ડાયરી:- 1
(સ્કૂલ નહી પણ નિશાળ )
(શિક્ષક/ટીચર નહી પણ માસ્તર )
School nai nishal Teacher nai mastar
- સાચે જ ધોરણ પાંચ સુધી સ્લેટ પટ્ટી ચાટવાની કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે.
- અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે સ્લેટ ચાટવાથી કદાચ વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય...
- અને ભણવાનો તણાવ તો પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવીને તણાવમુક્ત થઈ જતા હતા..
- અને હા... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પીંછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..
- અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંનર મનાતું હતું.
- અને જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પૂંઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો .
- અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી પરંતુ અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક તણાવ ઉભો કરવાવાળો બોજ હતો.
- વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતાના પાવન પગલાં ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા.
- અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા બેસાડતા અને કેટલી મંઝિલો ખેડી હશે એ અમને યાદ નથી પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિપટલ પર છે.
- એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા, કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા.... જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈને ગોઠવાઈ જતા.
- નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે તે વખતે ક્યારે અમારો ઇગો હટ નહોતો થતો. કારણ કે અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.?
- માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો.
- અને મારવાવાળો અને માર ખાવાવાળો બંને ખુશ થતા હતા કારણ કે.... એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો આમ બંને ખુશ.
- અમે ક્યારે અમારા મમ્મી પપ્પાને એવું ન બતાવી શક્યા કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણ કે અમને આઇ લવ યુ બોલતા જ નહોતું આવડતું.
- આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ. કોઈ મિત્રોને પોતાની મંઝીલ મળી ગઈ છે. તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી.
- એ સત્ય છે કે અમો દુનિયાના કોઈ પણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ અને હકીકતોએ પાલ્યા હતા. અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.
- સબંધો સાચવવાની ઔપચારિકતા બાબતમાં અમે સદાય મૂર્ખ જ રહી ગયા.
- અમો પોતપોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ.... તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે, નહીં તો અમે જે જીવન જીવીને આવ્યા છીએ તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી.
- અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું.
- કાશ... આ સમય ફરીથી પાછો આવે.