આજે લેખમાં આપણે પાક ઉત્પદન અને વ્યવસ્થાપન વિશે ચર્ચા કરી રહ્યા છીએ.
પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
વ્યાખ્યાઓ : પાક ઉત્પદન અને વ્યવસ્થાપન
પાક :- જ્યારે કોઈ એકજ પ્રકારના છોડને કોઈ સ્થાનપર મોટી સંખ્યામાં ઉગાડવામાં ( ઉછેરવામાં ) આવે તો તેને પાક કહેવાય.
ખરીફપાક :- જે પાક વરસાદની ઋતુ માં ઉગાડવામાં આવે છે તેને ખરીફ પાક કહેવાય.
રવિપાક :- શિયાળામાં રોપવામાં આવતા પાક ને રવિ પાક કહેવાય .
જાયદ પાક :- ઉનાળામાં ઉગાડવામાં આવતા પાક ને જાયદ પાક કહેવાય.
ખેડાણ :- ખેતરની માટી ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહેવાય.
ફાલ :- હળ માં જોડેલા લોખંડના મજબૂત ત્રિકોણાકાર ભાગ ને ફાલ કહેવાય.
સિંચાઇ :- સમયાંતરે ખેતરમાં પાક ને પાણી પુરું પાડવાની ક્રિયાને સિંચાઇ કહેવાય.
નીંદણ :- ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે ઊગી નીકળે છે તેને નીંદણ કહેવાય.
નીંદામણ :- નીંદણ ને દૂર કરવાની ક્રિયાને નીંદામણ કહેવાય.
લણણી :- પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈજાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહેવાય.
થ્રેસિંગ :- કાપવામાં આવેલા પાક માથી દાણા ઓને ભુસા માથી અલગ કરવાની ક્રિયાને થ્રેસિંગ કહેવાય.
તફાવત: પાક ઉત્પદન અને વ્યવસ્થાપન
કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર નો તફાવત .
કૃત્રિમ ખાતર |
કુદરતી ખાતર
|
અકાર્બનિક ક્ષાર છે. |
આ એક પ્રકૃતિક પદાર્થ છે. તે છાણ , માનવના નકામાં પદાર્થો તેમજ વનસ્પતિ અવશેષો માથી પ્રાપ્ત થાય છે. |
નિર્માણ કારખાનામાં થાય છે.
|
ખેતરમાં બનાવી શકાય છે. |
જમીનને સેંદ્રિય પદાર્થો પ્રાપ્ત થતાં નથી.
|
ભરપૂર માત્રમાં સેંદ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. |
નાઇટ્રોજન , ફૉસ્ફરસ અને પોટેસીયમ ભરપૂર માત્રમાં હોય છે. |
નાઇટ્રોજન , ફૉસ્ફરસ અને પોટેસીયમ ઓછી માત્રમાં હોય છે. |
પાક ઉગાડવા જમીન તૈયાર કરવાના પગલાં.
ભૂમિને તૈયાર કરવી
રોપણી
ખાતર આપવું
સિંચાઇ
નીંદણ દૂર કરવું
લણણી
સંગ્રહ
સિંચાઇ ની પરંપરાગત રીતો.
મોટ
ચેનપંપ
ઢેકલી
રહેંટ
આધુનિક સિંચાઇ પધ્ધતિઓ
ટપક સિંચાઇ પધ્ધતિ
ફુવારા પધ્ધતિ
પાક ઉત્પદન અને વ્યવસ્થાપન
6. કૃત્રિમ ખાતર ના ઉદાહરણ
યુરિયા
એમોનિયમ સલ્ફેટ
સુપરફોસ્ફેટ
પોટાસ
NPK ( નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટેસીયમ )