ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સમજૂતી ( Coal and Petroleum Notes )

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સમજૂતી ( Coal and Petroleum Notes )

Coal and Petroleum Notes : ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સમજૂતી This STD 8 Science Notes Unit 5 કોલસો અને પેટ્રોલિયમ covers all the important topics and concepts as mentioned in the unite.

Also Read : ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન

→ કુદરતી રીતે મળી આવતાં સંસાધનોને કુદરતી સંસાધનો કહે છે.

std-8-science-chapter-3-coal-and-petroleum-notes

→ કુદરતી સંસાધનો
  • પુનઃપ્રાપ્ય અને
  • પુનઃઅપ્રાપ્ય છે.

→ પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અમર્યાદિત જથ્થામાં છે, જ્યારે પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો મર્યાદિત જથ્થામાં છે.

→ સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલાં બળતણને અશ્મિબળતણ કહે છે.

→ કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ અશ્મિબળતણો છે. (Coal and Petroleum Notes)

કોલસો અશ્મિબળતણ સમજૂતી Coal and Petroleum Notes

→ કોલસો બનતાં લાખો વર્ષ લાગ્યાં છે. જમીનમાં દટાઈ ગયેલી મૃત વનસ્પતિ પર દબાણ અને તાપમાનની અસરથી મૃત વનસ્પતિનું કોલસામાં રૂપાંતર થયું.

→ કોલસામાં ધીમી રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે.

→ કોલસા પર પ્રક્રિયા કરી કોક, કોલટારકોલગેસ મેળવવામાં આવે છે.

→ કોક એ સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં તેનો ઉપયોગ થાય છે. તે કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ છે.

→ કોલટાર કાળું, ઘટ્ટ અને વિશિષ્ટ વાસ ધરાવતું પ્રવાહી છે. ઘણા બધા ઉદ્યોગોમાં પ્રાથમિક ઘટક તરીકે વપરાય છે.

→ કોલગેસ એ કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન આડપેદાશ તરીકે મેળવવામાં આવે છે. તે બળતણ તરીકે ઉપયોગી છે. Coal and Petroleum Notes
Also Read: 

 ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ સ્વાધ્યાય સોલ્યુશન

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ સમજૂતી

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સ્વાધ્યાય સોલ્યુશન

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સમજૂતી

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત સમજૂતી

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત સ્વાધ્યાય સોલ્યુશન

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ સમજૂતી

Class 8 Science Important Questions Chapter 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

Class 8 Science Important Questions Chapter 2 સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ

પેટ્રોલિયમ અશ્મિબળતણ સમજૂતી

→ પેટ્રોલિયમ એ ઘેરું તૈલી પ્રવાહી છે. તેની વાસ અણગમતી છે.

→ પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને પેટ્રોલિયમનું શુદ્ધીકરણ કહે છે.

→ આ ઘટકો અને તેના ઉપયોગો નીચે મુજબ છેઃ


  • (1) પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ નું (LPG) : ઘર અને ઉદ્યોગો માટેનું બળતણ
  • (2) પેટ્રોલ : મોટર અને હવાઈજહાજનાં બળતણ, ડ્રાયક્લિનિંગ માટે દ્રાવક તરીકે
  • (3) કેરોસીન : સ્ટવ, દીવા અને જેટપ્લેન માટેનું બળતણ
  • (4) ડીઝલ : ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેનું બળતણ
  • (5) ઊંજણ તેલ : ઊંજવા માટે
  • (6) પેરાફિન મીણ : મલમ, મીણ, વૈસેલીન વગેરે
  • (7) બિટ્યુમિન : રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે
Coal and Petroleum Notes

કુદરતી વાયુ અશ્મિબળતણ સમજૂતી


→ કુદરતી વાયુ અગત્યનું વાયુરૂપ અશ્મિબળતણ છે.

→ LPG (Liquefied Petroleum Gas) : પેટ્રોલિયમ વાયુને દબાણપૂર્વક પ્રવાહી સ્વરૂપમાં ફેરવી નળાકારમાં ભરવામાં આવે છે.

→ CNG (Compressed Natural Gas) : દબાણયુક્ત કુદરતી વાયુ તરીકે સ્વચ્છ બળતણ છે. પાઇપલાઇન દ્વારા ઘર કે કારખાનામાં મોકલી શકાય છે.

→ અશ્મિબળતણ, જંગલ, ખનીજો વગેરે કુદરતી સંસાધનો મર્યાદિત છે. આ સંસાધનોનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો હિતાવહ છે.

→ PCRA સંસ્થા વાહનમાં પેટ્રોલ/ડીઝલની બચત કરવા માટેનાં સલાહસૂચનો આપે છે.

ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સમજૂતી


→ કોલસો ( Coal ) અશ્મિબળતણ છે. જમીનમાં દટાયેલા મૃત વનસ્પતિઓની લાખો વર્ષો સુધીની જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓથી બનેલો છે.

→ કોલગેસ (Coal Gas) : કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મળતી આડપેદાશ છે.

→ કોલટાર (Coal Tar) : કાળું, ઘટ્ટ, અણગમતી વાસવાળું પ્રવાહી છે.

→ કોક (Coke) : સખત, છિદ્રાળુ, કાળા રંગનો પદાર્થ છે: કોલસા પરની પ્રક્રિયા દ્વારા મળે છે.

→ અશ્મિબળતણ (Fossil fuel) : સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલા છે.

→ કુદરતી વાયુ (Natural Gas) : અગત્યનું અશ્મિબળતણ છે. તે સ્વચ્છ બળતણ છે.

→ પેટ્રોલિયમ (Petroleum) : ઘેરું, તેલી પ્રવાહી છે. તેના શુદ્ધીકરણ દ્વારા અગત્યના ઘટકો મેળવાય છે.

→ પેટ્રોલિયમ રિફાઈનરિ (Petroleum Refinery) : પેટ્રોલિયમના શુદ્ધીકરણ દ્વારા વિવિધ ઘટકો મેળવવાની જગ્યા છે.
ધોરણ 8 વિજ્ઞાન પાઠ 3 કોલસો અને પેટ્રોલિયમ સમજૂતી : Coal and Petroleum Notes

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram