વાંચવા જેવા ગુજરાતી પુસ્તકોના લેખકો
સાહિત્ય ના ક્ષેત્રે ગુજરાતી ભાષાનું ઘણું મહત્વ રહેલું છે. આ ગુજરાતી પુસ્તકોના લેખકો અંગેની અહી માહિતી આપેલ છે.
ગુજરાતી સાહિત્યના પુસ્તકોના લેખકો
સાહિત્યમાં ઘણું નામ કારીગયેલા ગુજરાતી પુસ્તકોના લેખકોની યાદી ઘણી મોટી છે, પરંતુ અહી, કેટલાક જાણીતા લેખકો જેવાકે કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, મનુભાઈ પંચોલી, સુરસિંહજી ( કલાપી ) જેવા ઘણા નમી અને અનામી ગુજરાતી પુસ્તકોના લેખકો ગુજરાત માં ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપીને ગયા છે.
વાંચવા જેવા ગુજરાતી પુસ્તકોના લેખકો ની યાદી
અહી નીચે ગુજરાતી સાહિત્ય ના વાંચવા જેવા ગુજરાતી પુસ્તકોના લેખકો ની યાદી અહી આપેલ છે.
આ પણ વાંચો : ગુજરાતી સાહિત્યની કેટલીક જાણીતી પંક્તિઓ
ક્રમ | પુસ્તકનું નામ | લેખકનું નામ |
---|---|---|
1 | અમાસના તારા | કિસનસિંહ ચાવડા |
2 | અમૃતા | રઘુવીર ચૌધરી |
3 | અમે બધા | જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા |
4 | અલગારી રખડપટ્ટી | રસિક ઝવેરી |
5 | અશ્રુઘર | રાવજી પટેલ |
6 | આગગાડી / ગઠરિયાં શ્રેણી | ચંદ્રવદન મહેતા |
7 | આપણો વારસો અને વૈભવ | મનુભાઈ પંચોળી ‘દર્શક |
8 | આંગળિયાત | જોસેફ મૅકવાન |
9 | ઇંદુલાલ ગાંધીની આત્મકથા – ભાગ 1-6 | ઇંદુલાલ ગાંધી |
10 | ઉપરવાસ – સહવાસ – આંતરવાસ | રઘુવીર ચૌધરી |
11 | ઊર્ધ્વમોલ / અસૂર્યલોક | ભગવતીકુમાર શર્મા |
12 | એકોતેર શતી | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. ઉમાશંકર જોશી |
13 | કલાપીનો કાવ્યકલાપ | સુરસિંહજી ગોહિલ |
14 | કૃષ્ણ અને માનવસંબંધો / માધવ ક્યાંય નથી | હરિન્દ્ર દવે પ્રવીણ |
15 | ગુજરાતનો નાથ | કનૈયાલાલ મુનશી |
16 | ગ્રામ્યલક્ષ્મી – ભાગ 1-4 | રમણલાલ વ. દેસાઈ |
17 | ઘડતર અને ચણતર | નાનાભાઈ ભટ્ટ |
18 | છબી ભીતરની | અશ્વિન મહેતા |
19 | જનાન્તિકે | સુરેશ જોશી |
20 | જન્મટીપ | ઈશ્વર પેટલીકર |
21 | જય સોમનાથ | કનૈયાલાલ મુનશી |
22 | જીવનનું પરોઢ (સંક્ષેપ) | પ્રભુદાસ ગાંધી |
23 | જીવનનો આનંદ | કાકા કાલેલકર |
24 | જ્યોતીન્દ્ર તરંગ | જ્યોતીન્દ્ર દવે |
25 | ઝેર તો પીધાં છે જાણી જાણી | મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
26 | વિદિશા | ભોળાભાઈ પટેલ |
27 | દરિયાલાલ | ગુણવંતરાય આચાર્ય |
28 | દિવ્ય ચક્ષુ | રમણલાલ વ. દેસાઈ |
29 | દીપનિર્વાણ | મનુભાઈ પંચોળી ‘દર્શક’ |
30 | દુખિયારા | વિક્ટર હ્યુગો, અનુ. મૂળશંકર ભટ્ટ |
આ પણ વાંચો : ગુજરાતી સાહિત્યની કેટલીક જાણીતી પંક્તિઓ
વાંચવા જેવા ગુજરાતી પુસ્તકોના લેખકો
આપવામાં આવેલ ગુજરાતી પુસ્તકોના લેખકો અંગેની માહિતી તમને પસંદ આવી હશે આવી અન્ય માહિતી માટે KISHAN BAVALIYA Blog ની મુલાકાત લેતા રહેવું.