Ad Code

Ticker

6/recent/ticker-posts

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

ગુજરાતી વ્યાકરણ અલંકાર | Gujarati Vyakaran Alankar

ગુજરાતી વ્યાકરણ અલંકાર | Gujarati Vyakaran Alankar

Gujarati Vyakaran Alankar : આ લેખ ગુજરાતી વ્યાકરણ અલંકાર અંગે માહિતી આપેલ છે. ગુજરાતી વ્યાકરણ માં અલંકારના પ્રકારો, દરેક અલંકારનું ઉદાહરણ અને સરળ સમજૂતી અહી આ લેખ માં આપવામાં આવે છે.

ગુજરાતી વ્યાકરણ અલંકાર | Gujarati Vyakaran Alankar

તો હવે વધુ રાહ ન જોતાં શરૂ કરીએ ગુજરાતી વ્યાકરણ અલંકાર.

અલંકાર એટલે શું ? | What is the Alankar ?

જ્યારે કોઈ વ્યક્તિની શોભા વધારવી હોય ત્યારે તેને અલંકાર ( ઘરેણાં ) પહેરાવવામાં આવે છે. આમ જ્યારે કોઈ કાવ્યપંક્તિ ની શોભા વધારવા કોઈ શબ્દ કે વાક્યનો ઉપયોગ કરવામાં આવે આવા વાક્યો કે શબ્દોને અલંકાર કહેવામા આવે છે.

ગુજરાતી વ્યાકરણમાં અલંકારના પ્રકારો | Types of Gujarati Vyakaran Alankar

Types of Gujarati Vyakaran Alankar : ગુજરાતી વ્યાકરણમાં અલંકારના પ્રકારો શબ્દ અને અર્થ ના આધારે પાડવામાં આવેલ છે.

ગુજરાતી વ્યાકરણ અલંકાર | Gujarati Vyakaran Alankar

ગુજરાતી વ્યાકરણમાં અલંકારોના મુખ્ય બે પ્રકાર છે.

આ દરેક અલંકારના પ્રકાર શબ્દ અને અર્થ ના આધારે આપેલ છે.

અલંકારના પ્રકાર

1. શબ્દાલંકાર

2. અર્થાલંકાર


ઉપર આપેલ અલંકારના મુખ્ય બે પ્રકારો છે. આ દરેક માં પેટા પ્રકાર પણ આવેલ છે. તો દરેક ને વિસ્તારથી સમજીએ......

ગુજરાતી વ્યાકરણ શબ્દાલંકાર ( Gujarati Vyakaran Shabdalankar )

વકયોમાં આવેલ શબ્દો ના લીધે વાક્ય સારું ( વ્યવસ્થિત ) લાગતું હોય તો તે શબ્દાલંકાર ( Shabdalankar ) બને છે.

એટલેકે જે અલંકાર શબ્દો ના લીધે રચાતો હોય તેને શબ્દાલંકાર કહેવાય છે.

શબ્દાલંકાર ના અન્ય ચાર પ્રકારો છે.

1. વર્ણાનુપ્રાસ અલંકાર

2. શબ્દાનુપ્રાસ અલંકાર

3. પ્રાસાનુપ્રાસ અલંકાર

4. અંત્યાનુપ્રાસ અલંકાર

પણે શબ્દાલંકાર ( Shabdalankar ) ના ચાર પ્રકારો વિશે માહિતી મેળવીએ.....

વર્ણાનુપ્રાસ અલંકાર

જે વાક્યમાં કોઈ એક વર્ણ ( અક્ષર ) વડે ચમત્કૃતિ થતી હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે.

કાળી કોયલ કાળા વનમાં કિલ્લોલ રે.

વર્ણાનુપ્રાસ અલંકાર વિશે વધુ વાંચો.....


શબ્દાનુપ્રાસ અલંકાર

કોઈ વાક્યમાં કોઈ એક શબ્દ નું પુનરાવર્તન થઈ ચમત્કૃતિ થતી હોય ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે.

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવો રે”

શબ્દાનુપ્રાસ અલંકાર વિશે વધુ વાંચો......


પ્રાસાનુપ્રાસ અલંકાર

જ્યારે કોઈ એક વાક્યમાં આવેલ વચ્ચેના શબ્દોનો પ્રાસ મળે ત્યારે પ્રાસાનુપ્રાસ અલંકાર બને છે. પ્રાસાનુપ્રાસ અલંકારને 'મધ્યાનુપ્રાસ અલંકાર' અથવા 'આંતરપ્રાસ અલંકાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.


અંત્યાનુપ્રાસ અલંકાર

જે વાક્યો / પંક્તિઓ ના અંતમાં પ્રાસ મળતો હોય તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે.


હવે આપણે ગુજરાતી વ્યાકરણ અલંકાર ના બીજા પ્રકાર વિશે સમજીએ.


અર્થાલંકાર ( Gujarati Vyakaran Arthalankar )

જ્યારે વાક્યમાં શબ્દોના અર્થ ના લીધે ચમત્કૃતિ બનતી હોય ત્યારે અર્થાલંકાર ( Arthalankar ) બને છે. અર્થાલંકાર સમજવા તેમાં આવતા ઉપમાન અને ઉપમેય ને સમજવું ખૂબ જરૂરી છે.


1. ઉપમાન : વાક્યમાં જે વસ્તુની સરખામણી કરવામાં આવેલ હોય તેને ઉપમાન કહેવાય છે.


2. ઉપમેય : વાક્યમાં જેના સાથે સરખામણી કરવામાં આવેલ હોય તેને ઉપમેય કહેવાય છે.


અર્થાલંકારના પ્રકારો ( Types of Arthalankar )

Arthalankar ના મુખ્ય 10 પ્રકાર છે. અર્થાલંકારના આ દસ પ્રકાર નીચે આપેલ છે,

  1. ઉપમા અલંકાર

  2. રૂપક અલંકાર

  3. ઉત્પ્રેક્ષા અલંકાર

  4. વ્યાજસ્તુતિ અલંકાર

  5. અનન્વય અલંકાર

  6. વ્યતિરેક અલંકાર

  7. સજીવારોપણ અલંકાર

  8. શ્લેષ અલંકાર

  9. દ્દષ્ટાંત અલંકાર

  10. સ્વભાવોક્તિ અલંકાર

ઉપર આપેલ Types of Arthalankar અંગે માહિતી મેળવીએ....


ઉપમા અલંકાર

જ્યારે કોઈ વાક્યમાં ઉપમાન ની સરખામણી ઉપમેય સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.


રૂપક અલંકાર

જ્યારે કોઈ વાક્યમાં ઉપમેય અને ઉપમાન એકજ છે, તેમ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.


ઉત્પ્રેક્ષા અલંકાર

કોઈ વાક્યમાં જ્યારે ઉપમેય અને યુપીએમાંનાની શરખમની કરવામાં આવે પરંતુ ઉપમેય ઉપમાન હોય તેવી કલ્પના કરવામાં આવે તો તે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.


વ્યાજસ્તુતિ અલંકાર ( Gujarati Vyakaran Alankar )

કોઈ વાક્યમાં જ્યારે કોઇની પ્રસંશા ના સ્વરૂપમાં તેની નિંદા કરવામાં આવતી હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે.


અનન્વય અલંકાર

જ્યારે ઉપમેય ને ઉપમેય જોડેજ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.


વ્યતિરેક અલંકાર

જ્યારે વાક્યમાં ઉપમેય ને ઉપમાન થી પણ શ્રેષ્ઠ ( વધારે ) બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.


સજીવારોપણ અલંકાર

જે વકયોમાં નિર્જીવ વસ્તુ ને સજીવ બતાવવામાં આવે ત્યારે તે સજીવારોપણ અલંકાર બને છે.


શ્લેષ અલંકાર

આપેલી કોઈ પંક્તિના બે અર્થ થતાં હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે.


દ્દષ્ટાંત અલંકાર

એકવાક્યની સરખામણી સંપૂર્ણ બીજા વાક્યસાથે થતી હોય ત્યારે દ્દષ્ટાંત અલંકાર બને છે.



સ્વભાવોક્તિ અલંકાર

જે વાક્યમાં કોઈ વસ્તુ છે તેવી જ દર્શાવવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે.

ગુજરાતી વ્યાકરણ ( Gujarati Vyakaran )

Gujarati Vyakaran : અહી નીચે કેટલાક ગુજરાતી વ્યાકરણ ના મુદ્દા આપેલ છે. આ સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ તલાટિ, પોલીસ, શિક્ષક, TAT, HTAT, CTET, સચિવાલય, GSSB, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબજ મહત્વપૂર્ણ છે.

ગુજરાતી વ્યાકરણ | Gujarati Vyakaran

વિરામચિહ્નો

રૂઢિપ્રયોગો

શબ્દસમૂહ માટે એક શબ્દ

વાકયના પ્રકારો

સંજ્ઞા


Gujarati Vyakaran Alankar : ગુજરાતી વ્યાકરણ અલંકાર અંગે આપવામાં આવેલ માહિતી ખૂબ ઉપયોગી થઈ હશે. આવી જ ગુજરાતી વ્યાકરણ, Gov. job, OJAS GPSC, Online Test તેમજ અન્ય માહિતી માટે KISHAN BAVALIYA Blog ની મુલાકાત લેવી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ