Std 8
Sem 1
Science
Unit 5
કોલસો અને પેટ્રોલિયમ ( Coal and Petroleum)
Part :- 2
# પેટ્રોલિયમ ( Petroleum )
દરિયાની અંદર રહેતા જીવો મૃત્યુ પામે કે કોઈ કારણસર જમીનની અંદર દટાઈ જાય છે. ત્યાર પછી હવાની ગેરહાજરીમાં તેમજ ઊંચા તાપમાન અને દબાણ ને લીધે મૃતજીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ માં ફેરવાય છે.
©. પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે .
®. તે અણગમતી વાસ ધરાવે છે.
©. તેની અંદર પેટ્રોલ , ડીઝલ , ઊંજણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ હોય છે.
®. તેને પેટ્રોલિયમ રિફાઇનરી માં શુદ્ધ કરવામાં આવે છે .
©. અને તેમાંથી વિવિધ ઘટકો મેળવવામાં આવે છે જે ઘટકોનો અનેક જગ્યાએ ઉપયોગ થાય છે આવા ઉદ્યોગો ને પેટ્રોકેમિકલ્સ કહેવાય છે.
®. પેટ્રોલિયમના ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપાર ને કારણે તેને કાળુ સોનુ ( બ્લેક ગોલ્ડ )તરીકે પણ ઓળખવામાં આવે છે.
# કુદરતી વાયુ ( Natural gas )
કુદરતી વાયુ એ ખૂબ જ અગત્યનું અશ્મિબળતણ છે. તેને દબાણ યુક્ત કુદરતી વાયુ એટલે કે કમ્પ્રેસર નેચરલ ગેસ ( સીએનજી ) તરીકે પણ ઓળખવામાં આવે છે. આજકાલ વાહનોમાં પણ તેનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. સીએનજી ને શુદ્ધ બળતણ તરીકે ઓળખવામાં આવે છે.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબો આપો
1. કોલસા , પેટ્રોલિયમ અને કુદરતીવાયુ ને પ્રયોગશાળામાં બનાવી શકાય ? કેમ?
Answer :- ના,
કોલસો , પેટ્રોલિયમ અને કુદરતી વાયુ બનાવટ અતિ ધીમી પ્રક્રિયા છે તેમજ એના માટે જરૂરી પરિસ્થિતિનું નિર્માણ પ્રયોગશાળામાં કરવું શક્ય નથી તેથી પ્રયોગશાળામાં બનાવી શકાય નહીં.
2. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશ નું નામ જણાવો?
Answer :- બિટુમીન
3. પેટ્રોલિયમ માંથી વિવિધ ઘટકો છુટા પાડવાની પ્રક્રિયા ને શું કહેવાય છે?
Answer:- શુદ્ધિકરણ
4. કાર્બન નું શુદ્ધ સ્વરૂપ કોને કહેવાય છે?
Answer:- કોક
5. કોલટાર માં લગભગ કેટલા પદાર્થોનું મિશ્રણ હોય છે ?
Answer:- ૨૦૦ જેટલા
6. શુદ્ધ બળતણ તરીકે કયા અશ્મિબળતણ ને ઓળખવામાં આવે છે?
Answer:- સીએનજી
7. કોલસાનો ઉપયોગ કઇ કઇ જગ્યાએ થાય છે?
Answer:- કોલસા નો ઉપયોગ રસોઈ માટે વપરાતા બળતણમાં , રેલ્વે એન્જિનો માં , તાપવિદ્યુત મથકો માં અને કેટલાક ઉદ્યોગોમાં બળતણ તરીકે થાય છે.
8. વનસ્પતિ માંથી કોલસો બનવાની પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે?
Answer:- carbonization
9. સીએનજીનું પૂરું નામ?
Answer:- કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
10. પેટ્રોલ અને ડીઝલની બચત માટે ભારતની કઇ સંસ્થા કાર્યરત છે?
Answer:- ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન ( pcra )