Voter ID online | ચૂંટણી કાર્ડમાં નામ બદલવા | Election Card online download | voter id search by name | voter id card download with photo
ભારત ચૂંટણી આયોગ અને ચીફ ઈલેક્ટ્રોલ ઓફિસર દ્વારા મતદાન અને મતદાન ઓળખપત્રની કામગીરી કરવામાં આવે છે. આ વિભાગ દ્વારા દેશમાં અને રાજ્યમાં નવા નોંધતા મતદારોને આઈડી કાર્ડ આપવાની સરસ કામગીરી કરવામાં આવે છે. Election Commission of India ના હેઠળ દરેક રાજ્યમાં અલગ ચૂંટણી આયોગ કાર્યરત હોય છે. રાજ્યોમાં Chief Electoral Officer ચૂંટણીની તથા મતદાન, મતદાર યાદીની કામગીરી કરતા હોય છે. આપણે આ આર્ટિકલના માધ્યમથી નવું ચૂંટણીકાર્ડ કેવી રીતે બનાવવું, election card online check કેવી રીતે કરવું તે જાણીશું. આ ઉપરાંત ECI દ્વારા સંચાલિત Voter Portal પર કેવી કેવી સુવિધા મળે છે તે વિગતવાર જાણીશું.
Chief Electoral Officer, CEO Gujarat
ગુજરાત રાજ્યમાં CEO Gujarat દ્વારા નવા મતદારોને મતદારયાદીમાં નામની નોંધણી તથા મૃત્યુ પામેલા હોય તેમના નામ કમી કરાવે છે. રાજ્યના નાગરિકો લોકોનાઅ મતાધિકારનો ઉપયોગ ઉત્તમ રીતે કરે તે હેતુસર લોકજાગૃત્તિના કાર્યક્રમો કરે છે. વિશેષમાં રાજ્યના મતદારો પોતાનું voter id download ઘરેથી કરી શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદારો પાસેથી વેબસાઈટ સુધારણ માટે તથા વહીવટને વધુ પારદર્શક, નાગરિકલક્ષી (Citizen Friendly) બનાવવા માટે અભિપ્રાય પણ મંગાવવામાં આવે છે.
Chutani Card Online-2022 |
About Gujarat Voter List 2021
દેશના ચૂંટણીપંચ દ્વારા દરેક રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા New Voter List બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આ યાદી CEO Gujarat ની અધિકૃત વેબસાઈટ પર મૂકવામાં આવે છે. આ યાદીમાં જે નાગરિકનું નામ આવશે તે તમામ મતદાન કરી શકશે. દરેક નાગરિકે 18 વર્ષની કે તેથી વધુ ઉંમર થાય તેમને પોતાના નજીકના BLO પાસે દસ્તાવેજો લઈને નામ નોંધણી કરાવવું જોઈએ. હવે દેશના નાગરિકોની નામ તપાસવા માટે ચૂંટણી વિભાગની કચેરી સુધી રૂબરૂ જવાની જરૂર નથી. આ કામગીરી સત્તાવાર વેબસાઈટ પરથી વિનામૂલ્યે કરી શકાશે. નાગરિકો મતદાર યાદીમાં નામ તપાસી શકશે.
Key Highlights Of Gujarat Voter List
Scheme Name | Gujarat Voter List 2021 |
Launched By | State Election Commission, Gujarat |
Beneficiary | New Voter (citizens of Gujarat) |
Official Website | https://ceo.gujarat.gov.in/ |
Mode Of Application | Online/Offline |
Year | 2021 |
Online Voter Portal Website | https://voterportal.eci.gov.in/ |
Download Forms For Election Card
ગુજરાતના મતદારોને નવુ નામ દાખલ કરવા માટે, વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને નોંધણી કરવા માટે, તથા વોટર લિસ્ટમાંથી નામ કમી કરવા માટે અલગ-અલગ ફોર્મની જરૂર પડે છે. તથા ચૂંટણી ઓળખપત્ર આવ્યા બાદ એમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે Gujarat Election Card Form ના અલગ-અલગ નમૂના બનાવવામાં આવેલ છે.
Registration of Name in Electoral Roll (Form-6)
ભારતીય ચૂંટણી આયોગની મતદાર નોંધણી નિયમો, 1960ના ના મુજબ દેશના નાગરિક 18 વર્ષની ઉંમરે મતદાર યાદીમાં નોંધણી કરાવી શકે છે. મતદાર યાદીમાં પ્રથમ વખત મતદાર તરીકે નામ દાખલ કરવા માટે નમૂનો-6 નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એક મતદાર વિભાગમાંથી અન્ય મતદાર વિભાગમાં સ્થળાંતર માટે નાગરિકો ફોર્મ નંબર-6 નો જ ઉપયોગ કરવાનો રહેશે.
Registration of Name in Electoral Roll (For Overseas Voter) Form-6A
ભારતના વિદેશમાં વસવાટ કરતા હોય એમને મતદાર યાદીમાં નામ સમાવેશ કરવા માટે નમૂના નંબર-6A નો ઉપયોગ કરવાનો રહેશે. આ ફોર્મ દ્વારા વિદેશમાં કોઈપણ કારણ અર્થે બહાર રોકાયેલા નાગરિકો આ ફોર્મ નંબર દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરી શકે છે.
Deletion of Name in Electoral Roll (Form-7)
ભારતના નાગરિક મતદાર યાદીમાં નામ સમાવેશ હોય પરંતુ વિવિધ કારણોસર નામ કમી પણ કરાવવું પડે છે. નાગરિકના મૃત્યુના કારણે મતદાર યાદીમાંથી નામ કમી માટે આ ફોર્મ નંબર-7 ભરવાનું રહેશે. આ ઉપરાંત નાગરિકના સ્થળાંતરને કારણે મતદાર યાદીમાંથી કમી કરવા માટે આ ફોર્મ ભરી શકે છે.
Change in Details in Electoral Roll (Form-8)
ભારતીય ચૂંટણીપંચ દ્વારા જે નાગરિકોના મતદારયાદીમાં નામ આવી ગયેલ હોય પરંતુ એમાં જરૂરી સુધારા કે વધારા કરવાના હોય તેવા નાગરિકો ફોર્મ નંબર-8 નો ઉપયોગ કરી શકે છે. આ ફોર્મ દ્વારા નાગરિક નામ,જન્મતારીખ, ફોટોગ્રાફ, સરનામું વગેરેમાં સુધારો કરી શકાય છે.
Transposition of Entry in Electoral Roll (Form-8A)
ચૂંટણી આયોગ દ્વારા દેશના નાગરિકો મતદાર યાદીમાં પોતાનું સરનામું બદલવા માંગતા હોય તો બદલાવી શકે છે. સમાન મતદાર યાદીમાં એક રહેઠાણના સ્થળેથી તે જ મતદાર વિભાગમાં અન્યત્ર સ્થળાંતર કરવાના કિસ્સામાં ફોર્મ નંબર-8A નો ઉપયોગ કરી શકે છે.
મતદાર યાદીમાંની વિગતો | Download Forms |
મતદારયાદીમાં નામ દાખલ કરવા માટેની અરજી | Election Card Form 6 |
વિદેશમાં વસતા ભારતીય નાગરિકની મતદાર તરીકે નોંધણી કરવા માટેની અરજી | Election Card Form 6-A |
મતદારયાદીમાં નામ કમી કરવા માટેની અરજી | Election Card Form 7 |
મતદાર યાદીમાં નોંધેલ વિગતો સુધારવા માટેની અરજી | Election Card Form 8 |
મતદાર યાદીમાંની નોંધ બદલવા માટેની અરજી | Election Card Form 8-A |
Required Documents & Eligibility Criteria Of Gujarat Voter List
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવી મતદાર યાદી બનાવવામાં આવે છે. જેમાં નાગરિકોની નવી નોંધણી માટે, સુધારા માટે કે નામ કમી કરવા માટે જુદા-જુદા ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબના છે.
- નાગરિક ભારતનો & ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
- નાગરિક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ.
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- ઉંમર અંગેનો પુરાવો (L.C/ જન્મનું પ્રમાણપત્ર/ મેડિકલ ઓફિસરનું ઉંમર અંગેનું પ્રમાણપત્ર)
- ઈ-મેઈલ આઈડી
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- મોબાઈલ નંબર
- લગ્નનું પ્રમાણપત્ર
National Voters Service Portal (NVSP)
ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદાન દિવસને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. આ માટે ઘણા બધા કાર્યક્રમો તથા પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવએલ છે. તથા ચૂંટણીપંચ દ્વારા ઘણી વેબસાઈટ અને વેબપોર્ટલ નાગરિકોની સરળતા માટે બનાવેલ છે. જેમાં National Voter Service Portal (NVSP) બનાવવામાં આવેલ છે. જેને ગુજરતીમાં રાષ્ટ્રીય મતદાન સેવા પોર્ટલ કહેવામાં આવે છે. જેમાં નાગરિકો પોતાની સેવાઓનો લાભ જાતે મેળવી શકે છે. આ પોર્ટલ વિશેની વધુ માહિતી નીચે મુજબ આપેલી છે.
Photp from : https://eci.gov.in/gallery |
Online Voter Registration
ભારતના મતદારોની સરળતા માટે Online Voter Registration ની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે વિશે માહિતી નીચે મુજબ છે.
સૌપ્રથમ Chief electoral Officer, Gujarat ની official website પર જાઓ.
ત્યારબાદ તેના Home Page ખૂલશે.
જેમાં જો રજીસ્ટેશન ધરાવતા ન હોય તો “’don’t have an account? Create an account પર ક્લિક કરવાનું રહેશે.
જેમાં નાગરિકે પોતાનું Email Id અથવા Mobile No. નાખવાનો રહેશે.
મોબાઈલ અથવા ઈમેઈલ આઈડી નાખ્યા બાદ OTP આવશે તે OTP નાખવાનો રહેશે.
OTP વેરીફાઈ કર્યા બાદ નવો પાસવર્ડ બનાવવાનું પેજ આવશે, જેમાં Enter New Password દાખલ કરવાનો રહેશે.
જેને સબમીટ કરવાથી તમારું Voter Online Registration ની પ્રક્રિયા પૂર્ણ થશે.
Search Your Name In Gujarat Voter List
ભારત સરકારના National Voters Service Portal(NVSP) દ્વારા નાગરિકો ઘરે બેઠા election yadi gujarat માં નામ છે કે નહિં તે ચેક કરી શકે છે. નાગરિકો પોતાના નામ, સરનામા, ઉંમરના આધારે જાણી શકે છે. તથા મતદારો પોતાના EPIC No. દ્વારા પણ જાણી શકે છે.
સૌપ્રથમ રાષ્ટ્રીય મતદાર સેવા પોર્ટલ(NVSP) પર જાઓ
આ વેબસાઈટ ખોલ્યા બાદ તેના Home Page પર સર્ચની માહિતી આવશે.
જેમાં નાગરિકો Voter id search by name દ્વારા પોતાનું નામ યાદીમાં સામેલ છે કે નહિં તે જાણી શકે છે.
આ ઉપરાંત નાગરિકો Search by EPIC No. દ્વારા પણ gujarat voter id list માં પોતાનું નામ જાણી શકે છે.
Download e-EPIC Card (Gujarat Voter ID Card)
ભારતીય ચૂંટણીપંચ દ્વારા NVSP વેબસાઈટ બનાવવામાં આવેલ છે. જેમાંથી નાગરિક પોતાનું ચૂંટણીકાર્ડ ઓનલાઈન કઢાવવું હોય તો ડાઉનલોડ કરી શકે છે.
સૌપ્રથમ NVSP.in પર જવાનું રહેશે.
તેમાં e-EPIC Download પર ક્લિક કરવાનું રહેશે.
જ્યાં અરજદારે પોતાનો EPIC No. અને રાજ્ય સિલેકટ કરીને ડાઉનલોડ કરી શકશે.
Download Electoral Roll PDF
ભારતીય ચૂંટણી આયોગ દેશના તમામ નાગરિકોને Electoral Roll પોતાના ઘરેથી જ ડાઉનલોડ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.
- સૌપ્રથમ https://ceo.gujarat.gov.in/ પર જાઓ.
- ત્યારબાદ “Electoral Rolls – 2021” પર જાઓ.
- હવે “Electoral Roll – Gujarat State “ નામનું નવું પેજ ખૂલશે.
- હવે “District, Assembly અને Captcha નાખીને ડાઉનલોડ કરી શકાશે.
Know Your Application Status
Photp from : https://eci.gov.in/gallery |
નવા નોંધાયેલા મતદારો પોતાની ચૂંટણી ઓળખકાર્ડ માટેની કરેલી Application નું Status જાતે જાણી શકે છે. જ્યાં મતદાર પોતાના ચૂંટણીકાર્ડ નંબર દ્વારા BLO નું નામ અને મોબાઈલ નંબર મેળવી શકે છે. આ ઉપરાંત Electoral Officers નું નામ અને નંબર જાણી શકશે. મતદાનક્ષેત્રનું સરનામું જાણી શકશે.
Know Your Matdar Sahayata Kendra
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદારોની સમસ્યાના નિકાલ માટે જિલ્લા દીઠ ‘મતદાર સહાય કેન્દ્ર‘ જાહેર કરવામાં આવેલ છે. જ્યાં મતદાન કરતા તમામ નાગરિકો પોતાના ચૂંટણીકાર્ડ સંબંધિત, મતદાન સંબંધિત કે મત વિસ્તાર બાબતની રજૂઆત કરી શકે છે.
FAQs-for-Voters
નવા મતદારો જ્યારે ઓનલાઈન અરજી કરતા હોય છે, ત્યારે ઘણા બધા પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરતા હોય છે. આ તમામ સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટે CEO Gujarat દ્વારા એક FAQ’s PDF બનાવવામાં આવેલ છે. જેને નીચેના બટન પરથી Download કરી શકાશે.