ધોરણ 7 સામાજિક વિજ્ઞાન રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો | Rajaputayug : nava shasako ane rajyo

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો

Rajaputayug : nava shasako ane rajyoધોરણ 7 સામાજિક વિજ્ઞાન માં આવેલ પ્રથમ પાઠ રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે.

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો | Rajaputayug : nava shasako ane rajyo
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો


રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો ના મુખ્ય મુદ્દા

રાજપૂત રાજવીઓ ઇ.સ. 700 થી ઇ.સ. 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂતયુગની સ્થાપના કરી હતી.
  • હર્ષવર્ધન પછીનો સમયગાળો
  • ઉત્તર ભારતના રાજ્યો
  • દક્ષિણ ભારતના રાજ્યો
  • રાજપૂતયુગ ની શાસન-વ્યવસ્થા
  • વેપાર-વાણિજ્ય
  • ભારત પર વિદેશી આક્રમણો

રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો - સ્વાધ્યાયના પ્રશ્નો

સામાજિક વિજ્ઞાન ના સ્વાધ્યાયના પ્રશ્નોનાં જવાબો અહી નીચે આપવામાં આવેલ છે. આ તમામ પ્રશ્નોનાં જવાબો અહી આપેલા છે.

પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોનાં ઉત્તર એક વાક્યમાં આપો : ( રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો )

નીચે આપેલ તમામ પ્રશ્નોનાં એક એક વાક્યમાં જવાબ આપો.

1. રાણીની વાવ કોને બંધાવી હતી ?

જવાબ :: રાણીની વાવ ( રાણકી વાવ ) પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી.

2. ચૌહાણવંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતાં હતા ?

જવાબ :: ચૌહાણવંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સંભાર સરોવરની નજીક શાકંભરી નામના સ્થળે થયો હતો.

3. અણહિલવાડ પાટણની સ્થાપના કોને કરી હતી ?

જવાબ :: વનરાજ ચાવડા એ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.

4. વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો ?

જવાબ :: કર્ણદેવ વાઘેલા વાઘેલાવંશનો છેલ્લો શાસક હતો.

પ્રશ્ન 2 ( અ ) ટૂંક નોંધ લખો ( રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો )

રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો 

1. રાજપૂતોના ગુણો

જવાબ :: રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા :
  • રાજપૂતો નીડર, શૂરવીર, ટેકીલા અને એકવચની હતા.
  • તેઓ પ્રાણના ભોગે પણ આપેલા વચનો પાળતા હતા.
  • તેઓ રણભૂમિમાં પણ પાછી પાણી કરતાં નહીં. જીતવાની આશા ન હોય તો મૃત્યુને વહાલું કરતાં.
  • ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા.
  • શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતાં.
  • યુધ્ધમાં ક્યારેય છળકપટ રમતા નહીં.

2. રાજપૂતયુગનો વેપાર-વાણિજ્ય

જવાબ :: રાજપૂતયુગ ની વ્યાપાર વ્યવસ્થા નીચે પ્રમાણે હતી.
  •  રાજપૂતયુગમાં રાજ્યની વેપાર-વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગો હતા.
  • અ વિભાગો પરદેશ સાથેના વેપાર અને વેપાર પરની જકાત વસુલતાની, વસ્તુઓની કિમમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક વસ્તુઓ મંગાવવાનું કાર્ય કરતાં હતા.
  • એ સમજે જમીન ઊપજનો છઠ્ઠો ભાગ કર સ્વરૂપે લેવામાં આવતો હતો.
  • રાજપૂતયુગ માં જમીન પરનો કર ' ભાગ ' નામથી ઓળખતો હતો.
  • જકાત પર, થાણા  પર કર ઉઘરાવવામાં આવતો હતો.

પ્રશ્ન 2 ( બ ) નીચેના પ્રશ્નોનાં જવાબો આપો : ( રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો )

રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો

પ્રશ્ન 1 ઉત્તર ભારતના કોઈ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો.

જવાબ :: ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોના નામ નીચે પ્રમાણે છે.
  1. ગઢવાલવંશ
  2. ચંદેલવંશ
  3. પરમારવંશ
  4. ચૌહાણવંશ
  5. સોલંકીવંશ
  6. ચાવડાવંશ
  7. વાઘેલાવંશ
  8. પાલવંશ

પ્રશ્ન 2 દક્ષિણ ભારતના કોઈ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો.

જવાબ : દક્ષિણ ભારત ના મુખ્ય રાજવંશોના નામ;
  1. ચાલુક્યવંશ
  2. યાદવવંશ
  3. ચોલવંશ

પ્રશ્ન 3 ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો ?

જવાબ : ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફરશાહ ( ઝફરખાન ) હતો. 

પ્રશ્ન 4 રાજમાતા મિનળદેવીએ પ્રજાકલ્યાણના ક્યાં ક્યાં કાર્યો કર્યા હતા ?

જવાબ : રાજમાતા મીનળદેવી એ પ્રજા હિત માટે સોમનાથ યાત્રાવેરો નાબૂદ કર્યો, ધોળકામાં માલવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ નું નિર્માણ કરાવ્યુ હતું.

પ્રશ્ન 3 ( અ ) સાચો વિકલ્પ શોધીને લખો. ( ધોરણ 7 સામાજિક વિજ્ઞાન રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો )

નીચે આપેલ પ્રશ્નોમાં વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો. Rajaputayug : nava shasako ane rajyo

1. ઉત્તર ભારતમાં ક્યાં રાજાના અવસાન બાદ નાના-નાના રાજ્યો સ્વતંત્ર થયા ?

  1. પુલકેશી બીજાના
  2. હર્ષવર્ધનના
  3. મિહિરભોજના
  4. અશોકના
જવાબ : હર્ષવર્ધનના

2. બુંદેલખંડનું રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું હતું ?

  1. જેજાકભુક્તિ
  2. ઉજજયની
  3. પ્રતિહારો
  4. ચૌલુક્ય
જવાબ : જેજાકભુક્તિ

3. માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

  1. કુમારપાળ
  2. ભોજ
  3. સીયક
  4. મુંજ
જવાબ : કુમારપાળ

4. આઠમી સદીમા બંગાળમાં ક્યાં વંશનું શાસન હતું ?

  1. ચંદેલવંશ
  2. પરમારવંશ
  3. પાલવંશ
  4. પ્રતિહારોનું
જવાબ : પાલવંશ

5. રાણીની વાવ ક્યાં વંશના શાસનકાળમા બનાવવામાં આવેલ હતી ?

  1. ચાવડાવંશ
  2. સોલંકીવંશ
  3. વાઘેલાવંશ
  4. મૈત્રકવંશ
જવાબ : સોલંકીવંશ

પ્રશ્ન 3 ( બ ) જોડકા જોડો ( Rajaputayug : nava shasako ane rajyo )

Rajaputayug : nava shasako ane rajyo ના અહી જોડકા આપેલ છે જે સાચા બને અ રીતે જોડો :

Rajaputayug : nava shasako ane rajyo
વિભાગ 'અ ' ( રાજ્યો ) વિભાગ ' બ ' ( શાસકો )
1. સેનવંશ (A) નરસિંહવર્મન બીજો
2. સોલંકીવંશ (B) ગોવિંદ ત્રીજો
3. પાલવંશ (C) વિજયસેન પ્રથમ
4. રાષ્ટ્રકૂટવંશ (D) ગોપાલ
5. પલ્લવંશ (E) કુમારપાળ
(F) ભોજ

જવાબ :: 
  1. - C
  2. - E
  3. - D
  4. - B
  5. - A
આ પણ વાંચો :
ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 2 : દિલ્લી સલ્તનત [ વધુ વાંચો.... ]

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો Quiz

Rajaputayug : nava shasako ane rajyo :  અહી આ આર્ટીકલ માં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો ના સ્વાધ્યાય ના પ્રશ્નોનું સોલ્યુસન અહી આપવામાં આવેલ છે. આવા અન્ય આર્ટીકલ માટે KISHAN BAVALIYA blog ની અવશ્ય મુલાકાત લો.
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!