Gujarat Vidhva sahay Yojana 2023 Apply Online

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Vidhva Sahay Yojana Gujarat | Apply Online


Gujarat Vidhva sahay Yojana 2023 | 

vidhva sahay yojana online | 

vidhva sahay na document, ગંગા સ્વરૂપ યોજના ફોર્મ | 

Online Application Status Check | 

ganga swarupa yojana pdf

આ આર્ટીકલ અને સંપૂર્ણ માહિતી એ https://sarkariyojanaguj.com પર થી લેવામાં આવેલ છે. 

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સશક્તિકરણ અર્થે અને સુરક્ષા માટે ઘણી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્હાલી દિકરી યોજના, સખી-વન સ્ટોપ સેન્‍ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, 181 મહિલા હેલ્પલાઈન, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં ગંગા સ્વરૂપા એટલે વિધવા બહેનોને સમાજમાં પુન:સ્થપાન અને આર્થિક મદદરૂપ થવાના હેતુથી Vidhva Sahay Yojana અને ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો હેતુ

નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના Women And Child Development Department(WCD) દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે. વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય દ્વારા ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે તથા કેન્‍દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે “ઈન્‍દિરા ગાંધી નેશનલ વિ‍ડો પેન્શન સ્કીમ” ચલાવવામાં આવે છે.

યોજનામાં સહાયની રકમ

Vidhva Sahay Yojana Benefits નીચે મુજબ મળવાપાત્ર છે.

1. વિધવા લાભાર્થીને દર મહિને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 1250/- રૂપિયા જમા કરવામાં આવે છે.

2. વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતાં સરકારશ્રીની ગુજરાત સામૂહિક જૂથ સહાય(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા 1,00,000/- (એક લાખ) મળવાપાત્ર છે.

3. વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજીયાતપણે 2 વર્ષમાં  સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ મેળવવાની રહેશે.

વિધવા સહાય યોજનાની પાત્રતા

Gujarat Vidhva Sahay Yojana Eligibility Criteria નીચે મુજબના છે.

1.  18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા (ગંગા સ્વરૂપા આર્થિક) સહાય લાભ મળવાપાત્ર થશે.

2. National Social Assistance Programme (રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ-NSAP) હેઠળ Indira Gandhi National Widow Pension Scheme (ઈન્‍દિરા ગાંધી નેશનલ વિડો પેન્‍શન સ્કીમ) અંર્તગત BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.

3. ગુજરાત સરકારની નિરાધાર વિધવા પેન્‍શન યોજના Destitute Widow Pension Scheme(DWPS) અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર 18 થી ૪૦ વર્ષની વચ્ચે હોય અને 40 થી વધુ વર્ષ ઉપરના BPL  ન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.

4. વિધવા(ગંગા સ્વરૂપા આર્થિક) સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે (Income Eligibility Criteria for Vidhva Sahay Yojana) કુટુંબની વાર્ષિક આવક 1,20,000 (એક લાખ વીસ હજાર) તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 (એક લાખ પચાસ હજાર) ની જોગવાઈ સરકારીશ્રી દ્વારા કરવામાં આવેલ છે.

Gujarat Vidhva sahay Yojana Apply Online
Gujarat Vidhva sahay Yojana 2023


વિધવા સહાય યોજનાના ડોક્યુમેન્‍ટ

Required Document for Gujarat Vidhva Sahay Yojana નીચે મુજબના છે.

1.પતિના મરણનો દાખલો

2. આધારકાર્ડ

3. રેશનકાર્ડની નકલ

4. આવક અંગેનો દાખલો

5. વિધવા હોવા અંગેનો દાખલો

6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર

7. અરજદારની ઉંમર અંગેના પુરાવા

8. પાસપોર્ટ સાઇઝના બે ફોટા

9. બેંક અથવા પોસ્ટ પાસબુક

આ પણ વાંચો :: વ્હાલી દીકરી યોજના

અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?

વિધવા સહાય યોજના ફોર્મ ભરવા બાબતે લોકો ઘણા પ્રશ્નોત્તરી કરતા હોય છે જેમાં “How can I apply online for widow pension in Gujarat? અને “How to Apply gujarat pension online? આ પ્રકારની પ્રશ્નોત્તરીનો જવાબ નીચે મુજબ ગુજરાતી ભાષામાં આપેલ છે.

ગુજરાત સરકાર દ્વારા Vidhva Sahay Yojana અન્‍વયે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

ગ્રામપંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

  1. સૌપ્રથમ Vidhva Sahay Yojna Form ની નકલ મેળવીને અરજી પર ગ્રામ પંચાયતના તલાટીશ્રી પાસે સહી અને સિક્કા કરાવીને VCE ને આપવું.
  2. ગ્રામ પંચાયાતના VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન એન્‍ટ્રી કરવામાં આવશે.

તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 

Vidhava Sahay Yojana Helpline

વિધવા સહાય યોજનાની ઓનલાઈન ભરવાનું રહેશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે. Digital Gujarat Portal Helpline 18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે.

Ganga swarupa yojana online apply માટેની વેબસાઈટ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો

1. વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

2. વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે.

વિધવા સહાય યોજનાની અરજીનું Online Stutus કેવી રીતે જાણી શકાય?

વિધવા સહાય યોજનાની અરજી અન્‍વયે લોકો આ પ્રકારે પ્રશ્નો પૂછે છે. જેમાં“vidhva sahay yojana online check status” અને How to check my widow pension status online? અને “How Can I check gujarat widow Pension detail online? આ પ્રકારના પ્રશ્નોનો જવાબ નીચે મુજબ છે.

  1. સૌપ્રથમ લાભાર્થી https://nsap.nic.in/ આ વેબસાઈટ Open કરવી.
  2. NSAP  વેબસાઈટ ખોલ્યા બાદ Report માં જવું.
  3. Report માં Beneficiary Search, Track and Pay માં જવું.
  4. ત્યારબાદ “Pension Payment Details(New) માં જવું.
  5. લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Stutus જાણી શકશે.
  6. Sanction Order No/Application No
  7. Application Name
  8. Mobile No.

વિધવા સહાય યોજનાનું ફોર્મ pdf (vidhva sahay yojana form)

નિરાધાર વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે Indira Gandhi National Widow Pension Scheme અને Destitute Widow Pension Scheme(DWPS) એમ બે સ્કીમના ધારા-ધોરણો મુજબ અરજીઓના નમૂના અલગ-અલગ છે જેથી જેની પાત્રતા ધરાવતા હોય તેનું અરજી ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એકસમાન દર મહિને રૂપિયા 1250 મળવાપાત્ર જ થશે.

નીચે વિધવા સહાય ફોર્મ ની લિન્ક આપેલ છે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!