STD 6 Mathematics Svadhyay Pothi Solution : Unit 1 - Sankhya Parichay ( સંખ્યા પરિચય )
Maths| STD 6 | Unit :- 1 - સંખ્યા પરિચય | Swadhay Pothi Solution
સંખ્યા પરિચય Maths Svadhyay Pothi અધ્યયન નિષ્પત્તિ ( Learning Out Comes )
M 691.1 આપેલ અંકો પરથી સંખ્યા બનાવે છે.
M 619.2 અંકોની અદલાબદલી કરીને નવી સંખ્યા બનાવે છે.
M 619.3 આપેલ સંખ્યાના અંકોની સ્થાનકિંમત જણાવે છે અને સ્થાનકિંમત ના આધારે સંખ્યાનું વિસ્તરણ કરે છે.
M 619.4 1,00,000 સુંધિની સંખ્યા શબ્દોમાં અને અંકોમાં સમજે છે.
M 619.5 કરોડ સુંધિની સંખ્યા સમજે છે અને વાંચન લેખન કરે છે.
M 619.6 અલ્પવિરામ નો ઉપયોગ કરી ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય પધ્ધતિ માં સંહયા લેખન કરે છે.
M 619.7 આસન્ન મૂલ્ય દ્વારા દશક, સો અને હજાર નો અંદાજ કાઢે છે.
M 601 યોગ્ય પ્રક્રિયા ( ભા, ગુ, સ, બા ) ના ઉપયોગ દ્વારા મોટી સંખ્યાના દાખલા ઉકેલે છે.
Mathematics Svadhyay Pothi Solution : સંખ્યા પરિચય
Maths Unit 1 સ્વાધ્યાય પોથી | દાખલો :- 1 Svadhyay Pothi
(1) 428721 માં 2 ની સ્થાનકિંમતોનો ગુણાકાર શું મળે ?
4
40000
400000
4000000
(2) સાત અંકની સૌથી મોટી સંખ્યા માં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે ?
10 હજાર
1 લાખ
10 લાખ
1 કરોડ
(3) 3 ╳ 10000 + 7 ╳ 1000 + 9 ╳ 100 + 0 ╳ 10 + 4 એટલે ...…
3794
37940
37904
379409
(4) 9578 માટે નીચેના માંથી શું સાચું છે?
9 ╳ 10000 + 5 ╳ 1000 + 7 ╳ 10 + 8 ╳ 1
9 ╳ 1000 + 5 ╳ 100 + 7 ╳ 10 + 8 ╳ 1
9 ╳ 1000 + 57 ╳ 10 + 8 ╳ 1
9 ╳ 100 + 5 ╳ 100 + 7 ╳ 10 + 8 ╳ 1
(5) 85642 ની હજારના અંદાજમાં આશરે કિંમત શું થાય ?
85600
85700
85000
86000
(6) 5, 9, 2 અને 6 અંક વડે અને આમાથી કોઈ એક અંક નો બે વખત ઉપયોગ કરી બનતી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા કઈ ?
9652
9562
9659
9965
(7) ભારતીય સંખ્યાલેખન પધ્ધતિ મુજબ 58695376 કેમ દર્શાવશો?
58,69,53,76
58,695,376
5,86,95,376
586,95,376
(8) એક મિલિયન એટલે ..…
1 લાખ
10 લાખ
1 કરોડ
10 કરોડ
(9) નીચે પૈકી કઈ સંખ્યાની હજારમાં આસરે કિંમત 5000 મળે ?
5505
5559
5999
5499
(10) 6350947 સંખ્યામાં 6 નું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ ?
6975430
6043579
6034579
6034759
(11) નીચે પૈકી કઈ રોમન સંખ્યા નથી ?
LXXX
LXX
LX
LLX
(12) ત્રણ અલગ અલગ અંકો ધરાવતી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા કઈ ?
98978
99879
99987
98799
(13) ત્રણ અલગ અલગ અંક ધરાવતી ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ ?
1102
1012
1020
1002
(14) 100000 ની તરત પહેલાની સંખ્યા કઈ ?
99000
99999
999999
1001
(15) એક મિલિયનની તરત પછીની સંખ્યા કઈ ?
2 મિલિયન
1000001
100001
10001
Maths Svadhyay Pothi Solution | ગણિત સ્વાધ્યાય પોથી સોલ્યુસન દાખલા નં 2
દા. 2 ખાલી જગ્યા પૂરો : unit-1 Maths Svadhyay Pothi
(16) 10 મિલિયન = _1_ કરોડ અને 10 લાખ = _1_ મિલિયન
(17) 100 હજાર = ___1____ લાખ
(18) નર્મદા નદીની લંબાઈ આશરે 1290 કિમી છે, તો લંબાઈ = 1290000 મીટર
(19) રોમન પધ્ધતિ માં I, X, C અને D પૈકી ___D______ બાદ ન થઈ શકે .
(20) એકમમાં 5 આવતા હોય તેવી છ અંક ની નાનામાં નાની સંખ્યા 100005 છે.
(21) 66 ને રોમન માં LXVI લખાય
(22) 2017 માં ભાવનગરની વસ્તી 606282 હતી, તો હજારમાં આશરે વસ્તી 606000 કહેવાય.
(23) 106159 ની તરત પછીની સંખ્યા 106160 છે.
(24) 1000 એ ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે.
(25) 6 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા , 10 લાખ થાય.
દા. 3 સૂચના મુજબ કરો : Maths Unit 1 Svadhyay Pothi Solution - સંખ્યા પરિચય
(26) ઉતરતા ક્રમમા ગોઠવો :: 8435, 4835, 13584, 5348, 25843
જવાબ :- ઉતરતા ક્રમમા ગોઠવવા પ્રથમ મોટી અને પછી ક્રમશ: નાની સંખ્યા આવે.
25843, 13584, 8435, 5348, 4835
(27) પૃથ્વીની ત્રિજ્યા 6400 કિમી અને મંગળની ત્રિજ્યા 4300000 મીટર છે, તો કોની ત્રિજ્યા મોટી ? અને કેટલી ?
જવાબ :- અહી આપેલ દરેક ત્રિજ્યાને કોઈ એક એકમ માં ફેરવવા પડે.
આપડે મંગળની ત્રિજ્યા મીટર માથી કિમી માં ફેરવવી
4300000 મીટર = 4300 કિમી થાય.
હવે,
પૃથ્વીની ત્રિજ્યા = 6400 કિમી
મંગળ ની ત્રિજ્યા = 4300 કિમી
માટે, પૃથ્વીની ત્રિજ્યા મોટી છે,
6400 - 4300 = 2100
આથી, પૃથ્વીની ત્રિજ્યા મંગળ કરતાં 2100 મીટર મોટી છે.
(28) સાત અંકની મોટામાં મોટી અને આઠ અંકની નાનામાં નાની સંખ્યાનો તફાવત શોધો.
જવાબ :-
સાત અંકની મોટામાં મોટી સંખ્યા = 9999999
આઠ અંકની નાનામાં નાની સંખ્યા = 10000000
બંનેનો તફાવત
10000000 - 9999999 =00000001
(29) 2, 0, 4, 7, 6, 5 અંક નો માત્ર એક વખત ઉપયોગ કરી બનતી છ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો સરવાળો કરો.
જવાબ :-
બનતી સૌથી મોટી સંખ્યા = 765420
બનતી સૌથી નાની સંખ્યા = 204567
સરવાળો,
765420 + 204567 = 969987
(30) એક ફેક્ટરીમાં 35874 લિટર કોલડ્રિંક ની બોટલ ભરેલ છે, તો તેમાથી 200 મિલીની કેટલી બોટલ ભરી શકાય ?
જવાબ :-
35874 લિટર = 35874000 મિલી
એક બોટલમાં 200 મિલી ભરાય
માટે,
35874000 ÷ 200 = 179370 બોટલ ભરાય
(31) એક બોક્સ માં 5 દવાની પેટીઓ છે, આ દરેક પેટીમાં 12 દવાની ગોળીઓ છે, દરેક દવાની ગોળીનું વજન 500મિલિગ્રામ છે. તો આવા 12 બોક્સ માં રહેલી દવાનું કુલ વજન કેટલું થાય ?
જવાબ:-
એક ગોળી નું વજન = 500 મિલિગ્રામ
માટે,
એક પેટીનું વજન = 12 ╳ 500 મિલિગ્રામ = 6000 મિલિગ્રામ
એક બોક્સ માં 5 પેટી છે તેથી,
બોક્સ નું કુલ વજન = 5 ╳ 6000 મિલિગ્રામ = 30000 મિલિગ્રામ
કુલ 12 બોક્સ હોવાથી,
12 બોક્સ નું વજન = 12 ╳ 30000 મિલિગ્રામ = 360000 મિલિગ્રામ
જો વજન ગ્રામમાં કરવામાં આવે તો
360000 ÷ 1000 = 360 ગ્રામ
(32) કેટલા એક લાખ થી 5 બિલિયન બને ?
જવાબ :-
5 બિલિયન એટલે
50,000 લાખ
સ્વાધ્યાય પોથી સોલ્યુસન - સંખ્યા પરિચય | Maths Svadhyay Pothi Solution - Sankhya Parichay - સંખ્યા પરિચય ધોરણ 6
(33) સંખ્યાને નજીકના સોના અંદાજમાં ફેરવી, સામાન્ય નિયમોના આધારે સરવાળો કરો.
(A) 874 + 478
જવાબ :-
874 નું સોના અંદાજે = 900
478 નું સોના અંદાજે = 500
900 + 500 = 1400
(B) 793 + 397
જવાબ :-
793 નું સોના અંદાજે = 800
397નું સોના અંદાજે = 400
800 + 400 = 1200
( C ) 11244 + 3507
જવાબ :-
11244નું સોના અંદાજે = 11200
3507નું સોના અંદાજે = 3500
11200 + 3500 = 14700
(34) સંખ્યાને નજીકના દસના અંદાજ માં ફેરવી, સામાન્ય નિયમના આધારે બાદબાકી કરો.
(A) 11963 – 9369
જવાબ:-
11963 નું દસના અંદાજે = 11960
9369 નું દસના અંદાજે = 9370
11960 - 9370 = 2590
(B) 76877 – 7783
જવાબ:-
76877 નું દસના અંદાજે = 76880
7783 નું દસના અંદાજે = 7780
76880 - 7780 = 69100
( C ) 10732 – 4354
જવાબ:-
10732 નું દસના અંદાજે = 10730
4354 નું દસના અંદાજે = 4350
10730 - 4350 = 6380
(35) સંખ્યાને નજીકના સોના અંદાજમાં ફેરવી, સામાન્ય નિયમના આધારે ગુણાકાર કરો.
(A) 870 ╳ 320
જવાબ :-
870 નું સોના અંદાજે = 900
320 નું સોના અંદાજે = 300
900 ╳ 300 = 270000
(B) 311 ╳ 113
જવાબ:-
311 નું સોના અંદાજે = 300
113 નું સોના અંદાજે = 100
300 ╳ 100 = 30000
( C ) 1639 ╳ 1988
જવાબ:-
1639નું સોના અંદાજે = 1600
1988 નું સોના અંદાજે = 2000
1600 ╳ 2000 = 3200000
STD 6 Mathematics Svadhyay Pothi Solution
Unit | click to Download |
---|---|
યુનિટ 1 : સંખ્યા-પરિચય | Download |
યુનિટ 2 : પૂર્ણ સંખ્યાઓ | Download |
યુનિટ 3 : સંખ્યા સાથે રમત | Download |
યુનિટ 4 : ભૂમિતિના પાયાના ખ્યાલો | Download |
યુનિટ 5 : પાયાના આકારોની સમજૂતી | Download |
યુનિટ 6 : પૂર્ણાંક | Download |
યુનિટ 7 : અપૂર્ણાંક સંખ્યાઓ | Download |
યુનિટ 8 : દશાંશ સંખ્યાઓ | Download |
યુનિટ 9 : માહિતીનું નિયમન | Download |
યુનિટ 10 : માપન | Download |
યુનિટ 11 : બીજગણિત | Download |
યુનિટ 12 : ગુણોત્તર અને પ્રમાણ | Download |
યુનિટ 13 : સંમિતિ | Download |
યુનિટ 14 : પ્રાયોગિક ભૂમિતિ | Download |
Unit 1 - Sankhya Parichay |
WhatsApp ગ્રુપ માં જોડાવા લિન્ક પર ક્લિક કરો. GYAN ZARUKHO