માઈક્રોસોફ્ટ ટીમ ની અંદર વિદ્યાર્થીઓ દ્વારા કેવી રીતે લોગીન થવું?

Microsoft Teams | માઈક્રોસોફ્ટ ટીમ

all about for MS Teams | How to login MS Teams | Teacher login MS Teams | 

MS Teams Login ( photo by Google Play )

માઈક્રોસોફ્ટ ટીમ ની અંદર વિદ્યાર્થીઓ દ્વારા કેવી રીતે લોગીન થવું?

હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા microsoft team એપ્લિકેશનની મદદથી વર્ચ્યુઅલ ક્લાસ ચલાવવા માટે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના આઈડી બનાવેલ છે. આ આઇડી  ની મદદથી વિદ્યાર્થીઓ દ્વારા કઈ રીતે લોગીન થવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે. આશા છે કે આ માહિતી દરેક વિદ્યાર્થીને તેમજ શિક્ષકોને ઉપયોગી બનશે.

 તો ચાલો આપણે લોગીન થવાની પ્રક્રિયા અંગેની માહિતી મેળવવી.

  • સ્ટેપ  સૌપ્રથમ પ્લેસ્ટોરમાં જઈને microsoft team નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી અને તેને ઇન્સ્ટોલ કરવી.
  • આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તેની અંદર આઈડી નાખવાનું કહેવામાં આવશે તો દરેક વિદ્યાર્થીએ પોતાનું આઇડી કેવી રીતે બનાવવું તે સમજીએ.
  • દરેક વિદ્યાર્થી નો uid નંબર હોય છે આ નંબર એ જ તમારું આઇડી છે હવે તેને કેવી રીતે લખવું
  • વિદ્યાર્થીએ લોગીન થવા માટે આઈડી માં પોતાનો 18 અંક નો uid નંબર નાખો ત્યારબાદ @ લખવું પછી ડોટ મૂકી gujccc.com લખવું.
  • જો ઉપર પ્રમાણે id બનાવવામાં આવશે તો નીચે એક્ઝામ્પલ માં બતાવેલા આઈડી ની જેવું એક આઈડી બનશે
  • Ex.   123456789012345678@ahmedabad.gujccc.com
  • અહીં ઉદાહરણમાં આપેલ અંકો અને જિલ્લાનું નામ જે તે વિદ્યાર્થી અને સ્થળ પ્રમાણે બદલાતું રહે છે.
  • અત્યારે તમારું આઇડી બનીને તૈયાર છે આ આઇડી microsoft team ની એપ્લિકેશન ની અંદર નાખો.
  • હવે તમને પાસવર્ડ નાખવાનું કહેવામાં આવશે તો અત્યારે દરેક વિદ્યાર્થી નો પાસવર્ડ નીચે  મુજબ છે.
  • Password =  school@123
  • ત્યાર પછી next બટન પર ક્લિક કરતા જતા તમારું એકાઉન્ટ ઓપન થશે. હવે તેની અંદર નીચેની સાઈડમાં કૅલેન્ડર લખેલું તેઓ એક ઓપ્શન હશે તેના પર ક્લિક કરવાથી લેવામાં આવતી અને લેવાની હોય તે દરેક મીટીંગ ની માહિતી જોવા મળશે. 
  • જે તે સમયે આપેલી માહિતીમાં થી પોતાને લાગુ પડતી ટીમ ની અંદર આપેલા સમયે જોઈન થવાનું રહેશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!