ગુજરાતી વ્યાકરણમાં વાકયના પ્રકાર : Vakya na Prakar in Gujarati Vyakaran
Vakya na Prakar in Gujarati Vyakaran : આજે આપણે આ લેખમાં ગુજરાતી વ્યાકરણમાં વાકયના પ્રકાર અંગેની સંપૂર્ણ સમજ મેળવીશું. Gujarati Vyakaran ના વિવિધ મુદ્દા જેવા કે સંજ્ઞા, વિરામચિહ્નો, સમાનર્થીશબ્દો વગેરેનો સમાવેશ થાય છે.
અહી, આપણે Vakya na Prakar in Gujarati Vyakaran ( Gujarati Grammar ) ની માહિતી મેળવીશું.
ગુજરાતી વ્યાકરણમાં વાકયના પ્રકાર |
Vakya na Prakar in Gujarati Vyakaran
Gujarati Vyakaran માં આવતા તમામ વાકયના પ્રકાર આહિ નીચે આપવામાં આવેલ છે. ગુજરાતી વ્યકરણમાં વાકયના 7 પ્રકારો આવેલા છે. Vakya na Prakar in Gujarati Vyakaran
- કર્તરિવાક્ય
- કર્મણિવાક્ય
- ભાવે વાક્ય
- પ્રેરક વાક્ય
- પુન: પ્રેરક વાક્ય
- સંકૂલ વાક્ય
- સંયુક્ત વાક્ય
ગુજરાતી વ્યાકરણમાં વાકયના પ્રકાર
Gujarati Vyakaran માં 7 વકયોના પ્રકાર આવેલા છે. આ તમામ ગુજરાતી વ્યાકરણમાં વાકયના પ્રકાર અંગે સંપૂર્ણ વિસ્તૃત સમજ મેળવીશું.
કર્તરિવાક્ય
આ પ્રકારના વાકયોમાં ક્રિયા કરનાર સ્પસ્ત થતો હોય છે. આવા વાકયોને કર્તરિવાક્યો કહેવાય છે.
- વિજય પત્ર લખે છે.
- મહેશ રસ્તા પર ચાલે છે.
- સિતા મેંચ રમે છે.
ઉપરના દરેક વાકયોમાં ક્રિયા કરનાર દરેક વ્યક્તિ સ્પસ્ત આપેલ છે. માટે આ વાક્યો કર્તરિવાક્ય કહેવાય છે.
કર્મણિવાક્યો
આ પ્રકારના વાકયોમાં ક્રિયાના અંતે 'આય' પ્રત્યય લગાડવાથી કર્મણિવાક્ય બને છે.
- વિજય થી પત્ર લખાય છે.
- મહેશ થી રસ્તા પર ચલાય છે.
- સિતા થી મેંચ રમાય છે.
ભાવે વાક્ય
વાક્યમાં કરતાં ન હોય કે ગૌણ હોય અને કોઈ કર્મ વગર ક્રિયા થતી હોય ત્યારે ભાવે વાક્ય બને છે.
- વિજયથી લખાય છે.
- મહેશથી ચલાય છે.
- સિતાથી રમાય છે.
અહી આપેલ દરેક વાક્યમાં ક્રિયા છે પણ કર્મ નથી. આવા વાક્યો ભાવે વાક્યો કહેવાય છે.
પ્રેરક વાક્ય
અહી જ્યારે કરતાં બીજા કોઇની પ્રેરણા દ્વારા ક્રિયા કરે ત્યારે પ્રેરક વાક્ય બને છે.
- શિક્ષક લખાવે છે.
- માતા ચલાવે છે.
- પિતા રમાડે છે.
આપવામાં આવેલ દરેક વાક્યમાં ક્રિયા કરનાર કરતાં અલગ છે પરંતુ તે કોઈ ની પ્રેરણા કે સલાહ થી ક્રિયા કરે છે. માટે આવા વાક્યો પ્રેરક વાક્યો કહેવાય છે.
પુન: પ્રેરક વાક્ય
પ્રેરણા આપનાર વ્યક્તિ જોડે કરતની પણ સ્પસ્ટતા કરવામાં આવેલ હોય ત્યારે પુન: પ્રેરક વાક્ય બને છે.
- શિક્ષક વિજય જોડે લખાવે છે.
- માતા બાળકને ચલાવે છે.
- પિતા સીતાને રમાડે છે.
સંકૂલ વાક્ય
સંયોજન વડે જોડાયેલ બે વાકયોમાં મુખ્ય ને ગૌણ વાક્યનો સબંધ હોય ત્યારે સંકૂલ વાક્ય બને છે.
સંયોજકો : કે, જો-તો , જેવી-તેવી , જ્યાં-ત્યાં , જેવુ-તેવું ,વગેરે......
- જો વિજય લખશે તો પરિણામ મળશે.
- હું દૂધ કે છાશ લઇશ.
સંયુક્ત વાક્ય
કોઈ બે વાક્ય કોઈ સંયોજકની મદદથી જોડાયેલ હોય ત્યારે સંયુક્ત વાક્ય બને છે.
સંયોજક : અને , પણ , અથવા , છતાં , વગેરે.......
- વિજય લખે છે છતાં આવડતું નથી.
- બાળક ચાલે છે પણ દોડતું નથી.
ગુજરાતી વ્યાકરણના અન્ય ટોપીક્સ
નીચે કેટલાક ગુજરાતી વ્યાકરના ટોપીક્સ આપેલ છે. વચવા માટે તેના પર ક્લિક કરો.
- ગુજરાતી વ્યાકરણમાં આવતી સંજ્ઞાઓ [ વધુ વાંચો.....]
- ગુજરાતી વ્યાકરણમાં આવતા વિરામચિહ્નો [ વધુ વંચો........]
ગુજરાતી વ્યાકરણમાં વાકયના પ્રકાર : Vakya na Prakar in Gujarati Vyakaran
Vakya na Prakar in Gujarati Vyakaran : ગુજરાતી વ્યાકરના ના ટોપીક ગુજરાતી વ્યાકરણમાં વાકયના પ્રકાર અંગે આપવામાં આવેલ માહિતી તમને ખુબજ ઉપયોગી થઈ હશે. આવી અન્ય ગુજરાતી વ્યાકરણ ( Gujarati Grammar ) અંગેની માહિતી માટે KISHAN BAVALIYA Blog ની અવશ્ય મુલાકાત લેવી. અન્ય માહિતી માટે કમેંટ બોક્સ માં કમેંટ કરવી.