યોગેશ્વર ભગવાનની આરતી | Yogeshvar Bhagavanani Arati - Swadhyay Parivar
યોગેશ્વર ભગવાનની આરતી | Yogeshvar Bhagavanani Arati Swadhyay Parivar : સ્વાધ્યાય એટલે સ્વ નો વિકાસ. સ્વાધ્યાય એટલે જે ભગવાન ન માંગતા મને બધું આપે છે, મારું ખાધું પચાવે છે, લોહી બનાવે છે, અરે જે દિવસ રાત 24x7 મારી જીભ ભીની રાખી સતત મારા પર અભિષેક કરે છે તે ઈશ્ર્વર પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની બેઠક એટલે સ્વાધ્યાય પ્રવૃત્તિ.જેમ એક માને મન બધા દીકરા સરખા તેમ સ્વાધ્યાયમાં પણ કોઈ ઉચ્ચ નહિ કે નીચકુળનું નહિ સૌ એક જ પ્રભુના સંતાન એ ભાવનાથી ભેગા થાય એટલું જ નહિ એ ભાવનાથી પોતાનું જીવન પણ જીવે.
યોગેશ્વર ભગવાનની આરતી | Yogeshvar Bhagavanani Arati - Swadhyay Parivar
દુઃખહર્તા ભયત્રાતા , આનંદના દાતા , પ્રભુ !
આવ્યો છું તવ દ્વારે ( ૨ ) કરુણા કરનારા ;
જય યોગેશ્વર ભગવાન !
તું છે પરમ કૃપાળુ , મંગળ કરનારા , પ્રભુ !
ભટકી ભટકી આવ્યો ( ૨ ) શરણે હું તારા ;
જય યોગેશ્વર ભગવાન !
બુદ્ધિમંદ ઘણો છું ( ને વળી ) , શૂન્ય કર્મ મારાં , પ્રભુ !
ભાવતણો હું ભિખારી ( ર ) મા સમ તું દાતા ;
જય યોગેશ્વર ભગવાન !
દોડું વિશ્વમહીં તવ કાજે , શક્તિના દાતા , પ્રભુ !
થાક્યા પ્રાણ વિશે પણ ( ૨ ) ચેતન ભરનારા ;
જય યોગેશ્વર ભગવાન !
વિશ્વે તુજ સંતાનો સઘળાં , ભૂલી ફરે તુજને , પ્રભુ !
ભાવ - ભતિ દે સૌને ( ર ) લાવું તવ ચરણે ;
જય યોગેશ્વર ભગવાન !
વેદ - સ્મૃતિ વિસરાયાં ને , મા સંસ્કૃતિ રડતી , પ્રભુ !
આંસુ લૂછવા કાજે ( ૨ ) બલ દેજે મુજને ;
જય યોગેશ્વર ભગવાન !
નાનો ખૂબ છતાં હું તારો , તવ શક્તિ અભિમાન , પ્રભુ !
એકલ તારા કાજે ( ૨ ) અર્પી દેવા પ્રાણ ;
જય યોગેશ્વર ભગવાન !
સ્વાર્થી વિશ્વ સકલ આ , તું જ સખા સાચો , પ્રભુ !
તવ વિશ્વાસે રમતો ( ૨ ) વિશ્વે ભૂલી ભાન ;
જય યોગેશ્વર ભગવાન !
અદ્વૈતે આનંદ દીસે એ , વેદ ખરે વદતા , પ્રભુ !
દ્વૈતે મિલન મધૂરું ( ૨ ) માણું હું ઘનશ્યામ ;
જય યોગેશ્વર ભગવાન !
આ પણ વાંચો :
યોગેશ્વર ભગવાનની આરતી | Yogeshvar Bhagavanani Arati - Swadhyay Parivar