ગણિત ના કેટલાક યાદ રાખવા જેવા નિયમો


https://kishanbavaliya.blogspot.com/
Free Education 

ગણિત ના કેટલાક યાદ રાખવા જેવા નિયમો.

A. વર્તુળ


  • બિંદુ એ અવ્યાખ્યાયિત પદ છે.
  • એકજ સમતલ માં આવેલા ત્રણ અસમરેખ બિંદુ માથી એક અને માત્ર એકજ વર્તુળ પસાર થાય.
  • વર્તુળ :- નિશ્ચિત બિંદુથી સમાન અંતરે એકજ સમતલમાં આવેલા બિંદુના ગણ ને વર્તુળ કહેવાય.
  • વર્તુળ ની મોટામાં મોટી જીવા વ્યાસ છે.
  • વ્યાસ એ જીવા કહેવાય પરંતુ જીવા વ્યાસ નપણ હોય.
  • વર્તુળ ને કુલ ત્રણ ભાગોમાં વહેચી શકાય છે.
  1. વર્તુળના અંદરનો ભાગ
  2. વર્તુળ ના બહારનો ભાગ
  3. વર્તુળ પરનો ભાગ
  • વ્યાસ = 2 * ત્રિજ્યા

B. ત્રિકોણ


  • ત્રણ અસમરેખ બિંદુ ને જોડવાથી બનતી બંધ આકૃતિ ને ત્રિકોણ કહેવાય..
  • ત્રિકોણ માં 3 બાજુ, 3 ખૂણા અને 3 શિરોબિંદુ આવેલા હોય છે.
  • ત્રિકોણ ના ત્રણેય ખૂણા નો સરવાળો 180 થાય છે.
  • ત્રિકોણ ના કુલ 3 પ્રકાર છે.
લઘુકોણ ત્રિકોણ 
 જે ત્રિકોણ ના ત્રણેય ખૂણા લઘુકોણ ( 90 કરતાં નાના ) હોય તેને લઘુકોણ ત્રિકોણ કહેવાય.

કટકોણ ત્રિકોણ
 જે ત્રિકોણ માં કોઈ એક ખૂણો કટકોણ ( 90 નો ) હોય તો તે ત્રિકોણ ને કટકોણ ત્રિકોણ કહેવાય.

ગુરુકોણ ત્રિકોણ
તે ત્રિકોણ માં કોઈ એક ખૂણો ગુરુકોણ ( 90 કરતાં મોટો ) હોય તે ત્રિકોણ ને ગુરુકોણ ત્રિકોણ કહેવાય.

C. ચતુષ્કોણ

  • એક જ સમતલ માં આવેલા ચાર બિંદુ માથી કોઈ ત્રણ બિંદુ અસમરેખ હોય તો, આ બિંદુને જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવાય.
  • ચતુષ્કોણ માં 4 બાજુ, 4 ખૂણા, ચાર શિરોબિંદુ અને 2 વિકર્ણ આવેલા હોય છે.
  • ચતુષ્કોણ ના મુખ્ય 2 પ્રકાર છે.
  1. અંતર્મુખી ચતુષ્કોણ
  2. બહિર્મુખી ચતુષ્કોણ
  • આ શિવાય ચતુષ્કોણ ના અન્ય કેટલાક પ્રકારો છે જેમકે 1. સમાંતર બાજુ ચતુષ્કોણ 2. સમ બાજુ ચતુષ્કોણ 3. ચોરસ 4. લંબચોરસ વગેરે..........…

D. બહુકોણ ધરાવતી આકૃતિઓ

  • જેની અંદર ચાર કે ચાર થી વધારે ખૂણા આવેલા હોય તેવી આકૃતિઓ ને બહુકોણ ધરાવતી આકૃતિઓ કહેવાય.
  • પંચકોણ
  • સટ્કોણ
  • અસ્ટ્કોણ
  • વગેરે........…
  • બહુકોણ ધરાવતી આકૃતિના અંદર ના ખૂણાનો સરવાળો = ( 2n - 4 ) * 90.

E. ખૂણા અને તેના પ્રકાર

  • લઘુકોણ :- જે ખૂણા નું માપ 90 કરતાં નાનું હોય તેને લઘુકોણ કહેવાય.
  • કટકોણ :- જે ખૂણા નું માપ 90 હોય તેને કટકોણ કહેવાય.
  • ગુરુકોણ :- જે ખૂણાનું માપ 90 કરતાં વધુ હોય તેને ગુરુકોણ કહેવાય.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!