શબ્દાનુપ્રાસ અલંકારના ઉદાહરણો | Shabdanupras Alankar - Gujarati Vyakararan
Shabdanupras Alankar - Gujarati Vyakararan : આપણે આ લેખમાં ગુજરાતી વ્યાકરણ શબ્દાનુપ્રાસ અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકારના ઉદાહરણો અંગેની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવેલી છે.
અહી આપણે શબ્દાનુપ્રાસ અલંકાર ની સંપૂર્ણ સમજૂતી સરળ ભાષામાં આપેલી છે.
Gujarati Vyakaran માં ઘણા બધા મુદ્દા જેમકે સંજ્ઞા, સમાનાર્થી શબ્દો, કહેવતો, શબ્દસમૂહ માટે એક શબ્દ, અલંકાર, રૂઢિપ્રયોગ વગેરે નો સમાવેશ કરવામાં આવ્યો છે.
શબ્દાનુપ્રાસ અલંકાર Shabdanupras Alankar ( Gujarati Vyakararan )
Shabdanupras Alankar : ગુજરાતી વ્યાકરણ માં શબ્દાલંકાર નો એક પ્રકાર શબ્દાનુપ્રાસ અલંકાર છે.
જ્યારે કોઈ પંક્તિમાં કોઈ એક શબ્દ નું કે તેની જેવા શબ્દ નું પુનરાવર્તન થઈ ને પંક્તિની સુંદરતા વધતી હોય ત્યારે શબ્દાલંકાર બને છે.
શબ્દાનુપ્રાસ અલંકારને બીજા નામે 'યમક' તરીકે પણ ઓળખાય છે.
એક પંક્તિ દ્વારા સમજીએ.........
ગાયક ન લાયક, તું ફોગટ ફુલાનો
અહી, આપેલ પંક્તિ માં ગાયક - લાયક જેવા શબ્દો દ્વારા પંક્તિની સુંદરતમાં વધારો થાય છે. માટે આ શબ્દાનુપ્રાસ અલંકાર બને છે.
અન્ય કેટલાક શબ્દાનુપ્રાસ અલંકારના ઉદાહરણો નીચે આપેલ છે.
શબ્દાનુપ્રાસ અલંકારના ઉદાહરણો
નીચે શબ્દાનુપ્રાસ અલંકારના ઉદાહરણો ( Shabdanupras Alankar - Gujarati Vyakararan ) નીચે આપેલ છે.
અલંકાર વિશે વધુ વાંચો.........
અખાડામાં જવાના મેં ઘણીવાર અ—ખાડા કર્યા. = શબ્દાનુપ્રાસ
કાયાની માયામાંથી છુટવા ગોવિંદરાયની માયા કરો. = શબ્દાનુપ્રાસ
ચેન નથી મન ! કયમ તને, ભેટયા શ્યામ શરીર.= શબ્દાનુપ્રાસ
જાંબાળા…ખોપાળા…તગડીને ભડી…નેભાવનગર… = શબ્દાનુપ્રાસ
દીવાનથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર. = શબ્દાનુપ્રાસ
લોચન મનનો રે ! કે ઝઘડો લોચન મનનો ! = શબ્દાનુપ્રાસ
સતી ખેદ હતી જોતી વદને વધતો જતો ! = શબ્દાનુપ્રાસ
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે. = શબ્દાનુપ્રાસ
કે હીનજન્મે નવ હીન માનવ;કે હીનકર્મે કરી હીન માનવ. = શબ્દાનુપ્રાસ
ન આવ્યો આત્મજ્ઞાની,ના’વ્યો ગુમાની,પોલ પોતાની પિછાણી.= શબ્દાનુપ્રાસ
ઝાડપર ખિસકોલીઓ ખેલ્યા કરે,ઉપર-નીચે અંધકારને ઠેલ્યા કરે.= શબ્દાનુપ્રાસ
સંસારની માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયાની માયા કરો..= શબ્દાનુપ્રાસ
સુલતાનના મોકલ્યા બે ગુપ્તચર ગુલતાનમાં મુલતાન જતા હતા.= શબ્દાનુપ્રાસ
હવે રંગ,બની તંગ,મચાવી જંગ,પીયોજી ભંગ. = શબ્દાનુપ્રાસ
કરે ગાન-તાન-પાન પત્ર હાથમાં રે લોલ. = શબ્દાનુપ્રાસ
ગુજરાતી વ્યાકરણ Gujarati Vyakaran
Gujarati Vyakaran : ગુજરાતી વ્યાકરણ અંગેની અન્ય માહિતી માટે તેમજ ગુજરાતી વ્યાકરણના અન્ય મુદ્દા માટે નીચે આપેલ મુદ્દા પર ક્લિક કરો.
શબ્દસમૂહ માટે એક શબ્દ વધુ વાંચો.......
રૂઢિપ્રયોગ વિશે વધુ વાંચો.......
વાકયના પ્રકારો વિશે વાંચો.......
Shabdanupras Alankar - Gujarati Vyakararan : ગુજરાતી વ્યાકરણ ના મુદ્દા અલંકારના પ્રકાર શબ્દાનુપ્રાસ અલંકાર અને શબ્દાનુપ્રાસ અલંકારના ઉદાહરણો અંગે માહિતી આપવામાં આવેલ છે. આવા જ અન્ય ગુજરાતી વ્યાકરણ ના મુદ્દા માટે KISHAN BAVALIYA Blog ની મુલાકાત લેવી.