STD 7 Science Chapter 4 Heat | ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા

STD 7 Science Chapter 4 Heat | ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા : STD 7 Science Chapter 4 Heat અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે. તમજ સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નોનાં જવાબ પણ આપવામાં આવેલ છે.

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ના સંપૂર્ણ સ્વાધ્યાયના પ્રશ્નોની સરળ ભાષામાં સમજૂતી આપેલ છે. વિદ્યાર્થીને પરીક્ષામાં તૈયારી કરવા માટે આ ખુબજ ઉપયોગી બની રહે છે.

STD 7 Science Chapter 4 Heat | ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા


ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા શૈક્ષણિક મુદ્દા : STD 7 Science Chapter 4 Heat

STD 7 Science Chapter 4 Heat ના કેટલાક શૈક્ષણિક મુદ્દા અંગે અહી વાત કરવામાં આવેલ છે તે સમજીએ.

1. ઠંડુ ( Cold ) અને ગરમ ( Hot )

2. તાપમાનનું માપન

3. પ્રયોગશાળા માં વપરાતું થરમૉમિટર

4. દવાખાનામાં વપરાતું થરમૉમિટર

5. ઉષ્મા પ્રસરણ ( Transfer of Heat ) ની રીતો.

6. ઉનાળો અને શિયાળા ના પહેરવેશ.

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા શૈક્ષણિક મુદ્દા

ધોરણ 7 વિજ્ઞાન ઉષ્મા પાઠ ની ટેસ્ટ આપવા ક્લિક કરો

STD 7 Science Chapter 4 Heat | ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા : STD 7 Science Chapter 4 Heat માંથી કેટલાક યાદ રાખવા જેવા મુદ્દા અહી આપવામાં આવેલ છે.

આ મુદ્દા પરીક્ષામાં ખૂબ ઉપયોગી બની રહે તે હેતુ થી આપવામાં આવેલ છે.


તાપમાન : કોઈ પદાર્થની ઠંડા કે ગરમપણા ની માત્રાને તાપમાન ( Temperature ) કહે છે.

પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો તે તે પદાર્થના તાપમાન પરથી કહી શકાય છે.

ઉષ્મા ( Heat ) આપવાથી પદાર્થનું તાપમાન વધે છે.

ઉષ્મા ( Heat ) શોષી લેવાથી પદાર્થનું તાપમાન ઘટે છે.

વસ્તુનું તાપમાન માપવાના સાધનને થરમૉમિટર કહેવાય છે.

જે થરમૉમિટર નો ઉપયોગ શરીરનું તાપમાન માપવામાં થાય છે તેને 'ક્લિનિકલ થરમૉમિટર' અથવા ડોક્ટર નું થરમૉમિટર કહેવાય છે.

ક્લિનિકલ થરમૉમિટર વડે 35 °C થી 42 °C સુંધી નું તાપમાન માપી શકાય છે. જો આ તાપમાન ને ફેરનહિટ માં ફેરવવામાં આવે તો 94 °F થી 108 °F થાય છે.

માનવશરીરનું સામાન્ય તાપમાન 37 °C ( 98.6 °F ) હોય છે.

પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટરને 'લેબોરેટરી થરમૉમિટર' કહેવાય છે.

લેબોરેટરીમાં વપરાતા થરમૉમિટર વડે -10 °C થી 110 °C સુંધી તાપમાન માપી શકાય છે.

થર્મોમીટરમાં પારો ( મરકયુરી - mercury ) ભરેલ હોય છે.


ઉષ્માનું પ્રસરણ : Transfer of Heat

Transfer of Heat : ઉષ્મા એ ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ વહે છે. આથી ગરમ ચ ઠંડી થાય છે.

ઉષ્માનું પ્રસરણ મુખ્ય ત્રણ ( 3 ) રીતે થાય છે.

1. ઉષ્માવહન

2. ઉષ્માનયન

3. ઉષ્માવિકિરણ


ઉષ્માવહન : Conduction

ઉષ્માનું ગરમ છેડા તરફથી ઠંડા છેડા તરફ પ્રસરણ થવાની ક્રિયાને ઉષ્માવહન ( Conduction ) કહેવાય છે.

ધાતુઓ જેવા ઘન પદાર્થો ઉષ્માવહન ની રીતે ગરમ થાય છે.


ઉષ્માનયન : Convection

જે પદાર્થ ને ગરમ કરવાનો હોય તેના ગરમ અણુઓ ઉપર અને ઠંડા અણુઓ નીચે આવે આ રીતે જે પદાર્થ ગરમ થાય તેને ઉષ્માનયન ( Convection ) કહેવાય છે.

વાયુ અને પ્રવાહી પાદરથી ઉષ્માનયન ની રીતે ગરમ થાય છે.


ઉષ્માવિકિરણ : Radiation

ઉષ્માના પ્રસરણ માટે જેમાં માધ્યમની જરૂર ન પડે તેને ઉષ્માવિકિરણ કહેવાય છે.


ઉષ્માના સુવાહક પદાર્થો : Good Conduction of Heat

જે પદાર્થો પોતાનામાંથી સરળતાથી ઉષ્માનું વહન થવાદે તેને ઉષ્માના સુવાહક પદાર્થો ( Good Conduction of Heat ) કહેવાય છે.

ઉદાહરણ : તાંબું, ચાંદી, લોખંડ, એલ્યુમિનિયમ વગેરે ધાતુ પદાર્થો....…


ઉષ્માના અવાહક પદાર્થો : Insulators

જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી તેને ઉષ્માના અવાહક કે ઉષ્માના મંદવાહક કહેવાય છે.

ઉદાહરણ : લાકડું, પ્લાસ્ટિક, એબોનાઈટ


STD 7 Science Chapter 4 Heat : Solution | ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા : સ્વાધ્યાયના જવાબો

ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા : સ્વાધ્યાયના જવાબો નીચે આપેલ છે.


પ્રશ્ન 1. પ્રયોગશાળામાં વપરાતા 'લેબોરેટરી થરમૉમિટર' અને 'ક્લિનિકલ થરમૉમિટર' બંનેમાં રહેલી સામ્યતા અને તફાવત જણાવો.

જવાબ : 'લેબોરેટરી થરમૉમિટર' અને 'ક્લિનિકલ થરમૉમિટર' બંનેમાં રહેલી સામ્યતા અને તફાવત નીચે પ્રમાણે છે :

સામ્યતા :

1. બંનેમાં પ્રવાહી તરીકે પારો વપરાય છે.

2. બંને માં સમાન જાડાઈવાળી પાતળી-સાંકડી નળી હોય છે.

3. બંનેમાં કાચની નળીમાં છેડાપર ઉંદરણભાગે ફુલેલા બલ્બ જેવી રચના હોય છે.


તફાવત :

1. લેબોરેટરી થર્મોમીટરમાં બલ્બ જોડે ખાંચ હોતી નથી જ્યારે ક્લિનિકલ થરમૉમિટરમાં બલ્બ જોડે ખાંચ હોય છે.

2. લેબોરેટરી થરમૉમિટર વડે -10 °C થી 110 °C અને ક્લિનિકલ થરમૉમિટર વડે 35 °C થી 42 °C જેટલું તાપમાન માપી શકાય છે.

3. લેબોરેટરી થરમૉમિટર પદાર્થોના તાપમાન અને ક્લિનિકલ થરમૉમિટર શરીરનું તાપમાન માપવા વપરાય છે.


પ્રશ્ન 2. ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક પદાર્થો ના 2 - 2 ઉદાહરણો આપો.

જવાબ : ઉષ્માના સુવાહક પદાર્થો : તાંબું, ચાંદી, લોખંડ...…

ઉષ્માના અવાહક પદાર્થો : પ્લાસ્ટિક, લાકડું, રબર..…


પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો : ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા

1. પદાર્થના ગરમપણની માત્રાને તાપમાન વડે નક્કી કરવામાં આવે છે.

2. ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ક્લિનિકલ પ્રકારનું થરમૉમિટર વાપરી શકાય નહીં.

3. તાપમાનનું માપન ડિગ્રી સેલ્સિયસ માં થાય છે.

4. ઉષ્માના પ્રસારણની ઉષ્મિય વિકિરણ ની પ્રક્રિયામાં માધ્યમની જરૂર પડતી નથી.

5. ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય, તો તેમાં ઉષ્માવહન પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોચે છે.

6. ઘેરા રંગના કપડાં, હળવા રંગનાં કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે.

પ્રશ્ન 4. નીચેના જોડકા જોડો : STD 7 Science Chapter 4 Heat

કૉલમ 1

કૉલમ 2

1. ભૂમિય પવનો વહે છે.

a. ઉનાળામાં

2. દરિયાઈ પવનો વહે છે.

b. શિયાળામાં

3. ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે.

c. દિવસ દરમિયાન

4. હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે.

d. રાત્રિ દરમિયાન

જવાબ : 1. - d 2 - c 3 - b 4 - a

પ્રશ્ન 5 . શિયાળાની ઋતુમાં એક જાડા કપડાં કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ?

જવાબ : એકથી વધુ વસ્ત્રો ફેરવાથી વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે.

હવા એ ઉષ્માની અવાહક છે. આથી એક થી વધુ વસ્ત્ર પહેરવાથી શરીરમાંથી ઉષ્મા વાતાવરણમાં જતી અટકે છે. આથી શરીર હુંફાળું રહે છે.

જાડા કપડાં પહેરવાથી શરીરમાંથી ગરમી ઓછી બહાર જતી રોકે છે.

આથી, શિયાળાની ઋતુમાં એક જાડા કપડાં કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ.


પ્રશ્ન 6. આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાંથી ઉષ્માવહન, ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ ક્યાં ક્યાં સ્થાને થાય છે તે જણાવો.

જવાબ :



પ્રશ્ન 7. ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની બહારની દીવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. સમજાવો.

જવાબ : ગરમ હવામાનવાળા વિસ્તારમાં ઉષ્માવિકિરણ દ્વારા દીવાલો ગરમ થાય છે. જો મકાનની બહારની દીવાલો સફેદ રંગની હોય તો તે ઉષ્માનું શોષણ ઓછું કરે છે. આથી મકાનની દીવાલો ઓછી ગરમ થાય છે અને અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે. આથી, ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની બહારની દીવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે.


પ્રશ્ન 8. 30 °C તાપમાન વાળા 1 લિટર પાણીમાં 50 °C તાપમાન વાળું 1 લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રનનું તાપમાન કેટલું હોય ?

A. 80 °C

B. 50 °C થી વધુ પરંતુ 80 °C થી ઓછું

C. 20 °C

D. 30 °C તથા 50 °C ની વચ્ચે


જવાબ : D. 30 °C તથા 50 °C ની વચ્ચે


પ્રશ્ન 9. 40 °C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 °C જેટલું તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો,...…

A. ઉષ્મા ગોળાથી પાણી તરફ વહે

B. ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં

C. ઉષ્મા પાણીથી ગોળા તરફ વહેશે

D. ગોળા તથા પાણી બંનેનું તાપમાન વધશે

જવાબ : B. ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં


પ્રશ્ન 10. આઇસક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતા, ચમચીનો બીજો છેડો ..…

A. ઉષ્માવહનની પ્રક્રિયાના લીધે ઠંડો પડશે.

B. ઉષ્માનયનની પ્રક્રિયા વડે ઠંડો પડશે.

C. ઉષ્મિયવિકિરણની પ્રક્રિયા વડે ઠંડો પડશે.

D. ઠંડો પડતો નથી.

જવાબ : D. ઠંડો પડતો નથી.


પ્રશ્ન 11. રસોઈ બનાવવા વપરાતી સ્ટેઈનલેસ સ્ટીલના તલવાની કડાઈના તળિયે તાંબનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ...…

A. તાંબનું તળિયું કડાઈ ને વધુ મજબૂતાઈ આપે છે

B. આવી કડાઈ રંગીન જણાય છે. માટે

C. સ્ટેઈનલેસ સ્ટીલ કરતાં તાંબું ઉષ્માનું વધુ સુવાહક છે.

D. સ્ટેઈનલેસ સ્ટીલ કરતાં તાંબાના સાફ કરવું સરળ છે.

જવાબ : C. સ્ટેઈનલેસ સ્ટીલ કરતાં તાંબું ઉષ્માનું વધુ સુવાહક છે.


STD 7 Science Chapter 4 Heat | ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્માના અન્ય પ્રશ્નો


1. બે પદાર્થો એક બીજાના સંપર્ક માં ન હોય ત્યારે ઉષ્માનું વહન કઈ રીતે થાય છે ?

જવાબ : ઉષ્મા વિકિરણની રીતે


2. પ્રવાહી પદાર્થ માં ઉષ્મા સંચારણ કઈ રીતે થસે ?

જવાબ : ઉષ્માનયન


3. ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શો ફેર જોવા મળે છે ?

જવાબ : તાપમાન વધે છે.


4. તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે ?

જવાબ : 37 C


5. તાપમાન ના એકમ જણાવો ?

જવાબ : કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ , ફેરનહિટ


6. ઉષ્મા એ ______ નો એક પ્રકાર છે.

જવાબ : ઊર્જા

FAQs for STD 7 Science Chapter 4 Heat | ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા


STD 7 Science Chapter 4 Heat | ધોરણ 7 વિજ્ઞાન પાઠ 4 ઉષ્મા
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!