Free Education |
સંશ્લેષિત ( કૃત્રિમ ) રેસાઓ અને પ્લાસ્ટિક
(Synthetic Fibers and Plastics)
સંશ્લેષિત ( કૃત્રિમ ) રેસાઓ અને પ્લાસ્ટિક (Synthetic Fibers and Plastics) Part 2
ભાગ :- 2
C. પોલીએસ્ટર અને એક્રેલિક
આ રેસઓ બનતું કાપડ જલદીથી ચોળાઈ જતું નથી. તે કડક રહે છે અને ધોવું ખુબજ સહેલું છે. આથી તે કપડામાં પહેરવામાં વાપરવું ખૂબ સહેલું છે.
ટેરેલીન એ ખૂબ જ જાણીતું પોલીએસ્ટર છે.
તેના ખુબજ પાતળા રેસા બનાવી શકાય છે.
PET ( પોલીઇથિલીન ટેરેફ્થેલેટ ) એ પોલીએસ્ટરનું ખુબજ જાણીતું સ્વરૂપ છે.
તે બાટલીઓ , વાસણો, પાતળી ફિલ્મ , વાયરો તથા બીજી ઉપયોગી વસ્તુ બનાવવા થાય છે.
પોલીએસ્ટર :- પોલી + એસટર ----- હકીકત માં પ્લીએસ્ટર એ એસ્ટર નામના રસાયણ નું પુનરાવર્તન છે.
શિયાળામાં અપડે જે ધાબળા અને સ્વેટર કે શાલ નો ઉપયોગ કરીએ છીએ તે હકીકત માં કુદરતી ઊન હોતું નથી , પરંતુ તે સંશ્લેષિત રેસાઓ માથી બનાવેલું હોય છે. જેને એક્રેલિક કહેવાય છે.
એક્રેલિક માઠી બનાવેલ કાપડ સસ્તા હોય છે.
વિવિધ રંગોમાં ઉપલબ્ધ હોય છે.
વધુ ટકાઉ હોય છે.
સંશ્લેષિત રેસાઓનું દહન કરવામાં આવે છે ત્યારે તે પીગળવા લાગે છે. આમ સંશ્લેષિત રેસા નો આ એક ગેરફાયદો છે. તે દહન દરમિયાન પીગળી જતાં હોવાથી પ્રયોગશાળા કે રસોડામાં પહેરવા હાનિકારક છે. કારણકે જો તેમાં આગ લાગે તો તે પીગળીને શરીર સાથે ચોટી જસે અને વધારે હાનિ પહોચાડછે.
સંશ્લેષિત રેસઓના ગુણધર્મો .
આ રેસઓ ખુબજ ટકાઉ છે.
તે ખુબજ મજબૂત હોય છે.
ઝડપ થી સુકાઈ જાય છે.
કિમતમાં સસ્તા હોય છે.
સરળતાથી બધે મળી શકે તેવા હોય છે.
વિવિધ આકર્સક રંગો માં ઉપલબ્ધ હોય છે.