વર્ણાનુપ્રાસ અલંકાર ઉદાહરણ | Varnanupras Alankar Udaharan
Varnanupras Alankar Udaharan : જ્યારે કોઈ પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ પુનરાવર્તિત થાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે . અહી આપણે વર્ણાનુપ્રાસ અલંકાર ઉદાહરણ દ્વારા જોઈશું. Gujarati Vyakaran.
આ વર્ણાનુપ્રાસ અલંકારને અન્ય 'વર્ણસગાઈ અલંકાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.
વર્ણાનુપ્રાસ અલંકાર ઉદાહરણ દ્વારા સમજીએ
કામિની કોકિળ કેલી કુંજન કરે.
અહી આપવામાં આવેલ વાક્યમાં ( પંક્તિમાં ) એક વર્ણ ક નું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે. અને એક સુંદર વાક્ય મળે છે.
અહી ઉપરના અલંકાર ઉદાહરણ માં ક નું વારંવાર પુનરાવર્તન થઈ ને વાક્યની સુંદરતા માં વધારો કરવામાં આવે છે.
વર્ણાનુપ્રાસ અલંકાર ઉદાહરણ | Varnanupras Alankar Udaharan
અહી નીચે કેટલાક વર્ણાનુપ્રાસ અલંકાર ઉદાહરણ આપેલ છે.
કામિની કોકિલા કેલિ કુંજન કરે = વર્ણાનુપ્રાસ
સાગરે ભાસતી ભવ્ય ભરતી = વર્ણાનુપ્રાસ
પંડની પેટીમાં પારસ છે પડયો = વર્ણાનુપ્રાસ
અખંડ અને અવિભાજય સમયના કટકા કરી નાખ્યા = વર્ણસગાઈ
અને અધિક એથીયે અમર એની આત્માકણી. = વર્ણાનુપ્રાસ
અવિનાશને અન્નકોટના આવે અહર્નિશ અમૃત ઓડકાર. = વર્ણાનુપ્રાસ
આ શેઠ છે ને શેઠ, એ પંડ્યા ,એમનો જીવ જરીક જેવડો. = વર્ણાનુપ્રાસ
આછું અંધારું ને આછો ઉજાશ હતો. = વર્ણાનુપ્રાસ
આવા અંધારામાં આવ્યા કેવી રીતે ? = વર્ણસગાઈ
આવી કંચન સરખી કાયા એક દિવસ કરમાઈ જશે. = વર્ણાનુપ્રાસ
ઊભી બાળા વિવશ બનીને બારીએ બ્હાવરી શી. = વર્ણાનુપ્રાસ
એ અસત્યનો અવતાર હતો = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ
એને આંખ આગળ આવેલા કેશ દૂર કર્યા. = વર્ણસગાઈ
કરીએ સંપ કુટુંબમાં,શત્રુથી શું થાય ? = વર્ણાનુપ્રાસ
કર્ષે કરમ કાન્હ સો કહીએ. = વર્ણાનુપ્રાસ
કામિની કોકિલા કેલિ કૂજન કરે. = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ
કાશીમા એ કામ કાઢ્યું. = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ
કાળને કબજે કરવાના અનેક પ્રયત્નો થાયા છે = વર્ણસગાઈ
કાળને કબજે કરવાનાં કર્યાં કરતુતો કંઈ કંઈરે. = વર્ણાનુપ્રાસ
કાળા કરમનો કાળો કહાન,કાળું કરતો કામ. = વર્ણાનુપ્રાસ
કાળા કર્મ કરનારી કોઇ સ્ત્રી કેળવણી પામેલી કહેવાશે નહી = વર્ણસગાઈ
કાળી ઝીણી પોતડી બંધ બાંધી બાંધેલા હતા. = વર્ણાનુપ્રાસ
કીધું કીધું કીધું મુજને કાંઈક કામણ કીધું રે ! = વર્ણાનુપ્રાસ
કૃતવર્મા એ કવચ કાપ્યું. = વર્ણાનુપ્રાસ
કેળવણી પામેલી સ્ત્રી પોતાના પિયુની લાડતી પ્યારી બની રહે છે = વર્ણાનુપ્રાસ
ગુણ ગાયે ઝવેરી રે,પૂરણ પરમાણે. = વર્ણાનુપ્રાસ
જળનો જવાન જળવતી બને. = વર્ણાનુપ્રાસ
જાગ,જગન,જપ તપને તીરથ,તેમાં સૌથી મોટો સત્સંગ.= વર્ણાનુપ્રાસ
જીભ થાકીને વિરમે રે,વિરાટ,વિરાટ વદી. = વર્ણાનુપ્રાસ
જે જોયું તે જાય,ફૂલ ફુલ્યું તે ખરશે. = વર્ણાનુપ્રાસ
જેને ગોવિંદના ગુણ ગાયા રે. = વર્ણાનુપ્રાસ
અલંકાર વિશે સંપૂર્ણ માહિતી મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
વર્ણાનુપ્રાસ અલંકાર ઉદાહરણ | Varnanupras Alankar Udaharan
નીચે કેટલાક વર્ણાનુપ્રાસ અલંકાર ઉદાહરણ આપેલ છે.
તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. = વર્ણાનુપ્રાસ
તારી તબીબી કાજએ તલખી રહી. = વર્ણાનુપ્રાસ
ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ ! = વર્ણાનુપ્રાસ
નટવર નિરખ્યા નેન ! તે… = વર્ણાનુપ્રાસ
નિજપદ રમે રામ સો કહીએ,રહીમ કહે રહિમાન રી. = વર્ણાનુપ્રાસ
નિત્ય સેવા,નિત્ય કીર્તન- ઓરછવ,નિરખવા નંદ કુમાર રે.= વર્ણાનુપ્રાસ
નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં . = વર્ણાનુપ્રાસ
પંડની પેટી પારસ છે પડયો. = વર્ણસગાઈ
પંડિતોના પારખેની પ્રૌઢ પેઢી ભાંગી પડી. = વર્ણાનુપ્રાસ
પરમાર્થી પરાક્રમી ઘણો,પર મુલકમાં પરવરે. = વર્ણસગાઈ
પાટુંપ્રહારે પૃથ્વી પર પાડયો. = વર્ણાનુપ્રાસ
પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે ગયા. = વર્ણસગાઈ
પારકું પાતક પોતા ઉપર ઓઢી લીધું. = વર્ણાનુપ્રાસ
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરાને અવર સૌ.= વર્ણાનુપ્રાસ
ફાગણે ફૂલડાં ફોરમ ફોરાવે. = વર્ણસગાઈ
બાંધવ શ્રી બળદેવનો બળિયો. = વર્ણાનુપ્રાસ
ભજ રે ભજ તું ભૂતળમાં. = વર્ણાનુપ્રાસ
ભૂખથી ય ભૂંડી ભીખ છે. = વર્ણાનુપ્રાસ
મઘવાદિક પણ મોત મરે,કોણ માત્રમાં માનવી ? = વર્ણાનુપ્રાસ
માડી મીઠી સ્મિત મધુરને ભવ્ય મૂર્તિ પિતાજી. = વર્ણસગાઈ
માથે મેવાડી મોળિયો બિરાજે,ખંભે ખંતીલો ખેસ. = વર્ણસગાઈ
મીઠા મધુર ને મીઠા મેહુલા રે લોલ. = વર્ણસગાઈ
મુખ મરકાવે માવડલી. = વર્ણસગાઈ
મૂરખ મનમાં મોટા રે, અજાણ્યે ઉતારણ આણે. = વર્ણસગાઈ
મેરુ રે ડગે ને જેનાં મનનો ડગે. = વર્ણાનુપ્રાસ
રાધા રાસ રમે છે. = વર્ણાનુપ્રાસ
રામ કહો,રહમાન કહો કોઉ,કાન્હ કહે રહિમાન રી. = વર્ણાનુપ્રાસ
લગન લગાડી આગ. = વર્ણાનુપ્રાસ
લટકાળા તારે લટકે રે લેરખડા હું લાંભાણી. = વર્ણાનુપ્રાસ
લાંબું લખીએ તો લેખિની પણ સુકાઈ જવી જોઈએ. = વર્ણાનુપ્રાસ
લેશ ન લીધો લલિત ઉરનો લ્હાવો જો. = વર્ણાનુપ્રાસ
લોકો એમની માનતા માની માનીને એમને જંપવા પણ દે કે ! = વર્ણાનુપ્રાસ
વાગે છે રે વાગે છે,વૃંદાવન મોરલી વાગે છે. = વર્ણાનુપ્રાસ
વાઘને વળી વળાવિયા કેવો ! = વર્ણાનુપ્રાસ
વિપત પડયે ન વલખીએ,વલખે વિપત ન જાય. = વર્ણાનુપ્રાસ
વિપદ પડે વણસે નહિ. = વર્ણાનુપ્રાસ
શશીમુખ સરખું સુખ પાસે. = વર્ણાનુપ્રાસ
સાંકળી શેરીમાં સસરો સામા મળ્યા રે લોલ. = વર્ણસગાઈ
સુનાં સ્થાનો સજીવન થયાં,સાંભળું કંઠ જૂના = વર્ણાનુપ્રાસ
સોબતી સિધાવ્યાથી સિધાવ્યાનો સમય હવે. = વર્ણાનુપ્રાસ
સ્નેહીના સૌજન્યને શોભે એવી શીલાએ શાંતિ જાળવી. = વર્ણાનુપ્રાસ
સ્વાર્થ નું સૌ સગું. = વર્ણાનુપ્રાસ
હળવે હળવે હરજી,મારે મંદિરે આવ્યા રે . = વર્ણાનુપ્રાસ
ગુજરાતી વ્યાકરણ ( Gujarati Vyakaran )
Gujarati Vyakaran : ગુજરાતી વ્યાકરણના અન્ય મુદ્દા અંગે વિસ્તૃત માહિતી માટે નીચે આપેલ મુદ્દા પર ક્લિક કરો.
1. ગુજરાતી વ્યાકરણ - સંજ્ઞા [ વધુ વાંચો.... ]
2. શબ્દસમૂહ માટે એક શબ્દ [ વધુ વાંચો.... ]
3. રૂઢિપ્રયોગ અંગે સંપૂર્ણ માહિતી [ વધુ વાંચો...... ]
4. સમાનાર્થી શબ્દો [ વધુ વાંચો..... ]
5. વાકયના પ્રકારો [ વધુ વાંચો...... ]
થોડા વધું ઉદાહરણ આપો
જવાબ આપોકાઢી નાખો