Std 8 || Sem 1|| Science || Unit 5 || કોલસો અને પેટ્રોલિયમ ( Coal and Petroleum)


kishanbavaliya.blogspot.com
Free Education

Std 8
Sem 1
Science 
Unit 5

 કોલસો અને પેટ્રોલિયમ ( Coal and Petroleum)

Part :- 1

# સંસાધનોના મુખ્ય બે પ્રકાર છે.

1. કુદરતી સંસાધનો 
2.માનવ સર્જિત સંસાધનો

# કુદરતી સંસાધનો ના બે પ્રકાર પાડી શકાય છે.

A. પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો
B. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો

A.  પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો

આ સંસાધનો  પૃથ્વી પર ખૂબ જ માત્રામાં રહેલા હોય છે તેને માનવની પ્રવૃત્તિઓ દ્વારા ખલાસ થઈ જતા નથી.
 ઉદાહરણ :-  સૂર્યપ્રકાશ , હવા

B. પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો

આવા સંસાધનો પૃથ્વી પર મર્યાદિત પ્રમાણમાં હોય છે જેના ઉપયોગ વડે ભવિષ્યમાં તે ખલાસ થઈ શકે છે.
 ઉદાહરણ  :-જંગલો , વન્ય જીવો , ખનીજો,  કોલસો , પેટ્રોલિયમ , કુદરતી વાયુ વગેરે

અશ્મિબળતણ 

સજીવોના મૃતદેહોના અવશેષો હાથી બનેલા બળતણ ને અશ્મિબળતણ કહેવાય છે.
કોલસો અને પેટ્રોલિયમ એ અશ્મિ બળતણ છે.

@ કોલસો ( Coal )

ઘણા સમય પહેલા જ્યારે કોઈ કારણસર જંગલો જમીનની અંદર દટાઈ ગયા તેના કારણે તેના ઉપર ખૂબ જ દબાણ આવ્યું અને તાપમાનમાં પણ વધારો થયો ઊંચા દબાણ અને તાપમાન ના લીધે મૃત વનસ્પતિ કોલસામા ફેરવાઈ .
મૃત વનસ્પતિના કોલસા માં રૂપાંતરણની પ્રક્રિયાને  carbonization કહેવામાં આવે છે.
કોલસોએ વનસ્પતિના અવશેષોમાંથી બનેલો હોવાથી તેને અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે.

કોલસાને હવામાન સળગાવવામાં આવે ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે અને કેટલાક ઉપયોગી પદાર્થો કોક કોલટાર અને કોલગેસ મળે છે


* Coke કોક

        કોક એ સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે તે કોલસાનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. કોક નો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણ માં થાય છે.

* Coal tar કોલટાર

   કોલટાર એ કાળુ , ઘટ્ટ તથા અણગમતી વાસ વાળું પ્રવાહી છે. તે લગભગ ૨૦૦ જેટલા પદાર્થોનું મિશ્રણ છે. તેમાંથી મળતી નીપજો નો ઉપયોગ સંશ્લેષિત રંગો , દવાઓ , વિસ્ફોટકો અને પ્લાસ્ટિક પેઈન્ટ તેમજ છત બનાવવામાં વપરાય છે. જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામર ની ગોળી પણ કોલટાર માંથી જ બને છે.

Coal gas કોલગેસ

 કોલસા માંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ કારખાનાઓમાં બળતણ તરીકે થાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!