ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન પ્રશ્નો અને જવાબો.
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન


કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન

ધોરણ 8 વિજ્ઞાન : કોલ્સો અને પેટ્રોલિયમ પાઠ્યપુસ્તક પ્રશ્નો અને જવાબો.

પ્રશ્ન 1. CNG અને LPGને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે?

ઉત્તરઃ CNG અને LPGને બળતણ તરીકે વાપરવાના ફાયદા:
  1. CNG અને LPG સ્વચ્છ બળતણો છે.
  2. આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે.
  3. CNGનો ઉપયોગ વિદ્યુત-ઉત્પાદન માટે કરવામાં આવે છે.
  4. CNGનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાંઓમાં પાઈપલાઈનથી પહોંચાડી શકાય છે.
  5. તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે.
Also Read : ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સમજૂતી

પ્રશ્ન 2. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો.

ઉત્તરઃ પેટ્રોલિયમની પેદાશ બિટ્યુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે.

પ્રશ્ન ૩. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે?

ઉત્તરઃ લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ગીચ જંગલો હતાં. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયાં. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતાં ગયાં. ઊંડે અને ઊંડે જવાને લીધે તેમના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણ અને તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામતી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે.
મૃત વનસ્પતિની કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે.

પ્રશ્ન 4. ખાલી જગ્યા પૂરોઃ વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન

વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન

પ્રશ્ન 1. ………….., ……….. અને ~ અશ્મિબળતણો છે.
ઉત્તરઃ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ

પ્રશ્ન 2. પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ………… કહે છે.
ઉત્તરઃ શુદ્ધીકરણ

પ્રશ્ન 3. ………. એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે.
ઉત્તરઃ CNG

પ્રશ્ન 5. નીચેના વિધાનોમાં ખરા માટે T પર અને ખોટા માટે પર ✓ કરો : કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન


પ્રશ્ન 1. અશ્મિબળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે. (T/F)
ઉત્તરઃ F

પ્રશ્ન 2. CNG એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. (T/F)
ઉત્તરઃ F

પ્રશ્ન 3. કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. (T/F)
ઉત્તરઃ T

પ્રશ્ન 4. કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. (T/F)
ઉત્તરઃ T

પ્રશ્ન 5. કેરોસીન એ અશ્મિબળતણ નથી. (T/F)
ઉત્તરઃ F

Also Read :: ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ સ્વાધ્યાય સોલ્યુશન


Also Read :: ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન

પ્રશ્ન 6. શા માટે અશ્મિબળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો.

ઉત્તરઃ અશ્મિબળતણ બનતાં લાખો વર્ષો લાગ્યાં છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિબળતણનો બહોળો ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિબળતણીનો જથ્થો મર્યાદિત છે.
આ કારણે અશ્મિબળતણ એ પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન છે.

પ્રશ્ન 7. કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવો.

ઉત્તરઃ કોકના ગુણધર્મો અને ઉપયોગો

કોકના ગુણધર્મો:
  • તેસખત છે.
  • તે છિદ્રાળુ અને કાળા રંગનો કે પદાર્થ છે.
  • તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. (તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87 %થી 89 % છે.)
  • તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી.

કોકના ઉપયોગો :
  • સ્ટીલના ઉત્પાદનમાં
  • કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં.

પ્રશ્ન 8. પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવો.

ઉત્તરઃ સમુદ્રમાં રહેતાં સજીવો દ્વારા પેટ્રોલિયમનું નિર્માણ થયું હતું. આ જીવો મૃત્યુ પામતાં તેમના મૃતદેહો સમુદ્રના તળિયે એકઠા થતા ગયા. તેઓ રેતી અને માટીનાં સ્તરોથી ઢંકાતા ગયા. તેમના સ્તર પર સ્તર થયા. આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી. હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને કારણે – દટાયેલા જીવોના અવશેષોનું જૈવરાસાયણિક પ્રક્રિયાઓને લીધે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું. (પેટ્રોલિયમના સ્તર પર કુદરતી વાયુનો સ્તર જમા થયો.)

પ્રશ્ન 9. નીચેનું કોષ્ટક ભારતમાં 1991-1997 સુધીમાં ભારતની કુલ પાવર તંગી દર્શાવે છે. આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો. Y-અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા X-અક્ષ ઉપર વર્ષને દર્શાવોઃ

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન

ઉત્તરઃ ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન
વર્ષ અને પાવર તંગીની ટકાવારીની માહિતી નીચેના આલેખમાં દર્શાવી છે :
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન


ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!