Free Education |
જુમો ભિસ્તી
std:- 8
sem :- 1
sub :- gujarati
લેખક :- ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ઉપનામ :- ધૂમકેતુ
જન્મ :- 12-12-1892
મૃત્યુ :- 11-3-1965
જન્મ સ્થળ :- ગોંડલ પાસે વિરપુર
પાઠ નો સારાંસ
આ વાર્તામાં માનવી અને પ્રાણી વચ્ચેના ની:સ્વાર્થ પ્રેમ,મૈત્રીની ભાવનાનું નિરૂપણ થયેલ છે.
જુમો નામનો ભિસ્તી રહેતો હતો તેની જોડે એક પાડો હતો. આ પાડાની સંભાળ કઈ રીતે રાખેછે અને કઈ રીતે સાચવે છે તેનું નિરૂપણ કરેલું છે.
એક વખત આ પાડો રેલગાડીના પાટા માં પગ ફસાઈ જાય છે ત્યારે જુમો તેને બચાવવા જે પ્રયત્નો કરે છે એનું વર્ણન કરેલ છે.
પ્રયત્ન સફળ ન થતાં પોતે પાડા જોડે બેસે છે પરંતુ ગાડી નજીક આવતા પાડો જૂમાં ને દૂર ધકેલી ને પોતાના માલિક નો જીવ બચાવે છે.
આમ પશુ અને માનવીની મૈત્રી નું એક ઉત્તમ ઉદાહરણ છે.
શબ્દ સમજૂતી
લક્ષ = ધ્યાન
ખખડધજ = વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું
હાંડલી = નાની માટલી
તડકા-છાયા = સુખ -દૂ:ખ
લક્ષાધિપતિ = લખપતિ,શ્રીમંત
મશક = પાણી ભરવા માટેનું ચામડાનું એક સાધન
પરવરદિગાર = ઈશ્વર , ભગવાન
રૂઢિપ્રયોગ
તડકા છાયા જોવા :- સુખ-દૂ:ખ માથી પસાર થવું.
પૈસાની છોળ રેલાવી :- ખૂબ પૈસા હોવા.
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોનાં જવાબ આપો.
જુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતાં હતા?
જુમો વેણુ ને ખવરાવવા રોજ શું ખરીદતો?
પાડાનું નામ શું હતું?
જુમો કોના પર બેસીને પરણવા ગયો હતો?