વિષય :- વિજ્ઞાન ધોરણ :- ૮ સત્ર :- ૧ પાઠ : ૨ સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
સૂક્ષ્મજીવો
જેને સજીવોને અપણે નરી આંખે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહેવાય.
સૂક્ષ્મજીવોને મુખ્ય ચાર વિભાગોમાં વિભાજીત કરવામાં આવે છે.
- બેક્ટેરિયા
- ફૂગ
- પ્રજીવ
- લીલ
* વાઇરસ
વાઇરસ એ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે.
વાઇરસ થી થતા કેટલાક સામાન્ય રોગો
- શરદી
- ઇન્ફ્લુએન્ઝા
- ઉધરસ
- પોલીઓ
- અછબડા
* પ્રજીવ થી થતા રોગ
- ઝાડા
- મેલેરિયા
* બેક્ટેરિયા થી થતા રોગ
- ટાઈફોઈડ
- ક્ષય ( ટ્યુબરક્યુલોસિસ / TB )
કેટલાક ઉદાહરણો
# લીલ ના ઉદાહરણો :- ક્લેમીડોમોનસ , સ્પયારોગયરા
# પ્રજીવ ના ઉદાહરણો :- અમીબા , પેરમીશીયમ
# ફૂગ ના ઉદાહરણનો :- બ્રેડ મોલ્ડ , પેનીસીલીયમ , એસ્પરજીલસ
સૂક્ષ્મજીવો ક્યાં રહે છે?
- સૂક્ષ્મજીવો એકકોષી અને બહુકોષી હોઈશકે છે.
- બર્ફીલી ઠંડી , ગરમ પાણી , રણ કે દલ દલ યુક્ત વિસ્તાર જેવા દરેક વિસ્તાર માં રહી શકે છે.
- મનુષ્ય સહીત ના તમામ પ્રાણીઓના શરીર માં આ સૂક્ષ્મજીવો વસવાટ કરીશકે છે.
સૂક્ષ્મજીવો અને આપણે
- સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવે છે.
- તેમાંથી કેટલાક આપણા માટે લાભદાઈ તો કેટલાક હાનીકારક અને રોગકારક છે.
આગળ નો પાઠ બીજા ભાગ માં છે જે આગળ મુકવામાં આવશે