'વ્યસન મુક્તિ' નિબંધ

'વ્યસન મુક્તિ' નિબંધ


આપણે પ્રાણીઓ માટે એક કહેવત છે, 'ઊંટ' મુકે આંકડો 'બકરી' મુકે કાંકરો પણ બુધ્ધી શાળી ગણાતા માનવી કંઇ મુકતો નથી ઝેર પણ પીવે છે.'

મૂળથી છુટા પડી જતા વૃક્ષપર વસંતની કોઇ અસર થતી નથી સંસ્કૃતિ સંસ્કારથી વંચિત રહી જતી પેઢી પર સદનિમિતોની અસર થશે કે કેમ એમાં શંકા છે .

સિંગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિંગરેટ પીવી એ સ્વાસ્થય માટે હાનીકારક છે આવુ છાપેલ હોવા છતા આજનો માનવી તે ખાય છે.બાજુવાળો તમારા ઘરનાં આગણામાં તેમનો તમામ કચરો નાખવા આવે તો આપણે તેમને નાખવા નથી દેતા પણ રોજ આપ આપના પવિત્ર શરીરમાં પધરાવતા ગુટકા, માવા, તમાકુ માટે કોઇ દિવસ મન સાથે ઝઘડો કરેલ શરાબ જેવા કેફી પીણા તમારા શરીરમાં દાખલ કર્યા બાદ તમારા સંબંધીએ ના પાડવા છતા તેમને છોડીયા છે ખરા....

 ભલે મોત આવી જંતુ હોય અને આ શરીરથી વહેલા વિદાય થઈ જવું પડે પણ ગુટકા તો બંધ નહીંજ કરું દારૂ તો નહીંજ છોડુ સિગરેટ તો બંધ નહી કરું આવી વાતો કરનાર માટે એટલું કહેવાનું કે તારા શરીર પર તારા એકલાનો અધિકાર નથી તને મોટો કર્યો તે માતા-પિતા તારા છોકરા- પત્ની બધાનો અધિકાર છે.તો શા માટે આમ શરીરને જાતે કરી આ પરિસ્થિતિમાં નાખે છે તારા માટે તો નહી તારા નાના બાળકો માટે તો આ વ્યસન ના ભરડામાંથી મુક્ત થા.

આજના જમાનામાં જીવનનું સત્યનાશ કાઢનાર દારૂ, સિગારેટ અને ગુટકા જેવા વ્યસનોને સન્માનીયતા પ્રાપ્ત થઈ છે.

આ વિશે વડિલોએ પણ વિચારવા જેવું છે પણ વડિલો જ વ્યસન મુક્ત નથી તો પછી યુવા પેઢીને શિખામણ કોણ આપે નશો કરવો એ આપણા દેશનો જ પ્રશ્ન નથી પણ વિશ્વના બધા દેશના લોકો આ પ્રકારના નશીલા પદાર્થના વ્યસની બન્યા છે.આજના આધુનિક જમાનાની લોકોની ભાગદોડ વાળી જીંદગીમાં એક બીજાથી ચઢીયાતા બનવા માટે પ્રયત્ન કરે અને આના કારણે હરીફાઇના જમાનામાં તણાવ કે બેચેની અનુભવે આ માંથી મુક્ત થવા માટે નશીલા પદાર્થનું સેવન કરે આ વ્યસનો મજૂરો,ખેડૂતો અને વિધાર્થી ના કિસ્સા વધુ બહાર આવે .વ્યસનના પદાર્થ તમાકુ, દારૂ, ગુટકા, અફીણ, ગાંજૉ, સરસ, હેરોઇન વગેરે ઝેરી પદાર્થ છે.

માણસ કરતા પ્રાણીઓ ચતુર છે કેમકે તે વ્યસન કરતા નથી અને બુધ્ધિ શાળી માણસ પોતે જ રોગોને વ્યસન કરી નોતરે.

વ્યસથી મુક્તિ પામવા માટે વ્યક્તિની ઈચ્છા શક્તિ જ હોય છે જો વ્યસન છોડવુ હોય છતા મક્કમ શક્તિ વધારી તેમનું ધ્યેયે પુરુ કરી શકાય આવા ધ્યેય પ્રાપ્ત કરવા વ્યસનથી મુક્ત થવું પડે વ્યસન આપનું ગુલામ રહેતું નથી.

૩૧મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ એટલે કે 'વલ્ડ નો ટોબેકો ડે'ની ઉજવણી કરવામાં આવે છે આજ તમાકુ, ગુટકા, દારૂ જેવા વ્યસનનું પ્રમાણ એટલું વધ્યું છે કે ગામડામાં તો દસ-બાર વરસના છોકરા અને બાળાઓ ત્થા સ્ત્રીઓ પણ વ્યસનની ગુલામ બનવા લાગી છે. આજની આખે આખી યુવાપેઢી આ કીમતી જિંદગીને જોખમમાં મૂકવા લાગી છે.

ગુજરાતમાં જે પ્રમાણે પાન-મસાલા ત્થા ગુટકાનો ઊપયોગ વધી રહ્યો છે તે જોતા ભવિષ્યમાં ફાયબ્રોસીસનુ પ્રમાણ ભયંકર બધી જશે આ પ્રમાણે વસ્તીના 6 થી 9 ટકા જેટલું વધવાની શક્યતા છે.

માણસ શરીરથી પરિશ્રમ કરી ધન કમાય છે તે જ ધનનો વ્યસનોમાં ઊપયોગ કરી પોતે રોગોને નિમંત્રણ આપે જે શરીર દ્વારા પરિશ્રમ કરતો તેજ શરીરને વ્યસનના શિકાર દ્વારા ખોખલૂં બનાવી દેઈ છે...

જે શરીરને ગીતામાં ઈશ્વરનુ મંદિર સમાન ગણવામાં આવ્યું છે અને તેમા ઇશ્વરનો વાસ છે .એટલે કે ભગવાન શ્રી ક્રુષ્ણ ગીતામાં કહયું હુ દરેકના અંદર રહ્યો છૂ પણ માણસ બુધિશાળી કહેવાયઘરમાં ચોર ના ઘૂસીજાય તેમનું પુરતી કાળજી રાખે પણ પોતાના શરીરનુ ધ્યાન રાખતો નથી. વ્યકિત પાપ કરે તો એકલાને જ ખતમ કરે પણ વ્યસન તો આખા પરીવારને ખતમ કરે છે.અને બરબાદ કરી નાખે છે વ્યસન પ્રથમ માલિક બની આવે ને આખા શરીરને ખતમ કરી નાખે અત્યારે નહી તો પછી ક્યારે વ્યસનથી મુક્તિ.

સારું છે તેમને સાચવી આપનાવવુ કચરાના ઢગલા મા વચ્ચે સોનમહોર આ જોતા જ ઉઠાવીએ આ પ્રમાણે જગતમા ખરાબ ભલે ઘણુ બધુ આપણને દેખતું હોય પણ તે વચ્ચે સારુ છે તે આપણે બચાવી લેવુ જોઇએ ખાવા-પીવા જેવી ચીજવસ્તુ ઘણી બધી મૂકી આપણે આપણા મંદિર જેવા પવિત્ર શરીરમા દૂધ પીવાની બદલે શરાબ પીએ ફળ ખાવાને બદલે ગુટકા તમાકુ ખાઈએ તો આજ આપણી ભીતરમાં તપાસ કરી સારુ સંગ્રહ કરવાની જરૂર છે અને આજ વ્યસન માંથી મુક્ત થવાની જરૂર છે.

ભૂલ કરવા માટે કોઇ સમય સારો નથી અને થઈ ગઇલ ભૂલને જો સુધારી લેવી છે તો કોઇ સમય ખરાબ પણ નથી તો આજ માર્ગે ચાલવું જોઇએ.

વ્યસન છોડી કલાનો વિકાસ કર માનવી,

નહીંતર બનશે જિંદગી ઘરથી કબર સુધી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!