std 8 sci. unit 1 test પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન .


kishanbavaliya.blogspot.com
free Education 

પ્રકરણ 1


પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન STD 8 Unit 1

ધોરણ 8 ના પ્રથમ સત્રમાં આવેલ વિજ્ઞાન વિષયના પ્રથમ પાઠ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અંગેની સંપૂર્ણ સમજ અને છેલ્લે પાઠ સાથે જોડાયેલ કેટલાક પ્રશ્નોની ટેસ્ટ આપેલ છે.

1.વ્યાખ્યાઓ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પાઠની

પાક :- જ્યારે કોઈ એકજ પ્રકારના છોડને કોઈ સ્થાનપર મોટી સંખ્યામાં ઉગાડવામાં (ઉછેરવામાં ) આવે તો તેને પાક કહેવાય.

ખરીફ પાક :- જે પાક વરસાદની ઋતુ માં ઉગાડવામાં આવે છે તેને ખરીફ પાક કહેવાય.

રવિ પાક :- શિયાળામાં રોપવામાં આવતા પાક ને રવિ પાક કહેવાય .

જાયદ પાક :- ઉનાળામાં ઉગાડવામાં આવતા પાક ને જાયદ પાક કહેવાય.

ખેડાણ :- ખેતરની માટી ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહેવાય.

ફાલ :- હળ માં જોડેલા લોખંડના મજબૂત ત્રિકોણાકાર ભાગ ને ફાલ કહેવાય.

સિંચાઇ :- સમયાંતરે ખેતરમાં પાક ને પાણી પુરું પાડવાની ક્રિયાને સિંચાઇ કહેવાય.

નીંદણ :- ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે ઊગી નીકળે છે તેને નીંદણ કહેવાય.

નીંદામણ :- નીંદણ ને દૂર કરવાની ક્રિયાને નીંદામણ કહેવાય.

લણણી :- પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈજાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહેવાય.

થ્રેસિંગ :- કાપવામાં આવેલા પાક માથી દાણા ઓને ભુસા માથી અલગ કરવાની ક્રિયાને થ્રેસિંગ કહેવાય.

2. તફાવત પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન માંથી

કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર નો તફાવત .

કૃત્રિમ ખાતર


કુદરતી ખાતર


અકાર્બનિક ક્ષાર છે.

આ એક પ્રકૃતિક પદાર્થ છે. તે છાણ , માનવના નકામાં પદાર્થો તેમજ વનસ્પતિ અવશેષો માથી પ્રાપ્ત થાય છે.


નિર્માણ કારખાનામાં થાય છે.


ખેતરમાં બનાવી શકાય છે.


જમીનને સેંદ્રિય પદાર્થો પ્રાપ્ત થતાં નથી.


ભરપૂર માત્રમાં સેંદ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે.


નાઇટ્રોજન , ફૉસ્ફરસ અને પોટેસીયમ ભરપૂર માત્રમાં હોય છે.


નાઇટ્રોજન , ફૉસ્ફરસ અને પોટેસીયમ ઓછી માત્રમાં હોય છે.



3. પાક ઉગાડવા જમીન તૈયાર કરવાના પગલાં.

  1. ભૂમિને તૈયાર કરવી

  2. રોપણી

  3. ખાતર આપવું

  4. સિંચાઇ

  5. નીંદણ દૂર કરવું

  6. લણણી

  7. સંગ્રહ



4. સિંચાઇ ની પરંપરાગત રીતો.

  1. મોટ

  2. ચેનપંપ

  3. ઢેકલી

  4. રહેંટ



5. આધુનિક સિંચાઇ પધ્ધતિઓ

  1. ટપક સિંચાઇ પધ્ધતિ

  2. ફુવારા પધ્ધતિ

6. કૃત્રિમ ખાતર ના ઉદાહરણ

  1. યુરિયા

  2. એમોનિયમ સલ્ફેટ

  3. સુપરફોસ્ફેટ

  4. પોટાસ

  5. NPK ( નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટેસીયમ )



kishanbavaliya.blogspot.com



ઉપર વાંચી ને નીચેના પ્રશ્નોનાં જવાબો આપો 


ટેસ્ટ આપવા નીચેની લિન્ક પર ક્લિક કરો.👇👇👇👇👇👇



best of luck 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!