Free Education |
પાઠ : ૨ સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
હાનિકારક સૂક્ષ્મજીવો
કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય,પ્રાણી તેમજ વનસ્પતિ માટે હાનિકારક હોય છે. જે રોગ ઉત્પન્ન કરે છે આવા સૂક્ષ્મજીવો ને હાનિકારક સૂક્ષ્મજીવો કહેવાય છે.
A . મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો
મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા, પીવાના પાણી દ્વારા અથવાતો ખોરાક દ્વારા શરીર માં પ્રવેશ કરે છે.
સંક્રમિત વ્યક્તિ કે પ્રાણીના સીધા સંપર્ક માં આવવાથી રોગ નો ફેલાવો થઈ શકે છે.
જે રોગ એક વ્યક્તિ થી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક કે અન્ય ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય તેને ચેપી રોગો કહેવાય છે.
ચેપી રોગો :- કોલેરા, શરદી, શીતળા, ટ્યૂબરક્યુલોસિસ(TB)/ક્ષય
સૂક્ષ્મજીવો ના વાહક :- જે કિટકો કે પ્રાણીઓ સૂક્ષ્મજીવો નું વાહન કરે છે તેને સૂક્ષ્મજીવો ના વાહક તરીકે ઓળખવામાં આવેછે.
ઉ.દા. :- માખી , કિટકો, મચ્છર વગેરે.....…
માખી એ કચરા , પ્રાણીઓના મળ વગેરે પર બેસે છે. પછી તે ધકયા વગરના ખોરાક પર બેસે છે આમ સૂક્ષ્મજીવો નું કચરા કે મળ પરથી ખોરાક પર સ્થળાંતર થાય છે અને બીમાર પાડવાની સંભાવના વધી જાય છે.
આથી ધકયા વગરનો ખોરાક ખાવો જોઈએ નહીં .
મેલેરિયા રોગ એ પ્લાઝ્મોડિયમ નામના પરોપજીવી થી થાય છે . તેનું વાહન માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે.
ડેન્ગ્યુ ના વાઇરસ નું વાહક માદા એડિસ મચ્છર છે.
બધાજ મચ્છર પાણી માં પ્રજનન કરે છે તેથી આપણી આસપાસ પણી એકત્રિત થવા દેવું જોઈ એ નહીં.
મનુષ્યમાં સૂક્ષ્મજીવો દ્વારા થતાં કેટલાક રોગો.
રોગ |
સૂક્ષ્મજીવ |
ફેલાવાની રીત |
TB |
બેક્ટેરિયા |
હવા |
ઓરી |
વાઇરસ |
હવા |
અછબડા |
વાઇરસ |
હવા / સંપર્ક |
પોલિયો |
વાઇરસ |
હવા / સંપર્ક |
કોલેરા |
બેક્ટેરિયા |
પણી / ખોરાક |
ટાઇફોડ |
બેક્ટેરિયા |
પણી |
હિપેટાઇસ - A |
વાઇરસ |
પણી |
મેલેરિયા |
પ્રજીવ |
મચ્છર |
B. પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મજીવો
રોબર્ટ કોશે એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી હતી જે એન્થ્રેક્સ રોગ નો વાહક છે.
C. વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો
વનસ્પતિમાં સૂક્ષ્મજીવો એ તેના ઉત્પાદનમાં ઘટાડો કરે છે.
કેટલાક રસાયણો નો ઉપયોગ કરી તેના પર નિયંત્રણ લાવી શકાય છે.
સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થતાં કેટલાક રોગો
રોગ |
સૂક્ષ્મજીવ |
ફેલાવાનીરીત |
સાઇટ્રસ કેન્કર |
બેક્ટેરિયા |
હવા |
ઘઉનો રસ્ટ |
ફૂગ |
હવા , બીજ |
ભીંડાનો પિત્ત |
વાઇરસ |
કીટક |
ખોરાકની જાળવણી
ખોરાકની જાળવણી વિવિધ રીતે કરવામાં આવે છે. તેમની
કેટલીક રીતો આપણે જોઈએ
A. રસાયણિક પધ્ધતિ
સૂક્ષ્મજીવોની વૃધ્ધિ અટકાવવા માટે સમયા રીતે મીઠું અને ખાધ્ય તેલ નો ઉપયોગ થાય છે.
જાળવણી કારક પદાર્થો ( પ્રિજર્વેટિવ પદાર્થો ) :- ખોરાક ને બગડતો અટકાવવા વપરાતા પદાર્થોને .
સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઈસલ્ફાઇટ જાણીતા પ્રિઝર્વેટિવ છે.
B. મીઠા દ્વારા જાળવણી
માંસ અને માછલીને લાંબા સમય સુધી જાળવી રાખવા માટે મીઠા વડે ઢાંકી દેવામાં આવે છે.
આંબળા તેમજ આંબલી ની જાળવણી માટે પણ મીઠાનો ઉપયોગ થાય છે.
C. શર્કરા ની મદદથી
જામ , જેલી, ફળોના રસ ની જાળવણી શર્કરા ની મદદ થી કરવામાં આવે છે .
શર્કરા ભેજ નું પ્રમાણ ઘટાડે છે તેથી બેક્ટેરિયા ની વૃધ્ધિ થતી નથી .
D. તેલ તેમજ વિનેગર દ્વારા
આનો ઉપયોગ અથાણાંને બગાડતાં અટકાવવા માટે થાય છે.