રૂઢિપ્રયોગ ગુજરાતી વ્યાકરણ | Rudhiprayog Gujarati Vyakaran
Rudhiprayog Gujarati Vyakaran : આ લેખ રૂઢિપ્રયોગ ગુજરાતી વ્યાકરણ વિશે આપવામાં આવેલ છે. જેમાં રૂઢિપ્રયોગ તેના અર્થ સાથે આપેલ છે.
રૂઢિપ્રયોગ એટલે શું ?
રૂઢિપ્રયોગોને સામાન્ય રીતે વાકયરચનાના સિદ્ધાંતો સાથે વિરોધાભાસ ધરાવતા અલંકાર તરીકે માનવામાં આવે છે,
જો કે આ માન્યતા પણ ચર્ચાસ્પદ રહી છે. જહોન સઇદે "રૂઢિપ્રયોગ" ને એવા શબ્દસમૂહ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે જેમાં શબ્દો એકબીજા સાથે ત્યાં સુધી જોડાયેલા રહે છે.
સામાન્ય રીતે રૂઢિપ્રયોગોનું યોગ્ય રીતે ભાષાંતર થઇ શકતું નથી, કેટલાક કિસ્સાઓમાં રૂઢિપ્રયોગોનું અન્ય ભાષામાં ભાષાંતર કરવામાં આવે ત્યારે અર્થ બદલાઇ જાય છે અથવા તો તે ગેરમાર્ગે દોરનારું બની જાય છે.
રૂઢિપ્રયોગ ગુજરાતી વ્યાકરણ : Rudhiprayog Gujarati Vyakaran
નીચે કેટલાક રૂઢિપ્રયોગ ગુજરાતી વ્યાકરણ ( Rudhiprayog Gujarati Vyakaran ) ના ઉદાહરણ આપેલ છે. સાથે સાથે આ રૂઢિપ્રયોગના અર્થ પણ આપવામાં આવેલ છે.
ગાંડા બનાવવું : મૂર્ખ બનાવવું.
માયા મૂકવી : મમતા છોડાવી.
માયામાં લપેટાવું : પ્રપંચમાં ફસાવું અથવા માયાજાળમાં ફસાવું.
વેરાઈ જવું : તૂટી જવું.
ધૂન વળગવી : મનમાં એકજ વિચાર આવવો.
મિજાજ છટકવો : ગુસ્સાપર કાબૂ ન રહેવો.
કબ્જો લઈ લેવો : અધિકાર જમાવવો.
મન ભીંતોમાં ભમવું : ધ્યાન ન હોવું.
ઉપરાણું તાણવું : તરફદારી કરવી, પક્ષ લેવો.
મોમાં આંગળા નાખીને બોલાવવું : પરાણે બોલાવવું.
આંખો કાઢવી : બીક બતાવવી.
મોમાં મગ ભરવા : ચૂપ રહેવું.
આંખ આડા કાન કરવા : વાતમાં ધ્યાન ન આપવી.
આડું જોઈ જવું : અણગમો દેખાડવો.
કાને અથડાવવું : શબ્દો સાંભળવા.
પરસેવો પડવો : સખત મહેનત કરવી.
આત્મસાત થઈ જવું : એકરૂપ થઈ જવું.
દંગ રહી જવું : ચકિત થઈ જવું.
અદા કરવી : ફરજ બજાવવી.
એકરાગ થવું : સંપીને રહેવું.
કાયમ રહેવું : મક્કમ રહેવું.
તાજ મૂકવા : સત્તા છોડાવી.
નાડ પારખવી : વલણ ઓળખી જવું.
ભેદ ખોલવો : રહસ્ય ઉઘાડું પાડવું.
છત્તુ કરવું : જાહેર કરવું.
ફટકો પડવો : નુકશાન થવું.
સોનાના પારણામાં ઝૂલવું : શ્રીમંતાઈમાં ઉછરવું.
દિવસો ખેચવા : સમય પસાર કરવો.
લડત આપવી : સામનો કરવો.
પોતાને ઘસી નાખવું : ખૂબ કામ કરવું.
હામ ભીડવી : હિંમત કરવી.
કેર વધવો : ત્રાસ વધવો.
રસ્તો કાઢવો : ઉપાય કરવો.
મૂછ મૂંડાવી : પરાજય સ્વીકરવો.
જીવથી જવું : મૃત્યુ પામવું.
અંજાઈ જવું : વશ થઈ જવું.
જીવ પડિકે બાંધવો : ભયભીત થવું.
ઘેલું લાગવું : લાગણી લગાવી.
બાવાના બેય બગાડવા : બંને બાજુથી નુકશાન થવું.
ગળથુંથીમાંથી મળવું : જન્મથીજ મળવું.
રૂઢિપ્રયોગ ગુજરાતી વ્યાકરણ : Rudhiprayog Gujarati Vyakaran
કેટલાક જાણીતા ગુજરાતી વ્યાકરણ ના રૂઢિપ્રયોગ અર્થ સાથે. રૂઢિપ્રયોગ ગુજરાતી વ્યાકરણ : Rudhiprayog Gujarati Vyakaran
વાહી જવું : ન્યોછાવર થવું.
માત થવું : પરાસ્ત થવું.
જિંદગી ખરચી નાખવી : જીવન વેડફી દેવું.
મહેનત ન ફળવી : લાભ ન થવો.
અનેક રંગ જોવા : અનેક અનુભવો થવા.
ધ્રાસ્કો પડવો : ફાળ પડવી.
સૂર પુરાવવો : હા માં હા ભરવી.
અધીરા બનવું : ઉતાવળા થવું.
જુદા આંક હોવા : જિંદગી વિશે જુદી જુદી સમજ હોવી.
પેટનો ખાડો પુરાવો : ગુજરાન ચલાવવું, જમવું
મીટ માંડવી : નજર સ્થિર કરવી.
માઝા છાંડી જવું : મર્યાદા ઓળંગવી.
ચાનક ચડવી : ઉત્સાહ આવવો.
હામ ન હોવી : હિંમત ન હોવી.
બાઘ માનવો : વાંધો લેવો.
દિલ દઈને : ઉત્સાહ થી
માથે ઉપાડી લેવું : જવાબદારી લેવી.
પાછીપાની કરવી : પાછા ખસવું, હાર સ્વીકારવી.
મનમાં ગાંઠ વાળવી : નિશ્ચય કરવો, સંકલ્પ કરવો.
વ્હાણાં વાહી જવા : સમય પસાર થઈ જવો.
પાછા થવું : મૃત્યુ પામવું.
પંથ કપવો : રસ્તે આગળ વધવું.
પાઠ આપવો : બોધ આપવો, સંદેશ આપવો.
ખાડાની ધારે ચાલવું : ખૂબ મુશ્કેલ કામ કરવું.
ઊંચે શ્વાશે : ઉતાવળે
વહેમ રમ્યા કરવો : સતત શંકા થવી.
નજર કરવી : લક્ષ આપવું.
શ્રી ગણેશ કરવા : શુભ આરંભ કરવો.
પગ નાચી ઉઠવા : અતિશય આનંદ થવો.
પોરો ખાવો : આરામ કરવો.
પોકાર કરવો : મોટેથી બોલવું.
પ્રસ્વેદ ચાલવો : પરસેવો પડવો.
અમી વાદળી ઉઠાવી : કૃપા થવી.
નજર પડવી : ધ્યાન જવું.
હાથ ફેરવવો : લાડ કરવું.
મોં પડી જવું : ઉદાસ થઈ જવું.
વાત ગળે ઉતરવી : વાત સમજાઈ જવી.
કુશળતા દાખવવી : હોશિયારી બતાવવી.
હાથ લાગવું : મળી જવું.
ચરણ પખાળવા : પગ ધોવાની વિધિ કરવી, પગ ધોવા.
ચોક પુરવા : સાથીયા પાડવા.
તાનમાં હોવું : આનંદમાં હોવું.
માઝા મૂકવી : મર્યાદા બહાર જવું.
હાથમાં હોવું : કબજામાં હોવું.
ભાન આવી જવું : સમજ આવી જવી.
રૂઢિપ્રયોગ ગુજરાતી વ્યાકરણ : Rudhiprayog Gujarati Vyakaran
ગુજરાતી વ્યાકરણમાં આવતા તમામ રૂઢિપ્રયોગ અર્થ સાથે અહી આપવામાં આવેલ છે. આ તમામ Rudhiprayog પરિક્ષાની દ્રષ્ટિએ ખુબજ ઉપયોગી છે.
ભોઠા પડવું : શરમિંદા થવું.
મહેણું મારવું : ટોણો મારવો.
જીવમાં જીવ આવવો : ભય દૂર થતાં સ્વસ્થ થવું.
ફાંફા મારવા : વ્યર્થ પ્રયત્ન કરવા.
જીવ બળવો : ચિંતા થવી.
મહોર મારવી : સંમતિ આપી દેવી.
આંખે અંધારા આવવા : શું કરવું તે સમજણ ન પડવી.
કાનમાં પડઘાયા કરવું : ફરી ફરીને યાદ આવવું.
ડોળ કરવો : દેખાવ કરવો.
ખાતર પાડવું : ચોરી કરવી.
અધ્ધર જીવે : ચિંતામાં
જંગ ખેલવો : યુધ્ધ કરવું.
કણ માંથી મણ થવું : થોડા માંથી વધારે થવું.
ઘોડા દોડાવવા : ખાલી કલ્પના કરવી.
કુવામાંનો દેડકો : સંકુચિત વિચારના હોવું.
ઊંઠા ભણાવવા : ઠગવું.
અંગુઠો બતાવવો : ના પાડવી.
આકાશે ચડાવવું : ખૂબ વખાણ કરવા.
આંખ ઠરવી : સંતોષ થવો.
આંખ ચાર થવી : ગુસ્સે થવું, એક બીજા સામે જોવું.
ઉઘાડે છોગ : જાહેરમાં
આંગળી આપવી : મદદ કરવી.
ઉતરતા પાણી : વૃધ્ધવસ્થા
એકડો કાઢી નાંખવો : ગણતરીમાં ન લેવું.
આરતી ઉતારવી : વધારે પડતાં લાડ લડાવવા.
ઓછું આવવું : મન દુભાવવું.
કળ વળાવી : આઘાત માંથી બહાર આવવું.
કજિયો માંડી વાળવો : સમાધાન કરી લેવું.
કાગડા ઉડવા : વેરાન થઈ જવું.
કાળા ધોળા કરવા : ખરાબ કાર્ય કરવું.
કામ કાઢી લેવું : પોતાનો સ્વાર્થ સાધી લેવો.
કોણીએ ગોળ ચોટાડવો : લાલચ આપવી.
ખબર લેવી : ઠપકો આપવો.
ખાંસડા ખાવા : અપજશ મળવો.
ગજ વગવો : સફળતા મળવી.
ગાળામાં ટાંટિયા નાખવા : અવળું ચોટવું.
ધાડ મારવી : ભારે સાહસ કરવું.
દૂધ માંથી પોરા કાઢવા : સારી વસ્તુમાંથી અવગુણ શોધવા.
દિલ્હીનો શાહુકાર : મોટો ઠગ.
ગુજરાતી વ્યાકરણ | Gujarati Vyakaran
Gujarati Vyakaran : અહી નીચે કેટલાક ગુજરાતી વ્યાકરણ ના મુદ્દા આપેલ છે. આ સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ તલાટિ, પોલીસ, શિક્ષક, TAT, HTAT, CTET, સચિવાલય, GSSB, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબજ મહત્વપૂર્ણ છે.
નીચે આપેલ દરેક ગુજરાતી વ્યાકરણ ના મુદ્દા વચવા ક્લિક કરો.
ગુજરાતી વ્યાકરણ | Gujarati Vyakaran |
1. વિરામચિહ્નો |
3. સમાનાર્થી શબ્દો |