ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 પ્રાણીઓમાં પ્રજનન સમજૂતી
→ પ્રજનન ક્રિયા જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે.
→ પ્રજનનના પ્રકાર :
- લિંગી પ્રજનન
- અલિંગી પ્રજનન
→ લિંગી પ્રજનનમાં નરજન્ય અને માદાજન્યુનું જોડાણ થાય છે.
→ યુગ્મનજ (ફલિતાંડ) નવી સંતતિનો પ્રથમ કોષ છે.
→ મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે.
→ મનુષ્યમાં નર પ્રજનન અંગો શુક્રપિંડ, શુક્રવાહિની, શિશ્ન
→ પુરુષમાં શુક્રપિંડ શુક્રકોષોનું નિર્માણ કરે છે.
→ શુક્રકોષની રચનામાં શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી એમ ત્રણ ભાગ છે.
→ મનુષ્યમાં માદા પ્રજનન અંગો અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશય.
→ સ્ત્રીમાં અંડપિંડ વારાફરતી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત કરે છે.
→ મનુષ્યમાં શુક્રકોષ અને અંડકોષ કદમાં સૂક્ષ્મ હોય છે.
→ ફલનની ક્રિયામાં શુક્રકોષ અને અંડકોષ જોડાઈને યુગ્મનજ(ફલિતાંડ)નું નિર્માણ કરે છે.
→ ફલનના પ્રકારઃ
- અંતઃફલન
- બાહ્ય ફલન
→ અંતઃફલનમાં યુમનજનું નિર્માણ માદા શરીરની અંદર થાય છે.
→ બાહ્ય ફલનમાં યુગ્મનજનું નિર્માણ માદા શરીરની બહાર પાણીમાં થાય છે.
→ અપત્યપ્રસવી પ્રાણીમાં ભૂણનો વિકાસ માદા શરીરમાં થઈ બચ્ચાનો જન્મ થાય છે.
→ અંડપ્રસવી પ્રાણીમાં ભૂણનો વિકાસ ઈંડામાં થઈ ઈંડાનું આવરણ તૂટે ત્યારે બચું બહાર આવે છે.
→ કેટલાંક પ્રાણીઓમાં નવજાત બચ્ચાં પુખ્ત પ્રાણીથી અલગ હોય છે. આવાં નવજાત બચ્ચાં ચોક્કસ પરિવર્તન પામી પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ પામે છે.
→ વંધ્યત્વથી પીડાતા દંપતિઓ માટે IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) આશીર્વાદરૂપ તનિક છે.
→ IVF પદ્ધતિમાં ફલન શરીરની બહાર કરાવી યુગ્મનજને ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે.
→ અલિંગી પ્રજનનમાં એક જ સજીવ ભાગ લે છે.
→ અમીબામાં દ્વિભાજન અને હાઇડ્રામાં કલિકાસર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન થાય છે.
→ ડોલી ઘેટી સફળતાપૂર્વક સસ્તનના ક્લોનિંગનું પરિણામ છે.
Class 8 Science Chapter 6 Reproduction in Animals note in Gujarati Medium
→ અલિંગી પ્રજનન (Asexual Reproduction): પ્રજનનકોષોના નિર્માણ વગર એક જ પિતૃ વડે બાળસંતતિનું નિર્માણ.
→ દ્વિભાજન (Binary Fission): એકકોષી સજીવનું વિભાજન થઈ ઉત્પન્ન થતા બે બાળકોષ સ્વતંત્ર સજીવ તરીકે વર્તે તે અલિંગી પ્રજનન.
→ કલિકાસર્જન (Budding): અલિંગી પ્રજનન પદ્ધતિ જેમાં શરીર સપાટી પર ઊપસેલી સંરચના બાળ સજીવમાં પરિણમે.
→ ઈંડાં (Eggs): મજબૂત કવચ ધરાવતો વિકાસ પામતો ગર્ભ જે પ્રાણીશરીર ત્યાગ કરે.
→ ગર્ભ (Embryo): યુગ્મજમાં થતા સતત વિભાજનથી સર્જાતી બહુકોષી ૨ચના.
→ ફલન (Fertilization): શુક્રકોષ નરજન્ય અને અંડકોષ / માદાજન્યુના સંયોગથી યુગ્મનજ નિર્માણ થવાની ક્રિયા
→ બાહ્ય ફલન (External Fertilization): યુગ્મનજનું નિર્માણ માદા પ્રાણી શરીરની બહાર થવું.
→ અંતઃફલન (Internal Fertilization): યુગ્મનાજનું નિર્માણ માદા પ્રાણી શરીરની અંદર થવું.
→ ભૂણ (Poetus): બધાં જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેવો પૂર્ણ વિકસિત ગર્ભ.
→ ફલિતાંડ / યુમનજ (Zygote): શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી યુગ્મ કોષકેન્દ્ર ધરાવતી એકકોષી રચના.
→ શુક્રકોષો (Sperms): નર પ્રજનન અંગ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા નર પ્રજનનકોષો.
→ લિંગી પ્રજનન (Sexual Reproduction): પ્રજનન પદ્ધતિ જેમાં બે પિતૃઓ ભાગ લઈ સંતતિનું નિર્માણ કરે.
→ કાયાંતરણ (Metamorphosis): પિતૃથી અલગ સ્વરૂપ ધરાવતા બાળ સજીવમાં વૃદ્ધિ-વિકાસ સાથે પિતૃ સ્વરૂપ મેળવવા માટે થતાં પરિવર્તનોની હારમાળા.
→ અંડપ્રસવી પ્રાણીઓ (Oriparous Animals): ઈંડાં મૂકતાં પ્રાણીઓ, જેમાં ભૂણનો વિકાસ શરીરની બહાર ઈંડામાં થઈ નવજાત પ્રાણી નિર્માણ પામે.
→ અપત્યપ્રસવી પ્રાણીઓ (Wiiparous Animals) : ભૂણનો વિકાસ માતુ શરીરમાં થાય તેમજ વિકસતા ભૂણનું પોષણ માતૃશરીર વડે પૂરું પાડવામાં આવે અને બચ્ચાને જન્મ આપતાં પ્રાણીઓ.
Also Read Class 8 Science સમજૂતી
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત સમજૂતી
- Chapter 5: વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
Also Read Class 8 Science Important Questions
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત
Also Read Class 8 Science Swadhyay Solution
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત
- Chapter 5: વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
Conclusion: Class 8 Science Chapter 6 Notes Gujarati Medium
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 પ્રાણીઓમાં પ્રજનન સમજૂતી ( Class 8 Science Chapter 6 Reproduction in Animals note in Gujarati Medium ) વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.ધોરણ 8 વિજ્ઞાન પાઠ 6 પ્રાણીઓમાં પ્રજનન સમજૂતી