કોરોનની કથા. ( The story of Corona.) covid 19
પૃથ્વીએ તમને કાનમાં કંઈક કહ્યું પણ તમે સાંભળ્યું નહીં
પૃથ્વી કંઈક બોલી પણ તમે ગણકાર્યું નહીં
પૃથ્વીએ ચિત્કાર કર્યો પણ તમે તેના અવાજને બંધ કરી દીધો.
અને એટલે જ મારો જન્મ થયો...
હું તમને સજા કરવા નથી જન્મ્યો...
હું તમને સજાગ કરવા જન્મ્યો છું...
પૃથ્વીએ મદદ માટે તમને સાદ પાડ્યો...
ભયાનક પૂર. પણ તમે સાંભળ્યું નહીં.
પ્રજવળતી આગો. પણ તમે સાંભળ્યું નહીં.
પ્રચંડ વાવાઝોડાં. પણ તમે સાંભળ્યું નહીં
વિનાશક ચક્રવાતો. પણ તમે સાંભળ્યું નહીં.
હજુ પણ તમે પૃથ્વીનો સાદ સાંભળતાં નથી જ્યારે
સમુદ્રપાણીમાંનાં દૂષણોને લીધે તેમાં રહેતાં પ્રાણીઓ મરી રહ્યાં છે;
હિમનદીઓ ભયજનક ત્વરાથી ઓગળી રહી છે.
ઉગ્ર દુકાળ.
પૃથ્વી કેટકેટલી નકરાત્મકતા ભોગવી રહી છે તેથી તમે અજ્ઞાત રહ્યાં.
અખંડ યુધ્ધો.
અખંડ તૃષ્ણા.
તમે ફક્ત તમારી રીતે જ જીવી રહ્યાં...
તમારી આસપાસ પ્રસરેલા ધિક્કારને અવગણીને..
તમારી વચ્ચે પ્રતિદિન થતી હત્યાઓને અવગણીને..
પૃથ્વી તમને શું કહી રહી છે તે સાંભળવા કરતાં
અત્યંત આધુનિક iPhone ખરીદવાનું તમારા માટે વધુ મહત્ત્વનું હતું.
અને હવે મેં દુનિયાને તેના માર્ગમાં અધવચ્ચે રોકી રાખી છે.
આખરે મેં તમને સાંભળતાં કર્યાં છે.
મેં તમને આશ્રય લેતાં કર્યાં છે.
મેં તમારી ભૌગિક વસ્તુઓ પામવાની અપેક્ષાને રોકી દીધી છે...
હવે તમે પૃથ્વી સમાં બની ગયાં છો..
તમે ફક્ત તમારા પોતાના અસ્તિત્વ માટે જ ચિંતાગ્રસ્ત છો.
બોલો, હવે કેવું લાગે છે?
હું તમને તાવથી બાળું છું, જેમ પૃથ્વી આગથી બળે છે.
હું તમને શ્વાચ્છોશ્વાસની વ્યાધિઓ આપું છું, જેમ પ્રદૂષણથી તમે પૃથ્વીની હવા ભરી દીધી છે.
હું તમને અશક્તિ આપું છું, જેમ પ્રતિદિન પૃથ્વી અશક્ત થઈ રહી છે.
મેં તમારો આરામ છીનવી લીધો છે...
તમારું હરવુંફરવું પણ...
જે બધું તમે પૃથ્વી અને તેની પીડાને ભૂલવા વાપરી રહ્યાં છો.
અને મેં દુનિયાને થંભાવી દીધી...
અને હવે...
ચીનની હવા વધારે શુધ્ધ થઈ ગઈ છે...આકાશ ચોખ્ખું અને વાદળી રંગનું દેખાય છે, કેમકે
ધરતીની હવામાં ફેક્ટરીઓ તેમનું દૂષણ ઓકી નથી રહી.
વેનિસનું પાણી શુધ્ધ થઈ ગયું છે કેમકે પાણીનું દૂષણ કરતા ગોન્ડોલા હવે કામ વિનાના પડ્યા રહ્યા છે.
તમારા જીવનમાં શું મહત્ત્વનું છે તેનું ચિંતન કરવા માટે તમારે હવે સમય ફાળવવો પડ્યો છે.
ફરીથી કહું છું કે હું તમને સજા દેવા નથી આવ્યો...હું તમને સજાગ કરવા આવ્યો છું
આ બધું પૂરું થઈ જશે અને હું જતો રહીશ ત્યારે
કૃપયા આ ક્ષણો યાદ રાખજો.
પૃથ્વીને સાંભળો.
તમારા આત્માને સાંભળો.
પૃથ્વીને પ્રદૂષિત કરવાનું બંધ કરો.
એકબીજાં સાથે લડવાનું બંધ કરો.
ભૌગિક વસ્તુઓનો મોહ છોડો.
અને તમારાં પાડોશીઓને ચાહતાં શીખો.
ધરતી અને તેનાં પશુપંખીઓની સંભાળ લેવાનું શરૂ કરો.
સર્જનહારમાં શ્રધ્ધા કેળવો.
કેમકે જો બીજી વાર હું આવ્યો, તો આથી પણ વધુ સશક્ત થઈને આવીશ...
લખિતંગ :-- કોરોનાવાયરસ
Original write up by Vivienne in Spain
N