, યાદી, સમાનાર્થી શબ્દો ની વચ્ચે, સૂચના ની અંતે ગુરુવિરામ ચિહ્ન મૂકવામાં આવે છે.
ગુરુવિરામ ચિહ્ન સંજ્ઞા સ્વરૂપે ( : ) દર્શવાય છે.

અવતરણ ચિહ્ન

કોઈ વાર્તાલાપમાં કોઈ વ્યક્તિ દ્વારા બોલાયેલ વાક્યો ને અલગ અવતરણ ચિહ્ન દ્વારા પાડવામાં આવે છે.
કોઈ વાક્ય કે શબ્દ પ્રત્યે ધ્યાન દોરવા અવતરણ ચિહ્ન નો ઉપયોગ થાય છે.
કોઈ શીર્ષક દર્શાવવા અવતરણ ચિહ્ન નો ઉપયોગ થાય છે.
અવતરણ ચિહ્ન સંજ્ઞા સ્વરૂપે ( "  " ) દર્શવાય છે.

લોપ ચિહ્ન

નામ જેવાજ લક્ષણો ધરાવતા આ ચિહ્ન માં કોઈ બે શબ્દો ભેગા કરીને તેમાંથી કોઈ અક્ષરોનો લોપ ( દૂર ) કરવા લોપ ચિહ્ન નો ઉપયોગ થાય છે.
કોઈ સંખ્યા માં પણ અમુક અંકોના લોપ માટે લોપ ચિહ્ન ઉપયોગી થાય છે.
લોપ ચિહ્ન સંજ્ઞા સ્વરૂપે ( ' ) દર્શવાય છે.

કાકપદ ચિહ્ન

જ્યારે કોઈ વાક્ય લખાઈ ગયા પછી તેમાં વચ્ચે કોઈ શબ્દ ઉમેરવાનો બાકી રહીગયો હોય ત્યાં શબ્દ ઉમેરવા તે જગ્યા પર આ કાકપદ ચિહ્ન ઉપયોગી બને છે.
કાકપદ ચિહ્ન સંજ્ઞા સ્વરૂપે ( ^ ) દર્શવાય છે.

ત્રણ ટપકા

જ્યારે કોઈ વાક્યમાં કોઈ ભાગ લખવો ના હોય, શબ્દો જેવા જ અન્ય શબ્દો ની યાદી આગળ લંબાવવી હોય કે કોઈ શબ્દ જે લખવો યોગ્ય નથી ત્યાં વાકયના અંતે ત્રણ ટપકા વિરામ ચિહ્ન નો ઉપયોગ થાય છે.
ત્રણ ટપકા વિરામચિહ્ન સંજ્ઞા સ્વરૂપે ( ... ) દર્શવાય છે.


Viram Chinh in Gujarati | ગુજરાતી માં આવતા વિરામચિહ્નો

અહી, ગુજરાતી વ્યાકરણ ( Gujarati Vyakran / Gujarati Grammar ) માં આવતા ( Viram Chinh in Gujarati ) ગુજરાતી માં આવતા વિરામચિહ્નો અંગેની સંપૂર્ણ સમજ આપવામાં આવેલ છે. KISHAN BAVALIYA દ્વારા આપવામાં આવેલ આ માહિતીને અનુરૂપ કોઈ પ્રશ્ન હોય કે સલાહ હોય તો કમેંટ બોક્સ માં અવશ્ય જાણ કરશો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!