Class 7 Science Notes Chapter 3 ઉષ્મા

ઉષ્મા: Class 7 Science Notes Chapter 3 ઉષ્મા covers all the important topics and concepts as mentioned in the chapter.

class-7-science-notes-chapter-3

ઉષ્મા Class 7 Science Notes

→ કોઈ પણ પદાર્થની ઠંડાપણાની કે ગરમપણાની માત્રાને તાપમાન (Temperature) કહે છે.

→ પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો તે તેના તાપમાન પરથી કહી શકાય છે.

→ ઉષ્મા આપવાથી પદાર્થનું તાપમાન વધે છે. ઉષ્મા શોષી લેવાથી પદાર્થનું તાપમાન ઘટે છે.

→ કોઈ પણ વસ્તુનું તાપમાન માપવા માટેના સાધનને થરમૉમિટર કહે છે.

→ જે થરમૉમિટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે, તેને ‘ક્લિનિકલ થરમૉમિટર” (Chnical Thermometer) અથવા ડૉક્ટરનું થરમૉમિટર કહે છે.

→ ક્લિનિકલ થરમૉમિટર વડે 35 °C થી 42 °C સુધીનું તાપમાન માપી શકાય છે. (ફેરનહીટ માપક્રમમાં 94 °Fથી 108 °F સુધી)

→ માનવશરીરનું સામાન્ય તાપમાન 37 °C હોય છે. (ફેરનહીટમાં 98.6°F)

→ પ્રયોગશાળામાં વપરાતા થરમૉમિટરને લેબોરેટરી થરમૉમિટર (Laboratory Thermometer) કહે છે. તેના વડે – 10 Cથી 110 C સુધીનું તાપમાન માપી શકાય છે.

→ દિવસનું મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન માપવા માટે વપરાતા થરમૉમિટરને “મહત્તમ – લઘુતમ થરમૉમિટર’ કહે છે.

→ ક્લિનિકલ થરમૉમિટરમાં મરક્યુરી (પારો) ભરેલા બલ્બની નજીક ખાંચ હોય છે. પાંચ મરક્યુરીના સ્તરને નીચે ઊતરી જતું અટકાવે છે.

→ ઉષ્માનું પ્રસરણ (Transfer of heat) : ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. આથી ગરમ ચાની ગરમી વાતાવરણમાં વહન પામતાં ચા ઠંડી પડતી જાય છે.

→ ઍલ્યુમિનિયમના સળિયાના એક છેડાને મીણબત્તીની જ્યોત વડે ગરમ કરતાં તેના નજીકના છેડાથી દૂરના છેડા તરફ ઉષ્માનું વહન થાય છે. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્માવહન (Conduction) કહે છે. ધાતુઓ જેવા ઘન પદાર્થો ઉષ્માવહનની રીતે ગરમ થાય છે.

→ ઉષ્માના સુવાહક પદાર્થો જે પદાર્થો પોતાનામાંથી ઉખાનું વહન સરળતાથી થવા દે છે, તેમને ઉષ્માના સુવાહક (Conductors) પદાર્થો કહે છે. તાંબું, ચાંદી, ઍલ્યુમિનિયમ, લોખંડ વગેરે ધાતુઓ ઉષ્માની સુવાહક છે.

→ ઉષ્માના મંદવાહક કે અવાહક પદાર્થો જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી, તેમને ઉષ્માના મંદવાહક કે અવાહક (Insulators) પદાર્થો કહે છે. લાકડું, પ્લાસ્ટિક, એબોનાઈટ, ચામડું, ઊન, કાચ, રબર વગેરે ઉષ્માના અવાહક પદાર્થો છે.

→ તપેલીમાં પાણી ગરમ થાય છે તે રીતને ઉષ્માનયન (convection) કહે છે.

→ પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયનની રીતે ગરમ થાય છે. પારો પ્રવાહી હોવા છતાં ઉષ્માવહનની રીતે ગરમ થાય છે.

→ સમુદ્રકાંઠાના વિસ્તારોમાં દિવસે “દરિયાઈ લહેર’ અને રાત્રિના સમયે ભૂમીય લહેર થવાની ઘટના ઉષ્માનયનને આભારી છે.

→ સૂર્યની ગરમી આપણને મળે છે તે “ઉષ્મીય વિકિરણ” (Radiation) રીત દ્વારા મળે છે. આ રીત વડે ઉષ્માના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી.

→ શિયાળામાં આપણે ઊનનાં કપડાં અને ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરીએ છીએ.

→ કાળા રંગની વસ્તુઓ ઉષ્માનું શોષણ સૌથી વધુ અને સફેદ રંગની વસ્તુઓ ઉષ્માનું શોષણ સૌથી ઓછું કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!