રૂપક અલંકાર અને તેના ઉદાહરણ
આ લેખમાં રૂપક અલંકાર અને તેના ઉદાહરણ આપવામાં આવેલ છે. રૂપક અલંકારની સમજૂતી પણ આપવામાં આવેલ છે.
સ્પર્ધાત્મક પરીક્ષા જેવીકે TET, TAT, HTAT, GPSC, UPSC, Talati, GSSSB, સચિવાલય ક્લાર્ક, પોલિસ વગરે પરીક્ષામાં Gujarati Vyakaran ( ગુજરાતી વ્યાકરણ ) ની દ્રષ્ટિએ અલંકાર એ ખુબજ મહત્વપૂર્ણ મુદ્દો છે.
રૂપક અલંકાર
જ્યારે ઉપમેય અને ઉપમાન એક જ છે તેમ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે.
ઉદાહરણ
દમયંતીના મુખનો ચંદ્ર શોભી રહ્યો છે.
અહી આપેલ ઉદાહરણ માં 'મુખ' અને 'ચંદ્ર' બંને એકજ બતાવવામાં આવેલ છે.
રૂપક અલંકારના ઉદાહરણ
અંતરે આંસુના નીરના કૈં ઝરા. = રૂપક
અખંડ અને અવિભાજય સમયના કટકા કરી નાખ્યા = રૂપક
અમે રે સુકું રૂનું પૂમડું,તમે અત્તર રંગીલા રસદાર. = રૂપક
આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધાજી રે ! = રૂપક
આ સંસારસાગર તરવો સહેલો નથી. = રૂપક
આકાશમાં પ્રકાશનો ભવ્ય મહોત્સવ શરૂ થઇ ગયો = રૂપક
આજે સ્ત્રીએ દુઃખદાયી ઝાંઝરિયાં પહેર્યાં નથી = રૂપક
આપણી ચેતનાનો ફૂવારો ઉડી શકતો નથી = રૂપક
ઈંટમાટીને આંગણે રંભારૂપ શી હવે લ્હેકે. = રૂપક
ઊંગતાને પાયે જગની જેલ. = રૂપક
એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી. = રૂપક
કેળવણી પામેલું સ્ત્રી રત્ન કદી પોતાનું તેજ ખોતું નથી = રૂપક
કેળવણી રહિત સ્ત્રી વાળો સંસાર સિંહવાધના વાસવાળું ભયંકર રાન છે = રૂપક
ક્યારે રે આંબો ટહુક્યો એની વનમાં મ્હેકી વાત. = રૂપક
ખારવાનો આ મનખાદેહ સાવલી જેવો થાય. = રૂપક
ગુજરાતની ભૂમિ જોઇ હું આંદોલિત થઇ ગયો છું = રૂપક
ઘર ધંધાની ઘાણી રે, તેમાં તેલિયા તાણે. = રૂપક
ચંપક ઝાડ થઇ ગયો = રૂપક
છકડો જીવતું પ્રાણી બની ગયેલો.= રૂપક
છકડો સડક થઈ ગયો, છકડો પવનપંથી ઘોડો થઈ ગયો. = રૂપક
જાગ,જગન,જપ તપને તીરથ,તેમાં સૌથી મોટો સત્સંગ. = રૂપક
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. = રૂપક
જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદ રે. = રૂપક
ઠેકાણે આવીને ઘોડો ઊભો રહે એમ બેઠલું નાળું વટે કે ખીલો થઈ જાય.= રૂપક
ડામર ડમરો થઈને મહેકે = રૂપક
તન જોગી મન કંચન કામની = શબ્દાનુપ્રાસ / રૂપક
તમારાં ચરણોમાં ધરું કર્તવ્ય – કુસુમો ! = રૂપક
તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું. = રૂપક
તેના હ્યદયમાં એક ગર્વની ઊર્મિ થઇ આવી = રૂપક
દમયંતીનું મુખ તો ચન્દ્ર છે. = રૂપક
દરેક મનુષ્ય પૂર્ણ પરમાત્માનો એક અંશ છે = રૂપક
દાદા કેસરી સિંઘના મગજમાં આંધીના જોશથી સ્મૃતિઓ ટકરાઈ રહી હતી = રૂપક
ધણી એટલે જ મૂર્ખ = રૂપક
ધણી સુરભિ સુત છે. = રૂપક
નવપલ્લવોને મમતાભરી નજરે નિહાળતા સ્વામીજી શું બોધિવૃક્ષ નથી ? = રૂપક
પંડની પેટીમાં પારસ છે પડ્યો. = રૂપક
પ્રકૃતિ ખુદ એક માહાન કવિતા છે = રૂપક
પ્રકૃતિ જ મારી મા રહી છે = રૂપક
પ્રેમપંથ પાવકની જ્વાલા ! = રૂપક
ફળીમાં આહલાદનું એક હળવું મોજું ફરી વળ્યું. = રૂપક
ફાગણનાં વૃક્ષો પરથી સૂરજને ખરતો જોઉં છું. = રૂપક
ફૂંટી એને રૂંવે રૂંવે આંખ. = રૂપક
બપોર એ મોટું શિકારી કૂતરું છે. = રૂપક
બિદુને નવી મા મળતાં પ્રેમ સાગરમાં ભરતી આવી. = રૂપક
ભણેલી સ્ત્રીથી સંસાર એક રમણીય બાગ બને છે. = રૂપક
ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. = રૂપક
મન ! લોચનનો પ્રાણ તું,મનલોચન એ રીત. = રૂપક
મનહ્યદય હળવા ફૂલ થઇ જાય છે = રૂપક
મનુષ્ય લાગણી શીલ પ્રાણી છે.= રૂપક
રૂપક અલંકારના ઉદાહરણ
મને કેળવણીની માયા જાળમાં ફસાવી દીધો. = રૂપક
મહુડાએ નર્યા રેખાઓના માળખા જેવા લાગે. = રૂપક
મહુડો વસંત અને ગ્રીષ્મ વચ્ચેની સાકળ બની ર્રહે છે. = રૂપક
મીરાં કે પ્રભુ,શ્વાસ અમારો કેવળ એક ટપાલી. = રૂપક
મુંજના અંગે અંગમાંથી દિવ્યતા ઝરતી હતી. = રૂપક
મુંજે એક હાસ્યબાણ છોડ્યું. = રૂપક
મુંજે ફરીથી ઊંચું જોયું,એક હાસ્યબાણ છોડયું. = રૂપક
મેઘ પર મેઘના ડોલતા ડુંગર. = રૂપક
રાજા અને રાણીનાં મોઢાં પર ચિંતાની છયા પથરાઈ ગઈ. = રૂપક
રાતે તડકાએ સીમમાં રાત વાસો કર્યોં. = રૂપક
રોમદ્વારે સર્યું વેગે રક્ત વારિત્વ પામવું. = રૂપક
રૌપ્યઘંટા અહો ! વાગી,ઉઘડયું મુખ આખરે. = રૂપક
વદન સુધાકરને રહું નિહાળી = રૂપક
વદન સુધારકને રહુ નિહાળી = રૂપક
વાણી તો બાણને ફૂલ કાં વીંધી કાં વધામણી. = રૂપક
વૃક્ષ જીવતો જાગતો દેવ છે. = રૂપક
વેદનાનો કાળમીંઢ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. = રૂપક
વેશ-ટેક છે આડી ગલી. = રૂપક
શાળા મહાશાળાની પરિક્ષાના ચક્રાવામાં નાખી દીધો = રૂપક
સુર-અસુરના આ નવયુગી ઉદધિ- વલણો. = રૂપક
સૂણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ! = રૂપક
હરખને શોક ની ના‘વે જેને હેડકી. = રૂપક
રૂપક અલંકાર અને તેના ઉદાહરણ
Gujarati Vyakaran : ગુજરાતી વ્યાકરણના રૂપક અલંકાર અને તેના ઉદાહરણ અંગેની અહી માહિતી આપવામાં આવેલ છે. આવી અનુયા અન્ય માહિતી માટે kishanbavaliya.blogspot.com ની મુલાકાત લેવી.