Ad Code

Ticker

6/recent/ticker-posts

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

Class 6 Science Important Questions chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

Gujarat Board Class 6 Science Important Questions Chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન Important Questions and Answers.

પ્રશ્ન 1. પ્રકાશના સ્ત્રોતો (ઉદ્ગમસ્થાન) એટલે શું? તેના પ્રકાર ઉદાહરણ આપી જણાવો.
ઉત્તરઃ જે પદાર્થોમાંથી પ્રકાશ મળે છે (ઉત્પન્ન થાય છે, તેને પ્રકાશના સ્ત્રોતો (ઉગમસ્થાન) કહે છે.
પ્રકાશના સ્ત્રોતો બે પ્રકારના છે :

  • પ્રકાશના કુદરતી સ્રોતો ઉદા., સૂર્ય, તારા, આગિયો.
  • પ્રકાશના કૃત્રિમ સ્રોતો: ઉદા., ફાનસ, વીજળીનો બલ્બ, ટૉર્ચ, મીણબત્તી.

પ્રશ્ન 2. તમારા ઘરમાં હોય તેવાં પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતોની યાદી કરો. તેમનાં ચિત્રો દોરો.
ઉત્તરઃ
 ઘરમાં હોય તેવાં પ્રકાશના કૃત્રિમ સ્રોતો:

  • વીજળીનો બલ્બ
  • ફાનસ
  • મીણબત્તી
  • ટ્યૂબલાઇટ
  • ટૉર્ચ

પ્રશ્ન 3. પડછાયો શાથી રચાય છે?
ઉત્તર:
 પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશનાં કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશનાં કિરણો તેમાંથી પસાર થઈ શકતાં નથી. તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે. આમ, પ્રકાશના અવરોધાવાથી પડછાયો રચાય છે.

પ્રશ્ન 4. અંધારી રાત્રે રસ્તા પરની લાઇટના અજવાળામાં એક માણસ જઈ રહ્યો છે અને રસ્તાની બાજુમાં સહેજ દૂર ઝાડ નીચે ચોર ઊભો છે. ચોર માણસને જોઈ શકે છે, પરંતુ માણસ ચોરને જોઈ શકતો નથી. શા માટે?
ઉત્તરઃ 
માણસ રસ્તા પરની લાઇટના અજવાળામાં છે. એટલે કે તેના પર પ્રકાશ પડે છે. તેથી માણસને ચોર જોઈ શકે. ચોર અંધારામાં ઊભો છે, એટલે કે તેના પર પ્રકાશ પડતો નથી. હવે માણસને જોવાની વસ્તુ ચોર છે, જેના પર પ્રકાશ પડતો નથી. તેથી માણસે ચોરને જોઈ શકે નહિ.

વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. Class 6 Science Important Questions પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 5. ચંદ્ર પ્રકાશ આપે છે, પરંતુ તે પ્રકાશનું ઉદ્ગમસ્થાન ગણાતો નથી.
ઉત્તરઃ 
જે પદાર્થ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો હોય તે પદાર્થને પ્રકાશનું ઉદ્ગમસ્થાન કહેવાય. ચંદ્ર પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતો નથી પરંતુ તેના પર પડતાં સૂર્યપ્રકાશનાં કિરણોને પાછાં ફેકે છે જેને કારણે તે પ્રકાશિત દેખાય છે. તેથી ચંદ્ર પ્રકાશનું ઉદ્ગમસ્થાન ગણાતો નથી.

પ્રશ્ન 6. અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી.
ઉત્તરઃ
 વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાઈ આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય.

  • અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી.
  • તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી.

પ્રશ્ન 7. ચશ્માં પહેરનાર વ્યક્તિ ઘણી વાર ચશ્માના કાચ લૂછતી હોય છે.
ઉત્તરઃ 
ચશ્માંના કાચ પર ધૂળના રજકણો ચોંટવાથી કાચ અર્ધપારદર્શક બને છે, જેથી સ્પષ્ટ જોઈ શકાતું નથી.

  • ચશ્માંના કાચ લૂછવાથી ધૂળના રજકણો દૂર થાય છે અને કાચ પારદર્શક બનવાથી સ્પષ્ટ જોઈ શકાય છે. આ કારણે ચશ્માં પહેરનાર વ્યક્તિ ઘણી વાર ચશ્માંના કાચ લૂછતી હોય છે.

પ્રશ્ન 8. પિનહૉલ કેમેરા બનાવવાની રીત વર્ણવો.
ઉત્તરઃ
 પિનહૉલ કૅમેરા બનાવવાની રીત નીચે મુજબ છે :

  • બે ખોખાં લો, જેમાં બીજુ ખોખું સહેજ નાનું હોય.
  • બંને ખોખાની સાંકડા ભાગવાળી એક બાજુને કાપી નાખો.
  • મોટા ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં બરાબર વચ્ચે એક નાનું કાણું પાડો.
  • નાના ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં વચ્ચેથી 5થી 6 સેમીનો ચોરસ ભાગ કાપી લો.
  • નાના ખોખાના કાપેલા ચોરસ ભાગ પર ટ્રેસિંગ પેપર લગાડો.
  • નાના ખોખાની ટ્રેનિંગ પેપરવાળી બાજુને મોટા ખોખાના કાપેલા ભાગમાંથી અંદર સરકાવો. આ રીતે પિનહૉલ કેમેરા તૈયાર થશે.

Class 6 Science Important Questions chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 9. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તરઃ


હેતુઃ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું.

સાધન-સામગ્રી:  એકસરખા માપનાં ત્રણ પૂંઠાં, મીણબત્તી, પાતળો સળિયો.

આકૃતિ:
Class 6 Science Important Questions પ્રકાશ, પડછાયો અને પરાવર્તન
પદ્ધતિઃ

  • એકસરખા માપનાં ત્રણ પૂંઠાં લો.
  • ત્રણેય પૂંઠાંને એકબીજા પર રાખી તેમની મધ્યમાં કાણાં પાડો.
  • ત્રણેય પૂઠાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગોઠવો.
  • પાતળો સળિયો લઈ ત્રણેય પૂંઠાંનાં કાણાંમાંથી પસાર કરી પૂંઠાંનાં કાણાં સીધી રેખામાં ગોઠવો.
  • ત્રણેય પૂઠાંની એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો.
  • મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પૂંઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. મીણબત્તીની જ્યોત દેખાય છે?
  • હવે ત્રણ પૂંઠાંમાંથી કોઈ પણ એક પૂંઠાને સહેજ બાજુ પર ખસેડી કાણાંમાંથી જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. હવે મીણબત્તીની જ્યોત દેખાય છે?

અવલોકન:
ત્રણેય પૂંઠાંનાં કાણાં એક સીધી રેખામાં હોય છે ત્યારે મીણબત્તી જ્યોત દેખાય છે અને ત્રણે પૂંઠાંમાંનાં કાણાં એક સીધી રેખામાં હોતાં નથી ત્યારે મીણબત્તીની જ્યોત દેખાતી નથી.

નિર્ણય:
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.

Class 6 Science Important Questions chapter 11 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

પ્રશ્ન 10. નીચેનાનું પ્રકાશના કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતોમાં વર્ગીકરણ કરો:
મીણબત્તી, સૂર્ય, ઇલેક્ટ્રિક બલ્બ, ફાનસ, તારા, ટૉર્ચ, આગિયો, ટ્યૂબલાઈટ,
ઉત્તર:

  • પ્રકાશના કુદરતી સ્ત્રોતોઃ સૂર્ય, તારા, આગિયો.
  • પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો: મીણબત્તી, ઇલેક્ટ્રિક બલ્બ, ફાનસ, ટૉર્ચ, ટ્યૂબલાઇટ.

પ્રશ્ન 11. નીચેના પદાર્થોનું પારદર્શક પદાર્થો, અપારદર્શક પદાર્થો અને પારભાસક પદાર્થોમાં વર્ગીકરણ કરો:
અરીસો, તેલિયો કાગળ, હવા, પેન્સિલ, ડહોળું પાણી, શુદ્ધ પાણી, દૂધ, ધિયો કાચ, ચશ્માંનો કાચ, વાદળ, ઈંટ, એરંડિયું.

ઉત્તરઃ

  • પારદર્શક પદાર્થો: હવા, શુદ્ધ પાણી, ચશ્માંનો કાચ.
  • અપારદર્શક પદાર્થો: અરીસો, પેન્સિલ, દૂધ, ઈંટ.
  • પારભાસક પદાર્થોઃ તેલિયો કાગળ, ડહોળું પાણી, દૂધિયો કાચ, વાદળ, એરંડિયું.

પ્રશ્ન 12. વ્યાખ્યા આપોઃ

  • પારદર્શક પદાર્થ
  • અપારદર્શક પદાર્થ
  • પારભાસક પદાર્થ
  • પડછાયો
  • પ્રકાશનું પરાવર્તન

ઉત્તરઃ

  • પારદર્શક પદાર્થ: જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે.
  • અપારદર્શક પદાર્થ: જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે.
  • પારભાસક પદાર્થ: જે પદાર્થમાંથી પ્રકાશ અંશતઃ (થોડો) પસાર થઈ શકે છે તેને પારભાસક પદાર્થ કહે છે.
  • પડછાયોઃ પ્રકાશનાં કિરણોના માર્ગમાં અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશનાં કિરણો તેમાંથી પસાર થઈ શક્તા નથી. આથી વસ્તુની બીજી બાજુએ અપ્રકાશિત વિસ્તાર રચાય છે તેને પડછાયો કહે છે.
  • પ્રકાશનું પરાવર્તન: કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણની અથડાઈને પાછા ફરવાની દિશા બદલવાની) ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ