NCERT Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ [ Notes, Solution, Quiz ]

NCERT Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ [ Notes, Solution, Quiz ]

નમસ્કાર વિધ્યાર્થીઓ, વાલીઓ and શિક્ષક મિત્રો; આજે આપણે અહી આ આર્ટીકલ ની અંદર Class 7 Science chapter 1 વનસ્પતિમાં પોષણ અંગેની કેટલીક સામાન્ય Nots, સ્વાધ્યાય નું Solutions and Science Chapter 1 Quiz જોઈશું.  So હવે વધુ રાહ ન જોતાં શરૂ કરીએ.

NCERT-Class-7-Science-Chapter 1-વનસ્પતિમાં-પોષણ
NCERT-Class-7-Science-Chapter 1-વનસ્પતિમાં-પોષણ


Class 7 Science Chapter 1 Nutrition in plants Nots | વનસ્પતિમાં પોષણ Nots

ખોરાક માં વિવિધ ઘટકો રહેલા હોય છે, જેમ કે; ચરબી, પ્રોટીન, વિટામિન, કાર્બોદિત અને ખનીજતત્વો.

પોષકતત્વો ( Nutrients ) :: ખોરાકના જે ઘટકો આપના શરીર માટે જરૂરી છે તેને પોષકતત્વો ( Nutrients ) કહેવાય છે.

દરેક સજીવ માટે ખોરાક જરૂરી છે, પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તે સીધી કે આડકતરી રીતે વનસ્પતિ પર આધાર રાખે છે.

વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. but દરેક વનસ્પતિ ખોરાક જાતે બનાવે આ જરૂરી નથી, કેટલીક વનસ્પતિ બીજી વનસ્પતિ પર આધાર રાખે છે.

વનસ્પતિમાં પોષણના પ્રકાર | Mode of Nutrition in Plants

પોષણ :: સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે.

વનસ્પતિ એકમાત્ર એવો સજીવ છે કે જે પાણી, સૂર્યપ્રકાશ અને કાર્બનડાયોક્સાઈડની મદદ થી પોતાનો ખોરાક બનાવે છે.

પોષકતત્વો સજીવના શરીરના વૃધ્ધિ, વિકાસ, બંધારણ, નુકશાન થયેલ ભાગ ના સમારકામ અને જૈવિકક્રિયા માટે જરૂરી છે.

પોષણના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવેલ છે,

  1. સ્વાવલંબી પોષણ
  2. પરાવલંબી પોષણ

સ્વાવલંબી પોષણ :-  સજીવો સરળ પદાર્થો માંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવાય છે.

પરાવલંબી પોષણ :-  સજીવો ખોરાક માટે બીજા પર આધાર રાખે કે સરળ પદાર્થો માંથી પોતાનો ખોરાક બનાવી શકતા નથી તે પરાવલંબી પોષણ કહેવાય છે.

વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા - પ્રકાશસંશ્લેષણ | Photosynthesis - Food Making Process in Plants

આપણે જેમ રસોઈ બનાવવા માટે તમામ કાચા પદાર્થોને રસોડા સુંધી પહોચડવા પડે છે, તેમ વનસ્પતિમાં પણ તમામ કાચા પદાર્થોને રસોડા સુંધી પહોચવું પડે છે.

હવે સવાલ થાય કે વનસ્પતિનું રસોડુ કોને કહેવું ?

તો, વનસ્પતિનું રસોડુ પર્ણોને કહેવાય છે.

 જમીન માઠી પાણી અને ખનીજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થઈ પરિવહન દ્વારા પર્ણો સુંધી પહોચે છે.

વનસ્પતિના પર્ણો માં પર્ણરંધ્ર આવેલ હોય છે, જેના દ્વારા વાતાવરણ માંથી કાર્બનડાયોક્સાઈડ નું શોષણ કરે છે.

પર્ણોમાં લીલારંગનું રંજકદ્રવ્ય આવેલ હોય છે, જેને હરિતદ્રવ્ય કહેવાય છે.

આ હરિતદ્રવ્ય પર્ણોને સૂર્યપ્રકાશનું શોષણ કરવામાં મદદ કરે છે.

આમ છેલ્લે,

મૂળ દ્વારા શોષયેલ પાણી અને ખનીજક્ષારો,

પર્ણો દ્વારા શોષયેલ કાર્બનડાયોક્સાઈડ

હરિતદ્રવ્ય દ્વારા શોષયેલ સૂર્ય ઊર્જા

આ ક્રિયામાં સૂર્યપ્રકાશ નો ઉપયોગ થતો હોવાથી આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહેવાય છે.

પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા ;

દરેક સજીવ સીધી કે આડકતરી રીતે સૂર્યઉર્જા પર આધાર રાખે છે.

તેથી સૂર્યને બધા સજીવો માટે ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત કહેવાય છે.


NOTE :: પ્રકાશસંશ્લેષણ વનસ્પતિના દરેક લીલા ભાગમાં ( હરિતદ્રવ્ય ) થાય છે.

લીલા રંગ સિવાય ના પર્ણો પણ પ્રકાશસંશ્લેષણ કરે છે.

કારણકે તેમાં હરિતદ્રવ્ય આવેલ હોય છે પરંતુ બીજા રંજકદ્રવ્યો આ હરિતદ્રવ્યને ઢાંકી દે છે.


વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો | Other Mode of Nutrition in Plants

જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી તે ખોરાક માટે બીજા પર આધાર રાખે છે, આવી વનસ્પતિઓને પરોપજીવી વનસ્પતિ કહેવાય છે.

પરોપજીવી જે વનસ્પતિ પાસેથી પોષણ મેળવે છે તે વનસ્પતિને 'યજમાન' ( host ) તરીકે ઓળખવામાં આવે છે.

અમરવેલ એ એક પરોપજીવીનું ઉત્તમ ઉદાહરણ છે.

કેટલીક વનસ્પતિઓ નાના-નાના કીટકો નો ખોરાક તરીકેઉપયોગ કરી વનસ્પતિ પોષણ મેળવવા ઉપયોગ કરે છે.

આવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ તરીકે ઓળખાય છે.

કળશપર્ણ એ કિટાહારી વનસ્પતિનું ઉદાહરણ છે.


વનસ્પતિમાં મૃતપોષી પોષણ | NCERT Class 7 Science chapter 1

જે મૃત કે સડી ગયેલા પદાર્થો માંથી પોષણ મેળવે છે આવા પોષણ ને મૃતપોષી કહેવાય છે.

મૃતપોષી પોષણ ધરાવતા સજીવને મૃતોપજીવી કહેવાય છે.

બ્રેડ પર જોવા મળતી ફૂગ, વરસાદ ની ઋતુ માં જોવા મળતી ચામડા પર ફૂગ વગેરે મૃતોપજીવી સજીવો છે.


વનસ્પતિમાં પોષણ - સહજીવીઓ

કેટલાક સજીવો એકબીજા ની સાથે જીવે છે જે એક બીજાની જરૂરિયાત પૂરી પડે છે.

આ પ્રકારના જીવનને સહજીવન ( સહભાગિતા ) કહેવાય છે.

ફૂગ વનસ્પતિના મૂળમાં જોવા મળે છે , જેમાં વનસ્પતિ ફૂગ ને પોષકતત્વો પૂરા પડે છે અને ફૂગ વનસ્પતિને પાણી અને ખનીજ ક્ષાર આપે છે.

લાઈકેન અને લીલ પણ સહજીવી પોષણ મેળવે છે.


વનસ્પતિમાં પોષણ પારિભાષિક શબ્દો | Class 7 Science Chapter 1 Nutrition in Plants

  • સ્વયંપોષી - Autotropic 
  • હરિતદ્રવ્ય - Chlorophyll 
  • પરપોષી - Heterotrophs
  • યજમાન - Host
  • કીટાહારી - Insectivorous
  • પોષકતત્વો - Nutrients 
  • પોષણ - Nutrition
  • પરોપજીવી - Parasite
  • પ્રકાશસંશ્લેષણ - Photosynthesis
  • મૃતોપજીવી - Saprotrophs
  • મૃતપોષી - Saprotrophic
  • પર્ણરંધ્ર - Stometa

Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ Solutions


પ્રશ્ન 1. સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે પડે છે ?

Ans. - ખોરાકની જરૂરિયાત સજીવને ઘણા બધા કારણોથી પડે છે,

  • સજીવની વૃધ્ધિમાં મદદ કરે છે.
  • દોડવું, ચાલવું, કાર્ય કરવું વગેરે દૈનિક ક્રિયમાટે પણ ખોરાક જરૂરી છે.
  • શરીરના કોઈ ભાગમાં થયેલા નુકશાન ને રીપેર કરવા પણ ખોરાકની જરૂર પડે છે.
  • ખોરાક રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી રોગો સામે લડવાની તાકાત આપે છે.


પ્રશ્ન 2. પરોપજીવી અને મૃતોપજીવી નો તફાવત આપો.

Ans

પરોપજીવી મૃતોપજીવી
કોઈ અન્ય સજીવ પાસેથી પોષણ મેળવે છે સડી ગયેલા કે મરીગાયેલા પદાર્થો માંથી પોષણ મેળવે છે
જેના પાસેથી પોસાણ મેળવે તેને યજમાન કહેવાય છે તે સજીવ ને ખોરાક તરીકે ઉપયોગ કરતાં નથી


પ્રશ્ન 3. પર્ણમાં સ્ટાર્ચ ની હાજરી કઈ રીતે ચકાસશો ?

Ans. પર્ણમાં સ્ટાર્ચ ની હાજરી ચકાસવા માટે આયોડિન નો ઉપયોગ કરવામાં આવે છે.

સૌથી પહેલા પરણને લઈ આલ્કોહોલ માં ઉકાળવામાં આવે છે.

ઉકળેલા આ આલ્કોહોલમાં આયોડિનના 4 5 ટીંપા નાખવામાં આવે છે.

સ્ટાર્ચ હાજર હશે તો તે દ્રાવણ વાદળી રંગનું બને છે.


પ્રશ્ન 4. લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો.

Ans. પાણી અને કાર્બનડાયોક્સાઈડ નું સૂર્યપ્રકાશ ની મદદ થી પ્રકાશસંશ્લેશન દ્વારા કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન મળે છે.


પ્રશ્ન 5. રેખાચિત્ર દ્વારા દર્શાવો કે ' વનસ્પતિ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે.'

Ans.

XXXX


પ્રશ્ન 6 . ખાલી જગ્યા પૂરો | Class 7 Science Chapter 1 

  1. લીલી વનસ્પતિ _____ કહેવાય છે, કારણકે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે.
  2. વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક ____ સ્વરૂપે સંગ્રહ થાય છે.
  3. પ્રકાશસંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ____ નામના રંજકદ્રવ્ય દ્વારા શોષય છે.
  4. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ____ વાયુ લે છે અને _____ વાયુ મુક્ત કરે છે.

Ans. 

  1. સ્વયંપોષી
  2. સ્ટાર્ચ
  3. હરિતદ્રવ્ય
  4. કાર્બનડાયોક્સાઈડ , ઑક્સીજન


પ્રશ્ન 7 . નીચેના માટે યોગ્ય નામ આપો 

i. ) પીળી, પાતળી દોરી જેવુ પ્રકાંડ ધરાવતી વનસ્પતિ.

Ans. અમરવેલ

ii. ) સ્વયંપોષી અને પરપોષી બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ.

Ans. કીટાહારી

iii. ) પર્ણમાં વાતવિનિમય જે છિદ્ર દ્વારા થાય તે.

Ans. પર્ણરંધ્ર


પ્રશ્ન 8. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.

i. ) અમરવેલ ____ નું ઉદાહરણ છે.

  1. સ્વયંપોષી
  2. પરપોષી
  3. મૃતોપજીવી
  4. યજમાન
Ans. પરપોષી

ii. ) આ વનસ્પતિ કિટકોને ફસાવે છે અને આરોગે છે.

  1. અમરવેલ
  2. જાસૂદ
  3. કળશપર્ણ
  4. ગુલાબ
Ans. કળશપર્ણ


પ્રશ્ન 9. યોગ્ય જોડકા જોડો :

કૉલમ 1 કૉલમ 2
હરિતદ્રવ્ય બેક્ટેરિયા
નાઇટ્રોજન પરપોષી
અમરવેલ કળશપર્ણ
પ્રાણીઓ પર્ણ
કિટકો પરોપજીવી

Ans

કૉલમ 1 કૉલમ 2
હરિતદ્રવ્ય પર્ણ
નાઇટ્રોજન બેક્ટેરિયા
અમરવેલ પરપોષી
પ્રાણીઓ પરોપજીવી
કિટકો કળશપર્ણ


પ્રશ્ન 10. સાચા વ્ધન સામે 'T' અને ખોટા વિધાન સામે 'F' કરો.

  1. પ્રકાશસંશ્લેષણ દરમિયાન કાર્બનડાયોક્સાઈડ વાયુ મુક્ત થાય છે.
  2. જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવીઓ કહેવાય છે.
  3. પ્રોટીન એ પ્રકાશસંશ્લેષણ ની પેદાશ છે.
  4. પ્રકાશસંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા રસાયણિક ઉર્જા માં રૂપાંતર થાય છે.

Ans.  1)F   2)F  3)T   4)T


પ્રશ્ન 11. & 12. યોગ્ય વિકલ્પ પસંદ કરો. | Class 7 Science chapter 1 વનસ્પતિમાં પોષણ


11. ) પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો ક્યો ભાગ વાતાવરણ માંથી કાર્બનડાયોક્સાઈડ લે છે.

  1. મૂળરોમ
  2. પર્ણરંધ્ર
  3. પર્ણશિરા
  4. વજ્રપત્ર

Ans. પર્ણરંધ્ર

આ પણ વાંચો :: ધોરણ 6 ના તમામ વિષયના પેપર SEM 2

12.) વનસ્પતિ વાતાવરણ માંથી કાર્બનડાયોક્સાઈડ મુખ્યત્વે ____  દ્વારા લે છે.

  1. મૂળ
  2. પ્રકાંડ
  3. પુષ્પ
  4. પર્ણ

Ans. પર્ણ

વનસ્પતિમાં પોષણ પ્રશ્નો અને જવાબો

વનસ્પતિમાં પોષણ પરશો અને જવાબો અહી આપેલ છે. જે દરેક વિદ્યાર્થીને ખૂબ ઉપયોગી બની રહેશે.

1. પોષકતત્વો કોને કહેવાય ?

ખોરાક માંથી મળતા ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનીજક્ષારોને પોષકતત્ત્વો કહેવાય છે.

2. પોષણ કોને કહેવાય ?

સજીવ દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીરમાં તેનો ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહેવાય.

3. પોષણના પ્રકારો કેટલા ? ક્યાં ક્યાં ?

પોષણના મુખ્ય બે પ્રકાર છે.

  1. સ્વાવલંબી પોષણ
  2. પરાવલંબી પોષણ

4. સ્વાવલંબી પોષણ કોને કહેવાય ?

જે સજીવ પોતાનો ખોરાક સરળ પદાર્થોમાંથી પોતાની જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહેવાય છે.

5. પરાવલંબી પોષણ કોને કહેવાય ?

જે સજીબ ખોરાક માટે બીજા પર આધાર રાખે આવા પોષણને પરાવલંબી પોષણ કહેવાય છે.

6. વનસ્પતિ કઈ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે ?

વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દ્વારા પોતાન ખોરાક બનાવે છે.

7. વનસ્પતિના રસોડા કોને કહેવાય છે ?

પર્ણોને વનસ્પતિના રસોડા કહેવાય છે.

8. વનસ્પતિને ખોરાક બનાવવા મુખ્ય ક્યા પદાર્થોની જરૂર પડે છે ?

ખોરાક બનાવવા વનસ્પતિ મુખ્યત્વે કાર્બનડાયોક્સાઈડ, પાણી અને સૂર્યપ્રકાશ ની જરૂર પડે છે.

9. વનસ્પતિ CO2 નું શોષણ શેના દ્વારા કરે છે ?

પર્ણોમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા 

10. વનસ્પતિ પાણી નું શોષણ શેના વડે કરે છે ?

વનસ્પતિ પાણી નું શોષણ મૂળ વડે કરે છે.

11. સ્ટાર્ચ શું છે ?

સ્ટાર્ચ એ કાર્બોદિતનો એક પ્રકાર છે.

12. હરિતદ્રવ્યનું કાર્ય શું છે?

હરિતદ્રવ્ય પ્રકાશસંશ્લેષણ માટે સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે.

13. અમરવેલ કેવી વનસ્પતિ છે?

અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે.

14. કિતાહારી વનસ્પતિ કોને કહેવાય ?

જે વનસ્પતિ પોષણ મેળવવા કે ખોરાક માટે કિતકોનો ઉપયોગ કરે તેવી વનસ્પતિને કિતાહારી વનસ્પતિ કહેવાય છે.

15. સ્ટાર્ચ ની કસોટી માટે શેનું દ્રાવણ વપરાય છે?

સ્ટાર્ચ ની કસોટી માટે આયોડિનનું દ્રાવણ વપરાય છે.

16. રક્ષકકોષો નું કાર્ય શું છે ?

રક્ષકકોષો પર્ણરંધ્ર ખૂલતાં અને બંદ થતાં સમયે તેની રક્ષા કરવાનું કાર્ય કરે છે

17. ફૂગ ક્યાં જોવા મળે છે ?

ફૂગ વાસી રોટલી, બ્રેડ, ભેજવાળી વસ્તુ, ચામડું કે કપડાં પર જોવા મળે છે.

18. કિટાહારી વનસ્પતિના ઉદાહરણ આપો.

  1. કળશપર્ણી
  2. વિનસ મક્ષિપાસ
  3. ડ્રોસેરા

19. નીચેની વ્યાખ્યા આપો:

  • પોષણ : સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહેવાય છે.
  • પ્રકાશસંશ્લેષણ : લીલી વનસ્પતિ હરિતદ્રવ્યની મદદ થી કાર્બનડાયોકસાઈડ, પાણી અને સૂર્યપ્રકાશ નો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે તેને પ્રકાશસંશ્લેષણ કહેવાય છે.
  • સ્વાવલંબી પોષણ : સરળ પદાર્થોમથી પોતાનો ખોરાક જાતે બનાવી પોષણ મેળવવાની ક્રિયાને સ્વાવલંબી પોષણ કહેવાય.
  • પરાવલંબી સજીવો : ખોરાક માટે બીજા પર આધાર રાખતા સજીવોને પરાવલંબી સજીવો કહેવાય છે.
  • પરોપજીવી સજીવ : યજમાન સજીવ પાસેથી પોષણ મેળવતા સજીવને પરોપજીવી સજીબ કહેવાય.
  • યજમાન : પરોપજીવી સજીવ જેને પશેઠી પોષણ મેળવે છે તે સજીવને યજમાન કહેવાય છે.
  • મૃતોપજીવી : મારી ગયેલા કે સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવતા સજીવને મૃતોપજીવી કહેવાય છે.

વનસ્પતિમાં પોષણ ટેસ્ટ : ક્લિક 

NCERT Class 7 Science Chapter 1 વનસ્પતિમાં પોષણ માં આવેલ તમામ માહિતી તમને ઉપયોગી થઈ હશે, but કોઈ પણ પ્રોબલમ હોય તો નીચે Comment Box માં Comment કરવી. આ સંપૂર્ણ Solution KISHAN BAVALIYA દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!