ગુજરાતી વ્યાકરણમાં આવતી સંજ્ઞા | Sangya in Gujarati Grammar
Sangya in Gujarati Grammar : નમસ્કાર, આ લેખમાં ગુજરાતી વ્યાકરણ માં આવતી સંજ્ઞા અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.
ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ સંજ્ઞા ( Sangya ) એ ખુબજ મહત્વનો મુદ્દો છે.
અહી, Sangya in Gujarati Grammar અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેમાં સંજ્ઞા ના પ્રકાર, દરેક સંજ્ઞા ની ઉદાહરણ સાથે સમજૂતી આપેલ છે.
આશા છે કે ગુજરાતી વ્યાકરણમાં આવતી સંજ્ઞા વિશે સંપૂર્ણ માહિતી મળી રહે.
ગુજરાતી વ્યાકરણમાં આવતી સંજ્ઞા | Sangya in Gujarati Grammar
કોઈ પદ ને કોઈ વિશિષ્ટ શબ્દ, ભાવ, રંગ કે ગુણ વગેરે દ્વારા દર્શાવવામાં આવે તો તે પદ ને સંજ્ઞા કહેવાય છે.
ગુજરાતી વ્યાકરણ માં સંજ્ઞા ના 5 પ્રકારો આપવામાં આવેલ છે.
- વ્યક્તિવાચક સંજ્ઞા
- જાતિવાચક સંજ્ઞા
- સમૂહવાચક સંજ્ઞા
- દ્રવ્યવાચક સંજ્ઞા
- ભાવવાચક સંજ્ઞા
અહી, દર્શાવેલ તમામ સંજ્ઞાના પ્રકારો અંગે નીચે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે.
વ્યક્તિવાચક સંજ્ઞા
કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુનું નામ દર્શાવવા માટે વ્યક્તિવાચક સંજ્ઞા નો ઉપયોગ થાય છે.
કોઈ વ્યક્તિનું નામ, વસ્તુનું નામ વગેરે વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે.
ઉદાહરણ : જયેશ, રમેશ, ભારત, હિમાલય વગેરે..........
જાતિવાચક સંજ્ઞા
કોઈ એક જ પ્રકારની ચોક્કસ જાતિને દર્શાવવા માટે જાતિવાચક સંજ્ઞા ઉપયોગી બને છે. જે જાતિને દર્શાવવી હોય તેના માટે જાતિવાચક સંજ્ઞા નો ઉપયોગ થાય છે.
ઉદાહરણ : નદી, સરોવર, બકરી વગેરે.........
આ પણ વાંચો : ગુજરાતી વ્યાકરણ - વિરામચિહ્નો
સમૂહવાચક સંજ્ઞા
કોઈ ચોક્કસ પ્રકારનો સમૂહ દર્શાવવા માટે સમૂહવાચક સંજ્ઞા નો ઉપયોગ થાય છે.
ઉદાહરણ : ટોળું, ઝુંડ, ફૌજ, વગેરે............
દ્રવ્યવાચક સંજ્ઞા
દ્રવ્ય સ્વરૂપમાં રહેલી વસ્તુ કે જેને માપી શકાય કે વજન કરી શકાય તે ને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે.
ઉદાહરણ : લિટર, કિલોગ્રામ, વગેરે..........
ભાવવાચક સંજ્ઞા
જે શબ્દ દ્વારા કોઈ ચોક્કસ પ્રકારનો ભાવ દર્શાવવામાં આવે તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.
ઉદાહરણ : સેવા, લાલ, કાળું, વગેરે .......
ગુજરાતી વ્યાકરણમાં આવતી સંજ્ઞા | Sangya in Gujarati Grammar
Sangya in Gujarati Grammar : અહી આ લેખની અંદર ગુજરાતી વ્યાકરણમાં આવતી સંજ્ઞા અંગેની સંપૂર્ણ માહિતી KISHAN BAVALIYA દ્વારા આપવામાં આવેલ છે. જો આ અંગે કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સ માં કમેંટ કરવી. આવી જ અન્ય ગુજરાતી વ્યાકરણ ( Gujarati Grammar ) અને અન્ય શૈક્ષણિક માહિતી માટે બ્લોગ ની મુલાકાત લેવી.