વિષય :- વિજ્ઞાન ધોરણ :- ૮ સત્ર :- ૧ પાઠ : ૨ સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
std 8 sci. unit 2 microorganisms:friend and foe ( સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ ) part 2
ઉપયોગી સૂક્ષ્મજીવો
- દહી,બ્રેડ તેમજ કેક બનાવવા માટે ઉપયોગી છે.
 - પ્રાચીન કાળમાં સૂક્ષ્મજીવો નો ઉપયોગ આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવતો હતો .
 - પર્યાવરણ ને સ્વચ્છ રાખવા માટે થાય છે.
 - જેમકે કાર્બનિક કચરો ( શાકભાજી,પ્રાણી,અવશેષ, મળ વગેરે ) નું વિઘટન બેક્ટેરિયા દ્વારા કરી બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં ફેરવવામાં આવે છે.
 - જમીનની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગી થાય છે.
 
 દહી અને બ્રેડ બનાવવા
- લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધ માંથી દહી બનાવવા જરૂરી મુખ્ય છે.
 - ઇડલી અને ઢોંસાના ખીરામાં આથવણ લાવવા માટે બેક્ટેરિયા અને યીસ્ટ મદદ કરે છે.
 - યીસ્ટ જડપથી વિભાજન પામે છે. અને વિભાજન દરમિયાન કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન કરે છે.
 - કેક , બ્રેડ , પ્રેસટીઝ ની બનાવટ માં બેકિંગ ઉધોગોમાં યીસ્ટ મુખ્ય આધાર ભૂત છે.
 
સૂક્ષ્મજીવોનો વ્યાપારિક ઉપગોગ
- આલ્કોહોલ અને વિનેગર ના વ્યાપારિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો નો ઉપયોગી છે.
 - શર્કરા માથી આલ્કોહોલ ના ઉત્પાદનમાં યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.
 - શર્કરા માથી આલ્કોહોલ માં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહેવાય છે.
 - લુઈ પાશ્વરે આથવણ ની શોધ કરી.
 
સૂક્ષ્મજીવોનો ઔષધિય ઉપગોગ
- હાનિકારક સૂક્ષ્મજીવો ની શરીર મા થતી વૃધ્ધિ અને વિકાસ અટકાવે તેને એન્ટિબાયોટિક્સ કહેવાય છે.
 - સામાન્ય રીતે સ્ટ્રેપટોમાઈસીન , ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસીન સામાન્ય ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક્સ છે.
 
રસી બનાવવા ઉપયોગી સુક્ષમજીવો
- રસી એ એક પ્રકારના સૂક્ષ્મબેક્ટેરિયા જ છે. જે મૃત અવસ્થા માં આપના શરીર માં દાખલ કરવામાં આવે છે. જેથી આપણું શરીર રોગ સામે કઈ રીતે લડવું તેનાથી તૈયાર થાય છે.
 - રોગકારક સૂક્ષ્મજીવો થી બચવા રસી આપવામાં આવે છે.
 - કોલેરા , શીતળા , TB , કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે.
 - શીતળા માટે રસી ની શોધ એડવર્ડ જેનરે કરી હતી.
 - નાના બાળક ને પીવડાવવામાં આવતા પોલિયા ના ટીપાં એ પણ એક રસી જ છે.
 
સૂક્ષ્મજીવોનો જમીનની ફળદ્રુપતા વધારવા ઉપગોગ
- કેટલાક બેક્ટેરિયા વાતાવરણ માં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે.
 - આ પ્રકારે જમીનની ફળદ્રુપતા માં વધારો થાય છે.
 
સૂક્ષ્મજીવોનો પર્યાવરણ શુધ્ધ કરવા ઉપગોગ
- બેક્ટેરિયા એ કાર્બનિક કચરનું વિઘટન કરી ખાતર માં ફેરવે છે.
 - કાર્બનિક કચરો :- ફળ , શાકભાજી , છાલ , મળ , પ્રાણીના અવશેષ વગેરે .....................
 
આગળ નો પાઠ બીજા ભાગ માં છે જે આગળ મુકવામાં આવશે

