સાચું બોલવાનું પરિણામ......
ઘણા સમય પહેલાની વાત છે. એક સુંદર રાજ્ય હતું. રાજ્યનો રાજા પણ ઘણો ઉદાર, પ્રજાના દુખે દુખી પ્રજાના સુખે સુખી તેમજ ખુબજ ન્યાયપ્રિય હતો. ઘણીવાર નગરમાં વેશપલટો કરી નગર ભ્રમણ કરવા નીકળતો અને પ્રજાની હાલચાલ અને પ્રજાજનોની ખબર લેતો. એક દિવસ રાજા અવિજરીતે રાજા પોતાના રાજયમાં ફરતો હોય છે. પોતાના રાજ્યનો વૈભવ તેમજ સનોસોકત જોઈ ને આનંદિત થાય છે અને ભ્રમણ કરતાં કરતાં પોતાના મહેલ તરફ જવા નીકળે છે. મહેલ તરફ જતાં રસ્તામાં તેની નજર એક વ્યક્તિ પર પડે છે . આ વ્યક્તિ શારીરિક રીતે ખુબજ મજબૂત અને કોઈ સૂરવિર હોય તેવું દેખાય છે. રાજા તેની જોડે જાય છે અને મનમાં કૌતૂહલ જાગે છે કે આ વ્યક્તિ કોણ હછે તેમજ આટલી રાત્રિના સમય માં રાજમહેલ ના રસ્તાપર સુ કરીરહયો હછે?
રાજા તે વ્યક્તિ જોડે જાય છે અને તેને પૂછે છે કે તમે કોણ છો અને અહી શું કરીરહયા છો ?
તે વ્યક્તિ રાજા ને જણાવે છે કે તે એક ચોર છે અને રાજાના મહેલમાં ચોરી કરવા જઈ રહ્યો છે.
રાજા આશ્ચર્ય ચકિત થઈ થોડીવાર તેના સામે જોઈ રહે છે અને થોડું વધારે જાણવાની અને પરખવાની ઈચ્છા થી રાજા તે વ્યક્તિને કહે છે કે હું તને રાજમહેલ માં જવામાટેનો એક ગુપ્ત માર્ગ બતાવીશ પરંતુ ચોરી દરમિયાન જે કઈ પણ મળે તેમાથી આપનો બંનેનો અડધો અડધો ભાગ જો આ સરત મંજૂર હોય તો હું તને એ ગુપ્ત માર્ગ બતાવવા તૈયાર છું.
ચોર થોડું વિચારીને હ પડે છે જે મળસે તેમાથી અડધો ભાગ આપશે.
રાજા અને ચોર બંને ચાલતા થાય છે અને મહેલની નજીક આવે છે . રાજા ચોરને ગુપ્ત માર્ગ બતાવે છે અને અંદર જવાનું કહે છે.
ચોર ગુપ્ત માર્ગ થી અંદર જાય છે અને એક ઓરડામાં પહોચે છે . આ ઓરડાની અંદર એક સંદૂક રાખેલ હોય છે જેની અંદર ત્રણ અમુલ્ય રતન હોય છે . ચોર ત્રણ રતન લઈ લે છે પરંતુ તે વિચારેછે કે ત્રણ રતન ના સરખા બે ભાગ કઈ રીતે કરછે પોતાના સાથીને આપવા . એક સમય તે એમ વિચારે છે કે બે જ મળ્યા એમ કહીને એક સંતાડીને પોતાની જોડે રાખ છે. પરંતુ બીજી ક્ષણે વિચારે છે કે આ તો અન્યાય કર્યો કહેવાય આમ વિચારી એક રતન પાસુ સંદૂકમાં મૂકી બે રતન લઈ બહાર આવે છે.
બહાર આવી રાજાને એક રતન આપી બંને છૂટા પડે છે.
બીજે દિવસે સવારે રાજા સંદૂક જુવે છે તો જાણીને આશ્ચર્ય ચકિત થઈ જાય છે કે સંદૂક માં ત્રણ રતન હતા એમાં એક રતન હજુ પણ એમજ પડેલ છે. અને વિચારે છે ક અપસલ નું કારણ શું હ છે ?
રાજા રાજસભા બોલાવી વાત કરે છે પરંતુ એટલુજ કહે છે કે તેમના મહેલમાં ચોરી થઈ છે તો સેનાપતિ ચોર ને શોધીને હજાર કરે . થોડા સમય માં સેનાપતિ ચાર પાંચ વ્યક્તિને સભામાં હજાર કરે છે . રાજા આવેલા વ્યક્તિમાંથી ચોર ને ઓળખી જાય છે .
રાજા સભામાં કહે છે જે વ્યક્તિ એ ચોરી કરી હોય તે આગળ આવે પરંતુ ચોર થોડીવાર વિચારીને આગળ આવી જાય છે. આ જોઈ રાજા વધુ આશ્ચર્ય અનુભાવે છે .
રાજા હવે સભામાં રાત્રિ દરમિયાન બનેલી ઘટના સંપૂર્ણ દરબાર માં કહે છે અને ચોરની ઈમાનદારી , સછાઇ અને સાહસ જોઈ ને તેને પોતાના દરબાર માં નોકરી અને પ્રતિસ્ઠા આપે છે.