સંશ્લેષિત ( કૃત્રિમ ) રેસાઓ અને પ્લાસ્ટિક (Synthetic Fibers and Plastics)
std 8 unit 3 સંશ્લેષિત ( કૃત્રિમ ) રેસાઓ અને પ્લાસ્ટિક (Synthetic Fibers and Plastics) part 1
ભાગ :- 1
1. કુદરતી રેસાઓ :-
જે રેસાઓ વનસ્પતિ કે પ્રાણીઓ માથી મેળવવામાં આવે છે તેને કુદરતી રેસાઓ કહેવાય છે.
2. કૃત્રિમ રેસાઓ :-
જે રેસાઓ માનવ દ્વારા બનાવવામાં આવે છે તેને સંશ્લેષિત , માનવસર્જિત કે કૃત્રિમ રેસાઓ કહેવામા આવે છે.
સંશ્લેષિત રેસાઓ
સંશ્લેસિત રેસા એ નાના-નાના એકમોને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે.
આ દરેક નાના એકમ એ રસાયણિક પદાર્થો છે.
આવા નાના એકમો ભેગા થઈ ને પોલીમર નામનો એક વિશાળ પદાર્થ બનાવે છે.
પોલીમર એ ગ્રીક ભાષાનો શબ્દ છે. જ્યાં ' પોલી ' એટલે ઘણા અને ' મર ' એટલે ભાગ પરથી બનેલ છે .
આમ પોલીમર એ ઘણા પુનરાવર્તિત ભાગ થી બનેલો હોય છે.
સંશ્લેષિત રેસાઓના પ્રકાર
A. રેયોન
રેયોન એ કુદરતી સ્ત્રોત લાકડું અને તેના માવામાથી મળેછે , પરંતુ તેને માનવસર્જિત રેસા જ ગણવામાં આવે છે.
તે રેશમ કરતાં સસ્તા છે.
તેને રેસાની માફક વાણી શકાય છે.
ઘણા પ્રકારના રંગકોથી રંગી શકાય છે.
કપાસ ના રેસા સાથે વણી ચાદર તેમજ ઊન સાથે વણી ચટાઈ બનાવાય છે.
B. નાયલોન
કુદરતી કાચા માલ વિના પહેલી વખત ઇ.સ. 1931માં બનાવવામાં આવ્યું હતું.
તે પ્રથમ સંપૂર્ણ સંશ્લેષિત રેસા હતા.
નાયલોન ના રેસાઓ મજબૂત , સ્થિતિસ્થાપક અને હલકા હોય છે.
તે ચમકદાર સરળતાથી ધોઈ શકાય તેવા હોય છે.
કાપડ બનાવવા માટે તે ખ્હુબાજ પ્રચલિત છે.
નાઇલોન રેસા માથી મોજા, દોરડા, તંબુ, ટૂથબ્રસ, કાર ના સીટ બેલ્ટ, સ્લીપિંગ બેગ, પડદા વગેરે બનાવવામાં થાય છે.
નાઇલોન એ પર્વતારોહણ માટેના દોરડા તેમજ પેરાસુટ બનાવવામાં ઉપયોગી છે.
નાઇલોન નો રેસો ( તાંતણો ) સ્ટીલના વાયર કરતાં પણ મજબૂત હોય છે.
બાકીનો પાઠ આગળ ના ભાગ માં આવછે.