ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) Class 8 Social Science Notes Chapter 2 Gujarati Medium

Class 8 Social Science Notes Chapter 2: ધોરણ 8  સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) covers all the important topics and concepts as mentioned in the chapter.

ધોરણ 8  સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) Class 8 Social Science Notes Chapter 2 Gujarati Medium


ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) Class 8 Social Science Notes

→ પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ મીરજાફરને હટાવીને મીરકાસીમને બંગાળનો નવાબ બનાવ્યો.

→ બંગાળના નવાબ મીરકાસીમના શાસન દરમિયાન બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં મીરકાસીમને અંગ્રેજો સાથે અણબનાવ થયો.

→ બક્સરના યુદ્ધમાં વિજયી બનેલા અંગ્રેજોએ અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. એ સંધિ મુજબ અવધના નવાબે અંગ્રેજ કંપનીને ₹ 50 લાખ આપવાનું સ્વીકાર્યું; જ્યારે અંગ્રેજ કંપની મુઘલ બાદશાહ શાહઆલમને વાર્ષિક 226 લાખની ખંડણી આપે અને તેના બદલામાં મુઘલ બાદશાહ અંગ્રેજ કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સા(ઓડિશા)માં જમીનમહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા આપે.

→ 12 ઓગસ્ટ, 1765ના રોજ મુઘલ બાદશાહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળની દીવાની સત્તા આપી. એ સાથે જ ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ. આ સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના માલિક બન્યા.

→ ભારતમાં ઈ. સ. 1799માં ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી.

→ કાયમી જમાબંધીની આ જોગવાઈઓ હતી : 
  • (1) જમીનારને જમીનની માલિકીના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. 
  • (2) જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ અંગ્રેજ કંપનીને જમા કરાવવાના હતા અને દસમો ભાગ તેણે મહેનતાણા પેટે પોતાની પાસે રાખવાનો હતો.

→ કાયમી જમાબંધીમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે ખેડૂતોએ જમીનારે નક્કી કરેલું મહેસૂલ તેને ફરજિયાત આપવું પડતું હતું. જમીનદાર ખેડૂતો પર જુલમ કરીને પણ તેમની પાસેથી મહેસૂલ વસૂલ કરતો હતો.

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857)

→ કાયમી જમાબંધીને પરિણામે બંગાળમાં ખેડૂતોના અનેક વિદ્રોહો થયા; “અન્નભંડાર’ તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયું.

→ રૈયતવારી પદ્ધતિ ઈ. સ. 1820માં મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) પ્રાંતોમાં દાખલ કરવામાં આવી હતી.

→ વૈયતવારી પદ્ધતિના પ્રણેતા મદ્રાસ(ચેન્નઈ)ના ગવર્નર થૉમસ મુનરો હતા. રૈયતવારી પદ્ધતિના અમલ સમયે થૉમસ મૂનરો ચેન્નઈ(મદ્રાસ)ના ગવર્નર હતા. રયતવારી પદ્ધતિમાં મુખ્ય આ જોગવાઈ કરવામાં આવી હતી : જમીન ખેડનારને – ખેડૂતને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો અને તે સરકારની શરત મુજબ સરકારને મહેસૂલ ચૂકવવાનું હતું.

→ યતવારી ખેડૂતોને ફાયદાકારક ન હતી, કારણ કે 
  • (1) જમીનનું મહેસૂલ વધારે પડતું હતું. 
  • (2) કંપની ઇચછે ત્યારે તે જમીનમહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. 
  • (3) કોઈ પણ પરિસ્થિતિમાં અનાજનું ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતને જમીનમહેસુલ ફરજિયાત આપવું પડતું હતું.

Class 8 Social Science Notes Chapter 2 Gujarati Medium

→ મહાલવારી પદ્ધતિ ઈ. સ. 1922માં હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ દાખલ કરી હતી.

→ ભારતમાં મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર-પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો.

→ બ્રિટિશ મહેસૂલી દફતર(રેકૉર્ડ)માં મહાલ શબ્દનો પ્રયોગ ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે થતો હતો.

→ મહાલનો એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો.

→ મહાલવારી પદ્ધતિ અનુસાર મહેસૂલનો એકમ ખેડૂતનું ખેતર નહિ, પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનનો સમૂહ હતો.

→ મહાલવારી પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીનમહેસૂલ નક્કી કરવામાં આવતું.

→ મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ ઉઘરાવવાની જવાબદરી ગામના મુખીને સોંપવામાં આવતી. અંગ્રેજોએ ભારતની જમીનવ્યવસ્થામાં કરેલ મૂળભૂત ફેરફારોને પરિણામે ભારતનાં ગામડાંની સ્થિરતા, સ્વાયત્તતા-સ્વતંત્રતા અને સાતત્ય છિન્નભિન્ન થયાં.

→ બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી મેળવીને તે વસ્તુઓની નિકાસ કરવાનો હતો. એ માટે કંપની ભારતની ખેતપેદાશોના ખરીદ-વેચાણનાં બજારો પર પોતાનો ઇજારો સ્થાપવા ઇચ્છતી હતી.

→ અંગ્રેજોએ ભારતની ખેતપેદાશો મેળવવા માટે ખેતીનું પોતાની મરજી મુજબ વ્યાપારીકરણ કર્યું.

→ અંગ્રેજોએ મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ, મરી વગેરે પાકોનું વ્યાપારીકરણ કર્યું.

→ અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેઇન અને ઈટાલીમાંથી આવતું હતું.

→ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતનું કાચું રેશમ મેળવવા ખેડૂતો પર બળજબરીપૂર્વક જુલમ ગુજાર્યો અને 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા કાચા રેશમ પર પોતાની સત્તા સ્થાપી દીધી.


ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857)

→ ગળીનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. તેનો ઉપયોગ સુતરાઉ કાપડને રંગવામાં થાય છે.

→ ભારતની ગળીની વિશેષતા એ હતી કે, સુતરાઉ કાપડ ઉપર તેનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. એવો રંગ બીજી કોઈ ગળીથી ઉપસતો ન હતો.

→ ઈ. સ. 1790 સુધી યુરોપના દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ એ દેશોમાં ગળીનું ઉત્પાદન ધટવાથી યુરોપના દેશોમાં ભારતની ગળીની માંગ વધવા લાગી.

→ અંગ્રેજોએ ભારતમાં ગળીનું ઉત્પાદન વધારવા પોતાની સત્તા હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવ્યા અને તેમના અંકુશ નીચે ખેડૂતોને ગળીનું વાવેતર કરવા મજબૂર બનાવ્યા.

→ ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથાઓ હતી 
  • (1) ‘નિજ” અને 
  • (2) રેવતી’.

→ “નિજ પ્રથા’માં ગળીનું ઉત્પાદન કરવા ખેડૂતો પોતાનાં જ હળ, બળદો અને ઓજારોનો ઉપયોગ કરતા અને ગળીનો પાક તૈયાર થાય ત્યારે તેને કાપીને સીધો કારખાનામાં મોકલતા..

→ રૈયતી પ્રથા’માં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પ્રથામાં કારખાનેદાર ખેડૂતને લોન આપતો હતો.

Class 8 Social Science Notes Chapter 2 Gujarati Medium

→ ગળીનું મોટા ભાગનું ઉત્પાદન રૈયતી પ્રથાથી થતું હતું, કારણ કે આ પ્રથાથી ગળીના કારખાનેદારોને લાભ થતો હતો. કારખાનેદારો ગળીના ભાવ નીચા બાંધતા હતા તેમજ એ ભાવે તેઓ ખેડૂતોને ગળીનું વાવેતર કરવા મજબૂર કરતા હતા.

→ ઈ. સ. 1780ના દાયકામાં ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર ઈસ્ટ ઇન્ડિયા કંપની અને તેમના કૃપાપાત્ર વેપારીઓનો અંકુશ હતો.

→ ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અંકુશ હતો, તેથી કંપની ખેડૂતોને બજારભાવ કરતાં ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થયા.

→ તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા વગેરે પણ મહત્ત્વના વેપારી પાકો હતા. અંગ્રેજોએ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા.

→ ખેડૂતોને વેપારીપાકોના વાવેતર માટે અગાઉથી ધીરાણ આપીને કંપની તેમને દેવાદાર બનાવતી હતી. એ પછી તેમની પાસેથી એ પાકોને નીચા ભાવે ખરીદવામાં આવતા. આથી, વેપારીપાકોના ખેડૂતો વધુ ને વધુ ગરીબ બનતા હતા, જ્યારે ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉઘોગો સમૃદ્ધ બનતા હતા.

→ અંગ્રેજોએ અપનાવેલી વેપારી-શોષણનીતિને કારણે ભારતના ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા.

→ 19મી સદીમાં ભારતમાં ખૉડ, સંથાલ, મુંડા, કોયા, કોલ, ગોંડ, ભીલ, વનગુજ્જર, લબાડીયા, ગદ્દી, બકરબાલ વગેરે જનજાતિના સમૂહો રહેતા હતા.

→ સંથાલ જનજાતિના સમૂહો વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગની આસપાસ રહેતા હતા. તેઓ રેશમના કીડા ઉછેરવાનો વ્યવસાય કરતા હતા.

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ 2 ભારતમાં બ્રિટિશ શાસન (ઈ.સ. 1757 થી ઈ.સ. 1857) Class 8 Social Science Notes Chapter 2 Gujarati Medium

→ મુંડા જનજાતિના સમૂહો વર્તમાન ઝારખંડ રાજ્યમાં છોટા નાગપુરની આસપાસ રહેતા હતા. તેઓ શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકઠી કરવાનો વ્યવસાય કરતા હતા.

→ મધ્ય ભારતમાં રહેતા ખોંડ જનજાતિના સમૂહો શિકાર કરવાનો અને વન્ય પેદાશોનો સંગ્રહ કરવાનો વ્યવસાય કરતા હતા.

→ વનગુજર જનજાતિના સમૂહો પંજાબના પહાડી પ્રદેશમાં અને લબાડીયા જનજાતિના સમૂહો આંધ્ર પ્રદેશમાં રહેતા હતા. તેઓ ગાયો-ભેંસો પાળવાનો વ્યવસાય કરતા હતા.

→ ગધી જનજાતિના સમૂહો હિમાચલ રાજ્યમાંના કુલુમાં અને બકરબાલ જનજાતિના સમૂહો કશ્મીરમાં રહેતા હતા.

→ ઓડિશાનાં જંગલોમાં રહેતા ખાંડ જનજાતિ સમુદાયના લોકો ટોળીઓ બનાવીને સમૂહમાં શિકાર કરતા હતા તેમજ જંગલમાંથી ફળો, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકઠી કરીને એ બધી વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા હતા અને સ્થાનિક બજારોમાં વેચતા હતા.

→ ખાંડ જનજાતિના લોકો કપડાં વણવાનો, ચામડાં કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા.

→ ચામડીના રંગકામ અને કસુંબી અને પલાશનાં ફૂલોનો ઉપયોગ થતો હતો.

→ જનજાતિના સમૂહો બે પ્રકારની ખેતી કરતા હતા ?સ્થળાંતરીય (સ્થળાંતરિત) ખેતી અને સ્થાયી ખેતી.

→ કેટલાક આદિવાસીઓ ગીચ જંગલોમાં સ્થળાંતરીય (સ્થળાંતરિત) ખેતી કરતા હતા. તેઓ જંગલની જમીન સાફ કરી ખેતી કરતા. એ જમીનની ફળદ્રુપતા ઘટતાં તેઓ તે વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં સ્થળાંતર કરતા અને અગાઉની પદ્ધતિથી ત્યાં ફરીથી ખેતી કરતા. આ પ્રકારની ખેતીને ‘સ્થળાંતરીય’ (સ્થળાંતરિત) ખેતી કહેવામાં આવતી.

→ ઝારખંડ રાજ્યમાં છોટા નાગપુરના મુંડા, ગૌડ અને સંથાલ જનજાતિઓના સમૂહ સ્થાયી ખેતી કરતા હતા, સ્થાયી ખેતી કરવાથી તેમને જમીનના અધિકારો મળ્યા હતા.

→ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતાં તેણે જનજાતિઓના સમુદાયોના મુખિયાઓની સત્તા પર કાપ મૂક્યો. આથી તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ.

→ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇરછતી હતી કે જનજાતિઓ એક જગ્યાએ સ્થાયી વસવાટ કરીને ખેતી કરે, જેથી તેમની ખેતીના ઉત્પાદનો કંપનીની આવકનું સાધન બને. આથી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયો માટે નવા કાયદા બનાવ્યા. એ કાયદાઓનો જનજાતિ સમુદાયોએ સામૂહિક વિરોધ કર્યો.

બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર, 1875માં થયો હતો. તેની માતાનું નામ કરમી મુન્દ્રઈના અને પિતાનું નામ સુગના મુંડા હતું.

→ બિરસા મુંડાનું બચપણ ઘેટાં-બકરાં ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતો રમવામાં તેમજ પિતા સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં પસાર થયું હતું. જોકે, બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું.

→ બિરસાએ બચપણમાં મુંડા લોકો અને દીકુ (બહારથી આવેલા લોકો) વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. યુવાન વયે બિરસા જનજાતિ સમાજની ઉન્નતિના કામમાં જોડાયો હતો.

→ અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. તેની ઊંડી અસર બિરસા પર થઈ હતી. એ શોષણના વિરોધમાં ઈ. સ. 1895માં બિરસા મુંડાએ ‘ઉલગુલાન’ નામના વ્યાપક આંદોલનનું નેતૃત્વ લીધું હતું.

→ એ આંદોલનની વ્યાપક અસર દક્ષિણ બિહારના છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઈલના વિસ્તારમાં હતી.

→ મુંડા જનજાતિનો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની તેમના પરંપરાગત હકો છીનવીને તેમની પાસે ફરજિયાત વેઠ કરાવે છે.

→ બિરસાએ જનઆંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને દારૂ છોડી દેવાની, ઘર અને ગામની સફાઈ કરવાની અને ડાકણ-જાદુ કળામાં વિશ્વાસ નહિ રાખવાની તેમજ પોતાના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવવાની અને એક સ્થળે રહીને ખેતી કરવાની હાકલ કરી હતી.

→ અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો, કે જનજાતિઓ બિરસાના નેતૃત્વમાં મુંડારાજની સ્થાપના કરી દેશે.

→ સરકારના રાજ્યવહીવટમાં અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી અંગ્રેજોએ ઈ. સ. 1895માં બિરસાની ધરપકડ કરી.

→ ઈ. સ. 1897માં જેલમાંથી મુક્ત થયા પછી બિરસાએ દીકુઓ અને અંગ્રેજો સામે સફેદ ધ્વજવાળી બિરસા મુંડા ચળવળને મજબૂત બનાવી હતી.

→ ઈ. સ. 1900માં બિરસાનું અવસાન થવાથી ‘ઉલગુલાન’ ચળવળ મંદ પડી ગઈ.

Social Science Notes Class 8 | ધોરણ 8 સામાજિક વિજ્ઞાન

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!