ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત | Dilli Saltanat

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત | Dilli Saltanat

Dilli Saltanat : અહી આપવામાં આવેલ સંપૂર્ણ લેખ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત પાઠ નો આપવા માં આવેલ છે. અહી દિલ્લી સલ્તનત ની સંપૂર્ણ સમજૂતી સાથે સાથે દિલ્લી સલ્તનત સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો આપવામાં આવેલ છે.

 

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત | Dilli Saltanat

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનતના યાદ રાખવા જેવા મુદ્દા

.. 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારત ના વિશાળ ક્ષેત્ર પર શાસન કરનારને સુલતાન અને તેમના શાસન કાળ ને દિલ્લી સલ્તનત કહેવાય છે.

સવા ત્રણસો વર્ષ દરમિયાન દિલ્લી સલ્તનત પર કુલ 5 વંશોએ સત્તા ભોગવી હતી.

1. ગુલામવંશ

2. ખલજીવંશ

3. તુગલકવંશ

4. સૈયદવંશ

5. લોદીવંશ

ગુલામવંશ ( ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત )

.. 1922 માં તરાઈના બીજા યુધ્ધ દરમિયાન શિહાબુદ્દીન ઘોરીએ દિલ્લી સલ્તનત નો પાયો નાખ્યો.

તેના મૃત્યુ પછી ગુલામ કુતુબુદીન ઐબક ઇ.. 1206 માં દિલ્લી સલ્તનત નો પ્રથમ સુલ્તાન બન્યો.

ત્યારબાદ ઇ.. 1210 માં ઇલ્તુત્મિશ દિલ્લી સલ્તનત નો સુલ્તાન બન્યો. તેને તેની પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી જાહેર કરી.

દિલ્લી સલ્તનત પર પ્રથમ શાસક મહિલા રઝિયા સુલ્તાના આવી. પરંતુ મહિલા શાસક હોવધિ વિદ્રોહ ના કારણે તેના શાસન નો અંત આવ્યો.

ઇલ્તુત્મિશ ના પુત્ર નશીરૂદ્દીન દિલ્લી સલ્તનત નો નવો સુલ્તાન બન્યો.

ગુલામવંશ નો છેલ્લો શાસક ગ્યાસુદ્દીન હતો.

.. 1206 થી ઇ.. 1290 સુંધી ગુલામવંશ નો શાસનકાળ ગણાય છે.

ખલજીવંશ ( Dilli Saltanat )

જલલુદ્દીન ખલજી દ્વારા ખલજીવંશ ની શરૂઆત થઈ. ત્યારબાદ દિલ્લી સલ્તનત પર અલાઉદ્દીન ખલજી શાસક તરીકે આવ્યો.

અલાઉદ્દીન ખલજીએ દિલ્લી સલ્તનત નો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત માં વિસ્તાર વધાર્યો.

ખલજીવંશ નો દિલ્લી સલતનત પર શાસનકાળ ઇ.. 1290 થી 1320 સુંધી ગણાય છે.


તુગલકવંશ ( ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત )

ગિયાસુદ્દીન તુગલક એ દિલ્લી સલ્તનત પર તુગલકવંશ નો સ્થાપક ગણાય છે.

તુગલકવંશ માં મુહમ્મદ-બિન-તુગલક એક પ્રતિભાશાળી સુલ્તાન થયો હતો. તેને કેટલીક યોજનાઓ અમલમાં મૂકી અ યોજનાઓ 'તરંગી યોજનાઓ' તરીકે ઓળખવામાં આવે છે.

તુગલકવંશ નો દિલ્લી સલ્તનત પર ઇ.. 1320 થી 1414 સુંધી નો શાસનકાળ ગણાય છે.

સૈયદવંશ ( ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત )

તુગલકવંશ પછી દિલ્લી સલ્તનત પર ખિજ્રખાએ સૈયદવંશની સ્થાપના કરી.

સૈયદવંશ નો દિલ્લી સલ્તનત પર ઇ.. 1414 થી ઇ.. 1451 સુંધી શાસનકાળ ગણાય છે.


લોદીવંશ ( દિલ્લી સલ્તનત )

બહલોલ લોદીએ દિલ્લી સલ્તનત પર લોદીવંશ ની સ્થાપના કરી. તે દિલ્લી સલ્તનત પરનો પ્રથમ અફઘાન શાસક હતો.

ઇબ્રાહિમ લોદી લોદીવંશ નો છેલ્લો શાસક હતો. તેનો પાણીપતના યુધ્ધ માં બાબર સામે પરાજયો થયો. અહી થી મુઘલ શાસનની શરૂઆત થઈ.

લોદીવંશ નો દિલ્લી સલ્તનત પર શાસનકાળ ઇ.. 1451 થી ઇ.. 1526 સુંધી માનવામાં આવે છે.


દિલ્લી સલ્તનતની રાજ્યવ્યવસ્થા

તેરમી સદી માં શરૂ થયેલ દિલ્લી સલ્તનતનું શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ અલગ હતું.

દિલ્લી સલ્તનતની વ્યવસ્થા ના કેન્દ્રમાં સુલ્તાન હતો.

સર્વોચ્ચ સત્તા સુલતાનની ગણાતી હતી.

દિલ્લી સતલ્તનતની રાજ્યવ્યવસ્થા ત્રણ વિભાગોમાં વહેંચાયેલી હોય છે.

1. કેન્દ્રિય શાસન

2. પ્રાંતિય શાસન

3. સ્થાનિક શાસન

દિલ્લી સલ્તનતમાં સ્થાપત્યો

ભારતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના પછી ભારતીય ઈસ્લામિક સ્થાપત્યોનું નિર્માણ શરૂ થયું.

કુવત-ઉલ-ઇસ્લામ : મસ્જિદ

ઢાઈ દિનકા ઝોપડા : મસ્જિદ

કુતુબમિનાર

હોજ--શમ્મી

શમ્મી ઈદગાહ

જુમા મસ્જિદ

અલાઈ દરવાજા

સારી : કિલ્લો

હોજ--ખાસ


દિલ્લી સલ્તનતના સ્વતંત્ર રાજ્યો

ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં અનેક સ્વતંત્ર રાજ્યો સ્થપાયા જેમાં,

વિજયનગર

બહમની

માળવા

મેવાડ

બંગાળ

જૌનપુર


હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈ.. 1336 માં તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો.

કૃષ્ણદેવરાય તુલુવવંશ અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શક્તિશાળી શ્રેષ્ઠ શાસક હતો. તે 'આંધ્રના ભોજ' તરીકે ઓળખાય છે.

દિલ્લી સલ્તનતની શરૂઆત ઈ.. 1206 માં કુતુબુદ્દીન ઐબકે કરી હતી. 320 વર્ષ પછી 1526 માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે દિલ્લી સલ્તનતનો પણ અંત થયો.


દિલ્લી સલ્તનત સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબો

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત સ્વાધ્યાયના પ્રશ્નોનાં જવાબો.

પ્રશ્ન 1. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો.


1. દિલ્લી સલ્તનતના 'ચેહલગાન' ( ચારગાન )ની સ્થાપના કોણે કરી હતી ?

A. રઝિયા સુલ્તાનાએ

B. કુતુબુદ્દીન ઐબકે

C. બલ્બને

D. ઇલ્તુત્મિશે


2. દિલ્લી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા ?

A. રઝિયા સુલ્તાના

B. નુરજહા

C. અર્જમંદબાનુ

D. મહેરુન્નિશા


3. દિલ્લી ના ક્યાં શાસકની યોજનાઓ 'તરંગી યોજનાઓ' તરીકે ઓળખાય છે ?

A. ઈલ્તુત્મિશની

B. કુતુબુદ્દીન ઐબકની

C. મુહમ્મદ તુગલકની

D. ફિરોજશાહ તુગલકની


4. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?

A. અહમદશાહે

B. હરિહરરાય અને બુક્કારાયે

C. કૃષ્ણદેવરાયે

D. ઝફરખાને


પ્રશ્ન 2. ખલિજગ્યા પૂરો. ( ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત )

1. ઢાઈ દિનકા ઝોંપડા અજમેર શહેર માં આવેલી છે.

2. દિલ્લી સલ્તનતની શાસનવ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો.

3. દિલ્લી સલ્તનત નો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો.

4. સીરી નગર અલાઉદ્દીન ખલજી એ વસાવ્યું હતું.


પ્રશ્ન 3. એક - બે શબ્દોમાં જવાબ આપો:

1. કુતુબમિનાર ક્યાં આવેલો છે ? - દિલ્લીમાં

2. પાણીપતનું પહેલું યુધ્ધ કોની વચ્ચે થયું હતું ? - ઇબ્રાહિમ લોદી અને બાબર

3. અલાઉ દરવાજા નું નિર્માણ કોના સમય માં થયું ? - અલાઉદ્દીન ખલજીના

4. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી ? - ઝફરખાને

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો. ( ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત )

1. તુગલક સમયગાળા દરમિયાન દિલ્લીની આસપાસ ક્યાં ક્યાં શહેરો વસાવવામાં આવ્યા ?

જવાબ : તુગલક સમયગાળા દરમિયાન દિલ્લીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે શહેરો વસાવવામાં આવ્યા.


2. સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો.

જવાબ : સલ્તનત સમયના સ્થાપત્યો નીચે પ્રમાણે છે :

કુવત-ઉલ-ઇસ્લામ : મસ્જિદ

ઢાઈ દિનકા ઝોપડા : મસ્જિદ

કુતુબમિનાર

હોજ--શમ્મી

શમ્મી ઈદગાહ

જુમા મસ્જિદ

અલાઈ દરવાજા

સારી : કિલ્લો

હોજ--ખાસ

આમ, સલ્તનતના શાસન દરમિયાન દિલ્લીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, મકબરા, પુલ અને સ્નાનાગાર નું નિર્માણ થયું હતું.

3. કૃષ્ણદેવરાય વિષે ટૂંકમાં માહિતી આપો.

જવાબ : કૃષ્ણદેવરાય તુલુવવંશ અને વિજયનગરની શ્રેષ્ઠ શાસક હતો. તે ભારતના શક્તિશાળી રાજા માં સમાવેશ થતો હતો. યુધ્ધ દરમિયાન અનેક વિજય મેળવ્યા હતા. તેને પોતાના રાજયમાં પ્રજા હિત માટે અનેક કર્યો કર્યા હતા. તળાવ અને નહેરો ખોદાવીને ખેતીવાડીને સમૃધ્ધ બનાવી હતી. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તે સંસ્કૃત અને તેલુગુ ભાષાના લેખક હતા. ‘આમુક્તમાલ્યદા' નામનો ગ્રંથ પણ લખ્યો હતો. આવા અનેક પ્રજાના હિત કાર્યોના લીધે 'આંધ્રના ભોજ' તરીકે જાણીતા છે.

આ પણ વાંચો.

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત | Dilli Saltanat

અહી આ લેખ માં આપવામાં આવેલ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન દિલ્લી સલ્તનત પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નોનાં જવાબો અંગે કોઈ પ્રશ્ન હોય તો કમેંટ બોક્સ માં કમેંટ કરવી. આવી અન્ય માહિતી તેમજ સ્વાધ્યાયનું સોલ્યુશન, GK, ગુજરાતી વ્યાકરણ વગેરે માટે KISHAN BAVALIYA Blog ની મુલાકાત લો.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!