Ad Code

Ticker

6/recent/ticker-posts

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સમજૂતી (Conservation of Plants and Animals Notes)

Conservation of Plants and Animals Notes: ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સમજૂતી covers all the important topics and concepts as mentioned in the Class 8 Science chapter 5.

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સમજૂતી (Conservation of Plants and Animals Notes)

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સમજૂતી

→ વનનાબૂદી સજીવોના અસ્તિત્વ સામે એક મોટો ભય છે.

→ વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ માટે કાર્બન ડાયૉક્સાઈડનો ઉપયોગ કરે છે.

→ વનનાબૂદીથી પૃથ્વી પર તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે.

→ કાર્બન ડાયૉક્સાઈડની માત્રામાં વધારાના પરિણામે ગ્લોબલ વૉર્મિંગ થાય છે.

→ પૃથ્વી પર સજીવોના વસવાટ ધરાવતો ભાગ જીવાવરણ છે.

→ જૈવવિવિધતા એટલે પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો.

→ પચમઢી જેવાવરણ સુરક્ષિત ક્ષેત્ર છે.

→ સુરક્ષિત ક્ષેત્ર વનસ્પતિઓ, પ્રાણીઓ અને પ્રાણીઓના નિવાસોને સંરક્ષણ આપવા માટે જાહેર કરવામાં આવેલા વિસ્તારો છે.

→ જૈવિક મહત્ત્વ ધરાવતાં ક્ષેત્રોનું સંરક્ષણ આપણી રાષ્ટ્રીય પરંપરાનો ભાગ છે.

→ સ્થાનિક જાતિઓ કોઈ એક જ ક્ષેત્ર(વિસ્તારોમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીની જાતિઓ છે.

→ જાતિ (Species) એ એકબીજા સાથે આંતરપ્રજનન કરવા સક્ષમ સજીવોની વસતિનો સમૂહ છે.

→ વન્ય પ્રાણી અભયારણ્ય વન્ય પ્રાણીઓ અને તેમના નિવાસના સુરક્ષિત વિસ્તાર છે.

→ રાષ્ટ્રીય ઉદ્યાન પર્યાવરણના સંપૂર્ણ નિવસનતંત્રનું સંરક્ષણ કરવા માટેનું વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે.

→ નિવસનતંત્રનું નિર્માણ કોઈ પણ વિસ્તારના જૈવ ઘટકો અને અજૈવ ઘટકો વડે સંયુક્ત રીતે થાય છે.

→ લુપ્ત સજીવો ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતાં હતા અને હાલમાં અસ્તિત્વ ધરાવતાં નથી. દા. ત., ડાયનોસૉર

→ નાશ:પ્રાય જાતિઓ એટલે એવી સજીવ જાતિઓ છે જેમની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી થયેલી હોય છે.

→ રેડ ડેટા બુકમાં નાશ:પ્રાય જાતિઓની નોંધ રાખવામાં આવે છે.

→ પ્રવાસી પક્ષીઓ વાતાવરણીય બદલાવને કારણે તેમના મૂળ નિવાસથી ઊડીને દૂરના અંતરે સ્થળાંતર કરતાં પક્ષીઓ છે.

→ 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણવિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે.

→ પૃથ્વી પર હરિયાળી સંપત્તિ બનાવી રાખવા વધારે વૃક્ષારોપણ જરૂરી છે.

→ વનીકરણ (Forestation) બે રીતે થઈ શકે છે: 1. સામાજિક વનીકરણ અને 2. કુદરતી વનીકરણ.

→ પુનઃવનીકરણ એટલે નાશ પામેલાં જંગલોની પુનઃસ્થાપના માટે નવાં વૃક્ષોની રોપણી કરવી.

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સમજૂતી

જૈવવિવિધતા (Biodiversity) : જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારનાં સૂક્ષ્મ જીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ

જૈવાવરણ આરક્ષિત પ્રદેશ (Biosphere Reserve) : વિશિષ્ટ કક્ષાના જમીન અને દરિયાઈ પર્યાવરણના સુરક્ષિત પ્રદેશો જ્યાં વન્ય સજીવો (વનસ્પતિઓ અને પ્રાણીઓ) સાથે લોકો પણ તંત્રનો ભાગ બની રહે

વનનાબૂદી (Deforestation): ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષોની મોટા પાયે કટાઈ કરવામાં આવે

રણનિર્માણ (Desertification) : ભૂમિના ધોવાણથી ધીમે ધીમે ફળદ્રુપતા દૂર થઈને શુષ્ક રેતાળ જમીન બનાવી

નિવસનતંત્ર (ecosystem) : બધા જીવંત કારકો અને પર્યાવરણના નિર્જીવ કારકોની આંતરક્રિયાને પરિણામે રચાતું તંત્ર

નાશપ્રાય જાતિ (Endangered species): જે જાતિના સજીવોની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી હોય તે જાતિ

સ્થાનિક જાતિ Endemic species): ખૂબ નિયંત્રિત વિસ્તારમાં જોવા મળતી અને બીજે ક્યાંય જોવા ન મળે તેવી જાતિ

લુપ્ત (Extinct): જીવાવરણમાંથી અદશ્ય કે લોપ થયેલા સજીવો

પ્રાણીસૃષ્ટિ (auna): જીવાવરણના કોઈ નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતાં પ્રાણીઓ

વનસ્પતિ સૃષ્ટિ (Flora): જીવાવરણના કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ

પ્રવાસી પક્ષીઓ (Migratory Birds) : પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી ચોક્કસ સમયે ઊડીને લાંબા અંતરની યાત્રા કરીને આવતાં પક્ષીઓ

રાષ્ટ્રીય ઉદ્યાન (National Park): વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સ્રોતના ઉપયોગ માટેના આરક્ષિત ક્ષેત્ર

રેડ ડેટા બુક (Red Data Book): નાશ:પ્રાય જાતિઓની નોંધ રાખતું પુસ્તક

પુનઃવનીકરણ (Reforestation): વન કટાઈથી કાપવામાં આવેલાં વૃક્ષોના સ્થાને એ જ જાતિનાં નવાં વૃક્ષોની રોપણી

અભયારણ્ય (Sanctuary) : પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તાર

FAQs for Class 8 Science Chapter 5 Conservation of Plants and Animals Notes

Q 1. જંગલમાં વૃક્ષોની કાપણી કયા ઉદ્દેશ્યથી કરવામાં આવે છે?

જંગલમાં વૃક્ષોની કાપણીના ઉદ્દેશ્ય:

  1. ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી.
  2. ઘર અને કારખાનાંઓનું નિર્માણ કરવું.
  3. ફર્નિચર બનાવવા તથા બળતણ માટે લાકડાનો ઉપયોગ કરવો.

Q 2. વનનાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે?

વનનાબૂદીથી વૃક્ષો ઓછાં થતાં પ્રકાશસંશ્લેષણ ઘટે છે. તેના પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઈડનું પ્રમાણ વધે છે. કાર્બન ડાયૉક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, પરિણામે ગ્લોબલ વૉર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે. આ રીતે વનનાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે.

Q 3. કાગળના ઉત્પાદનમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે?

કાગળના ઉત્પાદનમાં પોચાં લાકડાં, પાણી, ઊર્જા અને હાનિકારક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.

Q 4. નિવસનતંત્રનું નિર્માણ કોણ કરે છે?

કોઈ વિસ્તારના જૈવ ઘટકો વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો તેમજ અજૈવ ઘટકો વાતાવરણ, ભૂમિ, નદીના મુખત્રિકોણ પ્રદેશ સંયુક્ત રૂપે નિવસનતંત્રનું નિર્માણ કરે છે.

Q 5. ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે?

ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે.

Also Read Class 8 Science સમજૂતી

Also Read Class 8 Science Important Questions

Also Read Class 8 Science Swadhyay Solution

Conclusion: Class 8 Science Chapter 5 Conservation of Plants and Animals Notes

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સમજૂતી (Conservation of Plants and Animals Notes) વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ