ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 રેસાથી કાપડ સુધી સોલ્યુસન | STD 7 Science Chapter 3 Fiber to Fabric Solution

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 રેસાથી કાપડ સુધી સોલ્યુસન | Science Chapter 3 Fiber to Fabric Solution

Fiber to Fabric Solution : ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 રેસાથી કાપડ સુધી સોલ્યુસન માં સંપૂર્ણ પાઠની સમજ આપવામાં આવેલ છે. સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુસન પણ અહી આપેલ છે.
STD 7 Science Chapter 3 Fiber to Fabric Solution
STD 7 Science Chapter 3 Fiber to Fabric Solution

અહી આ chapter 3 માં આપણે કેટલાક શૈક્ષણિક મુદ્દા સ્પષ્ટ કરવાના છે.
  • કુદરતી રેસા
  • કૃત્રિમ / માનવસર્જિત રેસા
  • ઉન
  • રેશમ
વગેરે શૈક્ષણિક મુદ્દા આપવામાં આવેલ છે.

રેસાથી કાપડ સુધી સોલ્યુસન જ શા માટે

  • પાઠ્યપુસ્તક ના સ્વાધ્યાય ના આદર્શ જવાબો
  • સંપૂર્ણ પાઠ / chapter ની સરળ સમજૂતી
  • સ્પષ્ટ અને નામનિર્દેશ આકૃતિ
  • mcq type Questions

Science Chapter 3 Fiber to Fabric Solution

અહી આપણે રેસાથી કાપડ સુધી નો અભ્યાસ કરવાના છીએ...
રેસાના મુખ્ય 2 પ્રકારોમાં વિભાજિત કરવામાં આવેલ છે.
  1. કુદરતી રેસા 
  2. કૃત્રિમ રેસા
કુદરતી રેસા :: જે રેસા કુદરતી રીતે પ્રાપ્તથાય છે, તેના પર થોડી પ્રક્રિયા કરી ઉપયોગ કરવા લાયક બનાવી શકાય છે તેને કુદરતી રેસા કહેવાય છે.
આ રેસા ને 2 ભાગમાં વહેચી શકાય છે.
  1. પ્રાણી દ્વારા પ્રાપ્ત રેસા
  2. વનસ્પતિ દ્વારા પ્રાપ્ત રેસા
ઊન અને રેશમ પ્રાણીજ રેસા છે, મતલબ તે પ્રાણીઓ પાસેથી પ્રાપ્ત કરવામાં આવે છે.
નીચે કેટલાક પ્રાણીઓની યાદી આપેલ છે જેમથી આપણને ઊન મળે છે.
  • ઘેટાં (sheep )
  • બકરા ( goat )
  • યાક ( yak )
  • ઊંટ ( camel )
સુંવાળા વાળ ધરાવતા ઘેટાં ઉત્પન્નકરવા પિતૃ પસંદગીની પ્રક્રિયાને 'પસંદગીલક્ષી સંવર્ધન' કહે છે.
તિબેટ અને લદાખ જેવા પ્રદેશોમાં યાક પ્રાણીનું ઊન પ્રચલિત છે.
જમ્મુ અને કશ્મીર વિસ્તારોમાં જોવા મળતી અંગોરા બકરીનું અંગોરા ઊન પ્રચલિત છે.
નીચે કેટલીક ઘેટાની ભારતીય પ્રજાતિ આપેલ છે.
  • લોહી
  • રામપુર બુશાયર, 
  • નાલિ, 
  • બાખરવાલ, 
  • મારવાડી, 
  • પાટનવાડી

ઊન માંથી રેસા નિર્માણ ના સોપાનો

પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત ઊન માંથી રેસા અને ઉપયોગ કરવા લાયક કાપડ બનાવવા 6 સોપાન પસાર કરવાના હોય છે.
  • કાતરણી
  • ઘસવાની પ્રક્રિયા
  • વર્ગીકરણ ક્રિયા
  • ફરી ઘસવાની ક્રિયા અને સુકવણી
  • રંગવાની પ્રક્રિયા
  • કાંતવાની ક્રિયા

રેશમ નિર્માણ ની ક્રિયા

રેશમના કીડા રેશમના રેસાઓનું નિર્માણ કરે છે. રેશમ પ્રાપ્ત કરવા માટે રેશમના કિડાઓનો ઉછેર કરવો તેને 'સેરિકલ્ચર' કહેવાય છે.
આ પ્રક્રિયા દરમિયાન રેશમના કિડાના જીવનચક્રની ચાર અવસ્થાઓ છે.
  • ઈંડું
  • ડિંભ
  • પ્યુપા
  • રેશમનો કીડો
આ રરેશમની ઇયળ શેતૂર ના વૃક્ષ પર વૃધ્ધિ પામે છે. 
રેશમ નો ઉદ્યોગ ચીનમાં શરૂ થયો હતો.

Science Chapter 3 Fiber to Fabric Solution | રેસાથી કાપડ સુધી સ્વાધ્યાય સોલ્યુસન

રેસાથી કાપડ સુધી સ્વાધ્યાય સોલ્યુસન અહી આપેલ છે. આ તમામાં પ્રશ્નોનાં સરળ જવાબ આપેલ છે. Science Chapter 3 Fiber to Fabric Solution

પ્રશ્ન : 1 નીચેના પ્રશ્નોનાં જવાબ આપો :

1. બ્લેક શીપના શરીરના ક્યાં ભાગમાં ઊન હોય છે ?

જવાબ : બ્લેક શિપના શરીરના વાળમાં ઊન હોય છે.

2. ઘેટાના શરીરની સફેદ રુંવાટી નો અર્થ શો છે ?

જવાબ : બરફ જેવા સફેદ રંગના મુલાયમ વાળ

પ્રશ્ન : 2 રેશમનો કીડો (a) કેટરપિલર (b) ડિમ્ભ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

A. a
B. b
C. a અને b બંને
D. a અને b માંથી એકપન નહીં

જવાબ : C. a અને b બંને

પ્રશ્ન : 3 નીચે આપેલા પ્રાણીઓ માંથી ક્યૂ પ્રાણી ઊન આપતું નથી ?

A. યાક
B. ઊંટ
C. બકરી
D. ઘટ્ટ વાળ વાળો કૂતરો

જવાબ : D. ઘટ્ટ વાળ વાળો કૂતરો

પ્રશ્ન : 4 નીચે આપેલ શબ્દોનો અર્થ સમજાવો 

અહી નીચે કેટલાક શબ્દો છે તે શબ્દોનો અર્થ સમજાવવાનો છે.

1. પાલન

જવાબ : વ્યાપારી ધોરણે ઉપયોગી પ્રાણીઓને પાળવા, ખોરાક આપવો અને તેમનો ઉછેર કરવાની ક્રિયાને પાલન કહેવાય છે.

2. ઊન ઊતરવું 

જવાબ : ઘેટાં ના શરીર પરથી પાતળી ચામડી સહિત રુવાંટીને કાપીલેવાની ક્રિયાને ઊન ઊતરવું કહેવાય છે.

3. રેશમના કિડાનો ઉછેર ( સેરિકલ્ચર )

જવાબ : મોટા પાયે રેશના ઉત્પાદન માટે રેશમના કિડાનો ઉછેર કરવાની પધ્ધતિને સેરિકલ્ચર કહેવાય છે.

પ્રશ્ન : 5 ઊન બનાવવાના વિવિધ સોપાન આપેલ છે જેને ક્રમબધ્ધ ગોઠવો :

જવાબ : ઊન ઊતરવું, ઘસવાની ક્રિયા, વર્ગીકરણ, સુકવવાની પ્રક્રિયા, રંગવાની પ્રક્રિયા, કાંતવાની પ્રક્રિયા

પ્રશ્ન : 6 રેશમના ઉત્પાદનના અનુસંધાનમાં, રેશમના કિડાના જીવન ચક્રના બે અવસ્થાના ચિત્ર દોરો

જવાબ :
STD 7 Science Chapter 3 Fiber to Fabric Solution
STD 7 Science Chapter 3 Fiber to Fabric Solution



પ્રશ્ન : 7 નીચે આપેલા શબ્દોમાં ક્યાં બે શબ્દો રેશમના ઉત્પાદન સાથે સંકળાયેલા છે ?

જવાબ : રેશમના કીડાનો ઉછેર, શેતૂરની ખેતી

પ્રશ્ન: 8 યોગ્ય બને એ રીતે જોડકા જોડો:

STD 7 Science Chapter 3 Fiber to Fabric Solution
જવાબ
ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 રેસાથી કાપડ સુધી સોલ્યુસન | STD 7 Science Chapter 3 Fiber to Fabric Solution
STD 7 Science Chapter 3 Fiber to Fabric Solution


પ્રશ્ન : 9 આપેલા પ્રકરણ પર આધારિત એક ક્રોસવર્ડ કોઈડો આપેલ છે, તે યોગ્ય રીતે પૂરો:
જવાબ : ધોરણ 7 વિજ્ઞાન પાઠ 3 રેસાથી કાપડ સુધી સોલ્યુસન
STD 7 Science Chapter 3 Fiber to Fabric Solution
STD 7 Science Chapter 3 Fiber to Fabric Solution


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!