Gujarati Vyakararan Shabdsamuh mate aek Shabd : ગુજરાતી વ્યાકરણ શબ્દસમૂહ માટે એક શબ્દ
ગુજરાતી વ્યાકરણ શબ્દસમૂહ માટે એક શબ્દ : ગુજરાતી વ્યાકરણ માં ( Gujarati Vyakararan Shabdsamuh mate aek Shabd ) વિરામચિહ્નો, સંજ્ઞા, રૂઢિપ્રયોગ, સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, વાકયનાપ્રકારો, છંદ, અલંકાર, સમસ વગેરે આવેલ છે.
આ લેખ માં આપણે ગુજરાતી વ્યાકરણ શબ્દસમૂહ માટે એક શબ્દ અંગે સંપૂર્ણ માહિતી મેળવીશું.
શબ્દસમૂહ માટે એક શબ્દ એટલે શું ?
ગુજરાતી વ્યાકરણમાં કેટલાક એવા વાક્યો આપેલા હોય છે કે જે સંપૂર્ણ વાક્ય ન બોલવાની જગ્યાએ માત્ર કોઈ શબ્દ એ આખા વાક્યનો અર્થ સ્પષ્ટ કરે આવા શબ્દોને શબ્દસમૂહ માટે એક શબ્દ કહેવાય છે.
એટલે કે કેટલાક શબ્દોના સમૂહ ને કોઈ એક શબ્દ વડે ઓળખી શકાય આવા તમામ શબ્દોને શબ્દસમૂહ માટે એક શબ્દ કહેવાય છે.
ઉદાહરણ : પથ્થર માં મુર્તિ કોતરનાર : શિલ્પી
ઉપરના ઉદાહરણ માં જોઈ શકાય છે કે એક વાક્ય પથ્થર માં મુર્તિ કોતરનાર એવું આપેલ છે. પરંતુ જ્યારે કોઈ જગ્યાએ પથ્થર માં મુર્તિ કોતરનાર માટે શિલ્પી શબ્દ નો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે તે શબ્દસમૂહ માટે એક શબ્દ બને છે.
નીચે અન્ય કેટલાક શબ્દસમૂહ માટે એક શબ્દ ના ઉદાહરણો જોઈએ.
Gujarati Vyakararan Shabdsamuh mate aek Shabd ( ગુજરાતી વ્યાકરણ શબ્દસમૂહ માટે એક શબ્દ )
ગુજરાતી વ્યાકરણ શબ્દસમૂહ માટે એક શબ્દ અંગેના કેટલાક ઉદાહરણો નીચે આપેલ છે. Gujarati Vyakararan Shabdsamuh mate aek Shabd
પોતાનું મૂલ્ય આંકવું : સ્વમૂલ્યાંકન
લીલું ઘાસ ઉગડેલું સપાટ મેદાન : લોન
કુળની ઓળખ માટેની સંજ્ઞા : અટક
જમીન કે પર્વત માં ઊંડો પહોળો ખાડો કે બખોલ : કોતર
પાણી આવવા જવા બાંધેલ સાંકડો માર્ગ : ગરનાળું
ઘરની બાજુની દીવાલ : કરો
પોતાની મેળે સેવા કરવા તૈયાર થયેલ માણસ : સ્વયંસેવક
જીવનનું મુખ્ય કર્તવ્ય : જીવનધર્મ
માટીની ભીંતોવાળું નાનું ઝૂપડું : ખોરડું
પશુ કે ગાડા બાંધવાનું દોરડું : રાંઢવું
મરણના સમાચાર લખેલ કાગળ : કાળોત્રી
લેણ દેણ સંબધી લખાણ : દસ્તાવેજ
રાજ્યના કાયદા ઘડનારી સભા : ધારાસભા, વિધાનસભા
રક્ષક તરીકે કામગીરી બજાવનાર : સુરક્ષાકર્મી
સમજવામાં થતી ભૂલ : સમજફેર
જાહેરાત માટે ભીંત પર ચોટાડવાનો કાગળ : ભીંતપત્ર
વિજયનો પોકાર : જયનાદ. જયઘોસ
વનમાં વૃક્ષોની લાંબી હાર : વનારાય
કાવા અને અફીણ ઘોળીને બનાવેલ પીણું : કાવાકસુંબા
હાથીના લમણાનો ભાગ : કુંભાસ્થળ
કઈ પણ મેળવવાની ઈચ્છા ન હોય તેવી વ્યક્તિ : નિ:સ્પૃહ
Gujarati Vyakararan Shabdsamuh mate aek Shabd ( ગુજરાતી વ્યાકરણ શબ્દસમૂહ માટે એક શબ્દ )
સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક : લઘુકૌમુદી
મથાળે છાપેલા નામ - સરનામા વાળો કાગળ : લેટરહેડ
નગરનો નાશ : પુરભંગ
શિવજીનું ધનુષ્ય : ત્ર્યંબક
દશ માથાવાળું : દશાનન
શાહી રખવાનું પાત્ર : ખડિયો
બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ : ટોડલો
સિંહની ગર્જના : ડણક
પીરની કબર : દરગાહ
લખવાનું કામ કરતો માણસ : લહિયો
કાયમથી ચાલ્યું આવતું : સનાતન
અનાજ ઝાટકવાનું સાધન : સૂપડું
આરોગ્ય અંગેનું શાસ્ત્ર : આયુર્વેદ
અસ્પૃષ્ય ગણાતો માણસ : અંત્યજ
ત્રણ જાતના પાનનું તોરણ : તરિયા તોરણ
ઉમંગના ઠાઠથી ધીમે ધીમે ચલાવું : મલપવું
તેજસ્વી વિધ્યાર્થીને અપાતી આર્થિક સહાય : શિષ્યવૃત્તિ
સંગ્રહ કરવાનું માનસિક વલણ : પરિગ્રહ
પાપના નિવારણ માટેનું તપ : પ્રાયશ્ચિત
મટકું પણ માર્યા વિના : અનિમેષ
પ્રયત્ન કર્યા વિના : અનાયાસ
જીવનને ઉપયોગી ભાથું : જિવનપાથેય
વિચારોની શ્રેણી : વિચારશૃંખલા
વાહન હાંકનાર : માલમ
છાપરા પર નું આધારભૂત મોટું લાકડું : મોભ
દેશી દવા આપવાનું સ્થળ : ઔષધાલય
કઈ માંગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી : જાસાચિઠ્ઠી
ખુશીના પ્રસંગે અપાતી ભેટ : લ્હાણ, લ્હાણી
વહાણ ચલાવનાર : ખારવો, ખલાસી, નાવિક
ભાંગી તૂટેલી ઇમારત : ખંડેર
બુટની અંદર રખવામાં આવતું છૂટું પડ : સગથળી
ચિનાઈ માટીના વાસણો બનાવવાનું કારખાનું : પોટરી
શેરડીના સાંઠાનો નાનો ટુકડો : કાતળી
લગભગ છ ફૂટ ની ઊંચાઈ જેટલું : માથોડું
કણસલા કાપવાની ક્રિયા : લણણી
હાથચાલાકીનું કામ કરનાર : જાદુગર
કુણા પાનની લાલ રેખાઓ : ટસર
કાપડ રંગવાનુ કામ : રંગાટીકામ
કપાસના જીંડવા : કાલા
ઈંટ પકવવાનો ભઠ્ઠો : ઈંટવાડો
ગુજરાતી વ્યાકરણ | Gujarati વ્યાકરણ
પરીક્ષામાં ઉપયોગી થાય તે હેતુથી અહી નેચે કેટલાક ગુજરાતી વ્યાકરણ ( Gujarati Vyakaran ) ના મુદ્દાઓ આપેલ છે. આ મુદ્દા તમને તલાટિ, પોલીસ, DySo, ક્લાર્ક, GSSSB, TET, TAT, HTAT, CTET, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.
નીચે આપેલ ગુજરાતી વ્યાકરના મુદ્દા વચવા તેના પર ક્લિક કરો.
Gujarati Vyakaran | ગુજરાતી વ્યાકરણ |
4. સમાનાર્થી શબ્દો |
ગુજરાતી વ્યાકરણ | Gujarati વ્યાકરણ
Gujarati Vyakararan Shabdsamuh mate aek Shabd : ગુજરાતી વ્યાકરણ શબ્દસમૂહ માટે એક શબ્દ
શબ્દસમૂહ માટે એક શબ્દ ( Shabdsamuh Mate ek Shabd ) અંગે આપવામાં આવેલ માહિતી આશા છે કે ઉપયોગી થશે. આવી ગુજરાતી વ્યાકરણ ( Gujarati Vyakaran ) ની અન્ય માહિતી માટે KISHANBAVALIYA Blog ની મુલાકાત લેતા રહેવું.