s.s. std 8(સેમ 1) ભારતમાં યુરોપીયન પ્રજાનું આગમન / s.s. std 8 (Sem 1) Arrival of European people in India

kishanbavaliya.blogspot.com
Free Education

ભારતમાં યુરોપીયન પ્રજાનું આગમન

ક્રિસ્ટોફર કોલંબસ 

 


  • તે ઈટાલી નો રહેવાશી હતો.
  • ઇ.સ.1492 માં ભારત આવવા નીકળ્યો હતો; પરંતુ આકસ્મિક રીતે અમેરિકા જઇ ચડ્યો અને જીવ્યો ત્યાં સુંધી પોતાને હિંદુસ્તાન નો શોધક માણતો રહ્યો.
  • આજે પણ ત્યના મૂળ લોકોને 'રેડ ઇન્ડિયન' તરીકે ઓળખવામાં આવે છે.

  • કિનારા ના ટાપુ પરના લોકોને 'વેસ્ટ ઈન્ડિઝ' તરીકે ઓળખવામાં આવે છે.


પોર્ટુગીઝો ની સત્તા 

સ્થાપક અને ભારત નો શોધક વાસ્કો-દ-ગામા 

  • 22મી મે,1498 ના રોજ તે કાલિકટ બંદરે પહોચ્યો હતો.
  • ત્યના રાજા ઝામોરિન હતા તેમણે વેપાર માટેની છૂટ આપી . 
  • ઇ.સ. 1502 માં પોર્તુગિઝો એ પેલી વેપારી કોઠી કાલિકટ માં સ્થાપી .
  • ઇ.સ. 1506 માં ગોવા જીતી લીધું.
  • સો વર્ષમાં કોચી,લંકા,દીવ,ગોવા અને મુંબઈ પોતાના નિયંત્રણ માં લાવી શક્યા.

પોર્ટુગીઝ સત્તાનો અંત .

  • સત્તરમી સદી ના શરૂઆત માં શાહજહા દિલ્હી ની ગાડી પર હતો .
  • બંગાળ ના સુબા ઓએ શાહજહા ને એમના વિરુદ્ધ ફરિયાદ કરી તેથી બાદશાહ ના ફરમાન થી હુગલીની કોઠી તોડી પાડવામાં આવી આમ પોર્ટુગીઝ સત્તાનો અંત થયો .
  • તેમની સત્તા દીવ,દમણ,ગોવા પૂરતી સીમિત રહી.

ડચ લોકો 

  • 16મી સદી ના અંતભાગ માં હોલેન્ડ (હાલ નું નેધરલેંડ) ના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે ભારત આવ્યા .
  • પરંતુ તે અંગ્રેજોએ સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં.

ફ્રેંચ લોકો 

  • તેમણે 'ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા' કંપનીની સ્થાપના ઇ.સ. 1664 માં કરી.
  • તેમણે સુરત,પૉંડિચેરીમાં કોઠીઑ સ્થાપી .
  • પરંતુ તે પણ અંગ્રેજોએ સામે ટકી શક્યા નહીં.

ભારત પર અંગ્રેજોનું શાસન 

  • ઇ.સ. 1600 માં ઈંગ્લેન્ડ ના રાની એલિઝાબેથના સમયમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના થઈ.
  • 1608માં પહેલું અંગ્રેજ જહાજ સુરત બંદરે આવી પહોચ્યું.
  • ભારત ની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ કપ્તાન હોકિન્સ હતો.
  • શાહજહા એ બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી .
  • ઇ.સ. 1651માં હુગલી નદી ના કાઠે વેપાર કરવાની શરુવાત કરી.
  • ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણી ના બદલામાં કરવેરા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી.
  • જેના પરિણામે વાદવિવાદ વધતાં ગયા અને અંતે પ્લાસી નું યુદ્ધ થયું.

પ્લાસી નું યુદ્ધ 

  • 1756માં સિરાજ-ઉદ્દ-દૌલા બંગાળ નો નવાબ બન્યો.
  • શરતો નું પાલન કરી વેપાર કરવાનું કહેતા અંગ્રેજ ન માન્ય તેથી પોતાના 30000 સૈનિકો સાથે અંગ્રેજોપર હુમલો કર્યો.
  • અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવ ની આગેવાની હેઠળ વળતો હુમલો કરી સિરાજ ના સેનાપતિને નવાબ બ્નવવાની લાલચ આપી અને દગાથી સિરાજ-ઉદ્દ-દૌલા નું ખૂન કર્યું .
  • ભારત માં કંપનીની આ પહેલી લડાઈ હતી .
  • ત્યારથી અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો.

બકસરની લડાઈ 

  • પ્લાસી ના યુદ્ધ પછી બંગાળ નો નવાબ મીરજાફર બન્યો.
  • મીરજાફરે કેટલીક બાબતોમાં કંપનીનો વિરોધ કર્યો આથી કંપનીએ મિર કસીમ ને નવાબ બનાવ્યો .
  • પરંતુ તે કંપનીને વધારે હેરાન કરવા લાગ્યો.
  • આથી કંપનીએ ઇ.સ.1764 માં બકસર ની લડાઈ કરી અને મીરજાફર ને ફરીથી નવાબ બનાવ્યો. 

સામાજિક વિજ્ઞાન ના યુનિટ 1 ના આધારિત ટેસ્ટ આપેલી છે .
આ ટેસ્ટ આપવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો .


kishanbavaliya.blogspot.com

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!