ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત સમજૂતી ( Combustion and Flame Notes)

Combustion and Flame Notes : ધોરણ 8 પ્રકરણ 4 દહન અને જ્યોત  સમજૂતી ( Combustion and Flame Notes ) covers all the important topics and concepts as mentioned in the chapter.

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત  સમજૂતી ( Combustion and Flame Notes)


દહન અને જ્યોત  સમજૂતી ( Combustion and Flame )

→ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઊર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે. આ ઊર્જા ગરમી સ્વરૂપે અને કોઈ વાર ગરમી તથા પ્રકાશ સ્વરૂપે હોય છે.

→ જે પદાર્થોનું હવામાં દહન થાય છે તેમને દહનશીલ પદાર્થો કહે છે.

→ જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલનબિંદુ (Ignition temperature) કહે છે.

→ દહન માટે પદાર્થને તેના જ્વલનબિંદુ સુધી પહોંચવું જરૂરી છે.

→ જ્વલનશીલ પદાર્થોનાં જ્વલનબિંદુ પ્રમાણમાં નીચાં હોય છે.

→ આગના નિયંત્રણ માટે

  • બળતણને મળતો હવાનો પુરવઠો અટકાવવો જોઈએ.
  • બળતણનું તાપમાન નીચું લાવવું જોઈએ.

→ સામાન્ય રીતે આગને નિયંત્રિત કરવા પાણીનો ઉપયોગ થાય છે.

→ વિદ્યુતનાં સાધનો અને તેલથી લાગેલી આગને નિયંત્રિત કરવા માટે કાર્બન ડાયૉક્સાઈડ ફોમનો ઉપયોગ થાય છે. આ માટે પાણીનો ઉપયોગ કરી શકાય નહિ.

Also Read: મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજાવો

Class 8 Science Important Questions Chapter 4 

દહનના પ્રકારો : Combustion

  • ઝડપી દહન (Rapid combustion)
  • સ્વયંસ્ફરિત દહન (Spontaneous combustion)
  • વિસ્ફોટ (Explosion). ધોરણ 8 પ્રકરણ 4 દહન અને જ્યોત  સમજૂતી

મીણબત્તીની જ્યોતનું બંધારણ :

  • વાટ પાસેનો દહન ન થયેલા મીણની વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર (કાળો),
  • અપૂર્ણ દહનવાળો મધ્યનો વિસ્તાર (પીળો),
  • સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર (ભૂરો).

→ આદર્શ બળતણ સસ્તું, સરળતાથી ઉપલબ્ધ, ત્વરિત દહન પામે તેવું, દહનને અંતે કોઈ અવશેષ ન રહે તેવું અને સરળતાથી પરિવહન કરી શકાય તેવું હોવું જોઈએ.

→ બળતણની કાર્યક્ષમતા તેના કૅલરી મૂલ્યથી દર્શાવાય છે.

→ 1 કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્માના જથ્થાને તેનું કૅલરી મૂલ્ય કહે છે.

→ કૅલરી મૂલ્યનો એકમ કિલોજૂલ પ્રતિ કિગ્રા (kJ/kg) છે.

→ બળતણનું અપૂરતું દહન હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે, જે શ્વાસ સંબંધિત રોગનું કારણ બને છે.

→ દહનથી ઉત્પન્ન થતા કાર્બન ડાયૉક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વૉર્મિંગ સર્જે છે.

→ દહનથી ઉત્પન્ન થતા સલ્ફર અને નાઈટ્રોજનના ઑક્સાઈડ ઍસિડ વર્ષા માટે કારણભૂત છે.

ધોરણ 8 પ્રકરણ 4 દહન અને જ્યોત  સમજૂતી

→ ઍસિડ વર્ષા ખેતીના પાક, જમીન અને ઇમારતો માટે હાનિકારક છે.

→ ઘન પદાર્થોનું દહન તબક્કાવાર થતું હોય છે.

→ ઘન પદાર્થ મય > બાષ્પશીલ પદાર્થ – દહન

→ પ્રવાહી બળતણ સપાટી પર ઉત્પન્ન થતી બાષ્પરૂપે સળગે છે.

→ કોઈ પણ પદાર્થનું દહન થવા માટે તેનું બાષ્પરૂપમાં રૂપાંતર થવું જરૂરી છે.

→ દહનક્રિયામાં હવામાંનો ઑક્સિજન જરૂરી છે.

→ હવાને બદલે કોઈ રસાયણનો ભાગ પણ હોઈ શકે. દા. ત., HNO (નાઈટ્રિક ઍસિડ), NH,CIO, (એમોનિયમ પરક્લોરેટ)

→ રાસાયણિક પદાર્થ વિઘટન દ્વારા પણ ઉષ્મા, પ્રકાશ નિપજાવી દહન પ્રાપ્ત કરી શકે. દા. ત., ઍસેટિલિન, ઓઝોન, હાઇડ્રોજન પેરોક્સાઈડ. ધોરણ 8 પ્રકરણ 4 દહન અને જ્યોત  સમજૂતી

Also Read: Combustion and Flame Notes

ધોરણ 8 વિજ્ઞાન પાઠ સમજૂતી

ધોરણ 8 વિજ્ઞાન પાઠ સ્વાધ્યાય સોલ્યુશન

ધોરણ 8 પ્રકરણ 4 દહન અને જ્યોત  સમજૂતી

→ ઍસિડ વર્ષા (Acid rain): સલ્ફર ડાયૉક્સાઈડ અને નાઇટ્રોજન ઑક્સાઇડ જેવા પ્રદૂષકો વરસાદના પાણી સાથે ભળીને ઍસિડ બનાવે છે. આવા વરસાદને ઍસિડ વર્ષા કહે છે.

→ કૅલરી મૂલ્ય Caloric value): 1 kg બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા-ઊર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે.

→ દહન (Combustion): જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊર્જા ઉત્પન્ન કરે છે, તે પ્રક્રિયા.

→ વનનાબૂદી Deforestation): બળતણ માટે મોટા પાયે વૃક્ષો કાપવાની જ – ક્રિયા વનનાબૂદી છે.

→ વિસ્ફોટ (Explosion): જે પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉદ્ભવતા વાયુનું પ્રસરણ થાય અને આ પ્રસાર પ્રકાશ, ઉષ્મા અને અવાજ સ્વરૂપે પ્રગટ થાય તે પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે.

→ જ્યોત (Flame): દહન દરમિયાન પદાર્થની ઉપરનો સળગતો અને પ્રકાશ આપતો ભાગ રચાય છે તેને જ્યોત કહે છે.

→ અગ્નિશામક (Fire extinguisher) : આગને કાબૂમાં લેવા માટે વપરાય છે. અગ્નિશામક આગને મળતી હવાનો પુરવઠો બંધ કરી બળતણનું તાપમાન નીચું લાવવાનું કાર્ય કરે છે.

→ બળતણ (fuels): જે પદાર્થો દહન પામી ઉષ્મા-ઊર્જા ઉત્પન્ન કરે તેમને બળતણ કહે છે.

→ બળતણ ક્ષમતા (Fuel efficiency) : બળતણની ક્ષમતા કૅલરી મૂલ્યમાં દર્શાવાય છે. એક કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે.

→ ગ્લોબલ વૉર્મિંગ (Global warming): બળતણના દહનથી પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં થતા વધારાને ગ્લોબલ વૉર્મિંગ કહે છે.

→ આદર્શ બળતણ (Ideal fuel): જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું અને કોઈ જ અનિચ્છનીય અવશેષ છોડતું ન હોય તેવા બળતણને આદર્શ બળતણ કહે છે.

→ જ્વલનબિંદુ (Ignition temperature): નીચામાં નીચું તાપમાન કે જે તાપમાને પદાર્થ સળગે છે તેને તેનું જ્વલનબિંદુ કહે છે.

→ જ્વલનશીલ પદાર્થો (Inflammable substances) : પદાર્થો જેમનું જ્વલનબિંદુ નીચું હોય અને સરળતાથી જ્યોત સાથે સળગે તે પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે.

FAQs for ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત

Q 1 ગ્લોબલ વોર્મિંગ શું છે?

A. બળતણના દહનથી પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં થતા વધારાને ગ્લોબલ વૉર્મિંગ કહે છે.


Q 2 જ્વલન બિંદુ એટલે શુ?

A. નીચામાં નીચું તાપમાન કે જે તાપમાને પદાર્થ સળગે છે તેને તેનું જ્વલનબિંદુ કહે છે.

Q 3 જ્યોત કોને કહેવાય?

A. દહન દરમિયાન પદાર્થની ઉપરનો સળગતો અને પ્રકાશ આપતો ભાગ રચાય છે તેને જ્યોત કહે છે.

Q 4 દહનના પ્રકારો કેટલા અને ક્યાં છે?

A. દહનના પ્રકારો 3
  • ઝડપી દહન (Rapid combustion)
  • સ્વયંસ્ફરિત દહન (Spontaneous combustion)
  • વિસ્ફોટ (Explosion)
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત  સમજૂતી ( Combustion and Flame Notes)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!