સંશ્લેષિત ( કૃત્રિમ ) રેસાઓ અને પ્લાસ્ટિક (Synthetic Fibers and Plastics)
સંશ્લેષિત ( કૃત્રિમ ) રેસાઓ અને પ્લાસ્ટિક (Synthetic Fibers and Plastics) Part :- 3
ભાગ :- 3
પ્લાસ્ટિક
સંશ્લેષિત રેસા ની જેમ પ્લાસ્ટિક પણ પોલીમર છે.
દરેક પ્લાસ્ટિક માં એકમોની ગોઠવણી એકસમાન હોતી નથી.
કેટલાક રૈખિક હોય છે તો કેટલાક અરૈખિક .
પ્લાસ્ટિકની વસ્તુઓ શક્ય તેટલા આકાર તથા કદ માં ઉપલબ્ધ હોય છે.
પ્લાસ્ટિક ને સરળતાથી કોઈ પણ આકાર માં ઢળી શકાય છે.
પ્લાસ્ટિક ને રિસાઈકલ કરી ફરી થી ઉપયોગમાં લઈ શકાય છે.
રંગીન બનાવી શકાય છે.
પ્લાસ્ટિકના પ્રકાર
થર્મોપ્લાસ્ટિક :- જે પ્લાસ્ટિક સરળતાથી વિકૃત થઈજાય કે તૂટી જાય તેને થર્મોપ્લાસ્ટિક કહેવાય છે.
પોલીથીન અને PVC એ થર્મોપ્લાસ્ટિક પ્રકારના પ્લાસ્ટિક છે.
રમકડાં , કંસકા અને વિવિધ પત્રો બનાવવામાં અ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.
2. થર્મોસેટિંગ પ્લાસ્ટિક :- એકવાર આકાર આપ્યાપછી ગરમ કરી આકાર બદલી શકતા નથી તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવાય છે.
બેકેલાઇટ અને મેલામાઇન એ આ પ્રકારના પ્લાતિક છે.
બેકેલાઇટ એ વિધ્યુત નું અવાહક હોવાથી તેનો ઉપયોગ વિધ્યુતની સ્વીચો , વાસણો , હાથાઓ વગેરેમાં વપરાય છે.
મેલામાઇન એ અગ્નિ અવરોધક છે, તેથી તેનો ઉપયોગ તળિયાની ટાઇલ્સ , રસોડાના વાસણો , અગ્નિ અવરોધક કાપડ વગેરે બનાવવા ઉપયોગી છે.
પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક
હાલ આપણે દરેક જગ્યાએ પ્લાસ્ટિક નો ઉપયોગ બહોળા પ્રમાણમાં જોવા મળેછે. તેનું મુખ્ય કારણ એ છે કે તે વાપરવા માં ખુબજ સરળ, વજનમાં હલકું , સારી મજબૂતાઈ અને કિમત માં સસ્તું છે.
વજન હલકું હોવાના કારણે હવાઈ જહાજો ના પાર્ટ તેમજ મોટર કાર ના પાર્ટ બનાવવા ઉપયોગી છે.
ફર્નિચર , સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવા ખુબજ ઉપયોગ થાય છે.
■ બિન પ્રતિક્રિયાશીલ
લોખંડ જેવા પદાર્થોને ખુલ્લામાં રાખવાથી ભેજ અને હવા શાથે પ્રક્રિયા કરી ખવાઇ જાય છે અને કટ લાગે છે. પરંતુ પ્લાસ્ટિક એ પાણી કે હવા સાથે કોઈ પણ પ્રક્રિયા કરતું નથી. આથી પ્લાસ્ટિકને વિવિધ પદાર્થો તેમજ રસાયણો રાખવા માટે ઉપયોગ માં લેવામાં આવે છે.
■ પ્લાસ્ટિક હળવું , મજબૂત અને ટકાઉ છે.
■પ્લાસ્ટિક એ વિધ્યુત અને ઉષ્મા નું અવાહક છે.
ઉપર જણાવેલા કારણોથી પ્લાસ્ટિક નો ઉપયોગ ખુબજ બહોળા પ્રમાણ માં થઈ રહ્યો છે.
પ્લાસ્ટિક અને પર્યાવરણ
પ્લાસ્ટિક નો નિકાલ કરવો એ એક વિકટ સમસ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેનું વિઘટન જલ્દીથી થઈ શકતું નથી. તે એક પ્રકારનો જૈવઅવિઘટનીય ઘટક છે.
જૈવવિઘટનીય ઘટક :- જે પદાર્થ નું બેકતરીયા દ્વારા વિઘટન થાય તેને જૈવવિઘટનીય પદાર્થો કહેવાય છે.
જૈવઅવિઘટનીય :- જે પદાર્થ નું બેકતરીયા દ્વારા વિઘટન નથાય તેને જૈવઅવિઘટનીય પદાર્થો કહેવાય છે.
બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ .
5R નિયમ વાપરવો જોઈએ
Reduce
Reuse
Recycle
Recover
Refuse
ટેસ્ટ આપવા અહી ક્લિક કરો.