ગુજરાતનો ઈતિહાસ (1)
⏹ ઈતિહાસ એટલે સમયે - સમયે માનવજાત દ્વારા કરાયેલ પ્રવુત્તિઓના લેખિત પુરાવાઓનું ખાસ ધ્યાન રાખીને કરાયેલ ભૂતકાળનો અભ્યાસ.
⏹ English માં વપરાતો ' history ' શબ્દ ' historiya ' પરથી આવેલ છે. તેનો અર્થ થાય છે - " તપાસ, સંશોધન દ્વારા મળેલુ જ્ઞાન"
⏹ ઈતિહાસમાં જે તે સમયના રાજકીય, સામાજિક અને સાંસ્ક્રુતિક ઈતિહાસનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતનો ઈતિહાસ જાણવાનાં સાધનો |
ઈતિહાસ જાણવાનાં સાધનો
1. તાડપત્રો :- ખરતાડ અને શ્રીતાડ ની છાલ નો ઉપયોગ કરીને બનાવેલા પત્રો.
2. ભોજપત્રો :- હિમાલયમાં થતા ભૂર્જ ની છાલ નો ઉપયોગ કરીને બનાવેલા પત્રો.
( 1,2 બંને પાન્ડુ લીપી માં છે. )
3. તામ્રપત્રો :- તાંબાનાં પતરાં ઉપર કોતરીને કરવામા આવતું લખાણ.
4. અભિલેખો અને શિલાલેખો.
➡પહેલાના સમય માં કોઈ રાજા કે શાસક પોતાની સિધ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા.
➡કોઈ આદેશ કે બીજા રાજ્ય સાથે સમજૂતી કરવાની હોય, ત્યારે ધાતુનાં પતરા પર લેખન કાર્ય કરાવતા.
➡આવા લેખોને અભિલેખો કહેવામાં આવે છે. આવા અભિલેખો સાચવવામા આવે છે તેને અભિલેખાગાર કહેવામા આવે છે.
5.વાસણો, ઓજારો અને આભૂષણો
➡ખોદકામ કરતી વખતે ઘણી વખત જૂના વાસણો, પથ્થર ના ઓજારો અને આભૂષણો મળીઆવે છે. ઈતિહાસ જાણવા માટે આ વસ્તુઓ ખુબ ઉપયોગી નીવડે છે.
Nice
જવાબ આપોકાઢી નાખો