ધોરણ 8 પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન સ્વાધ્યાય સોલ્યુશન

આપણી વધતી જતી વસ્તીને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે આપણે વિશિષ્ટ કૃષિ પદ્ધતિઓ અપનાવવી પડશે. અહીં આપણે આજે ધોરણ 8 પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન સ્વાધ્યાય સોલ્યુશન અંગેની જાણકારી આપવામાં આવી છે.
પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન


ધોરણ 8 પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન


પાક :: કોઈ સ્થાન પર એક જ પ્રકારના છોડને ઉગાડવામાં આવે તેને પાક કહે છે.

ભારતમાં પાકને ઋતુના આધારે બે વર્ગમાં વિભાજિત કરાય છે :
  • (i)ખરીફ પાક અને 
  • (ii) રવી પાક
જમીન ખેડીને તૈયાર કરવી અને તેને સમતલ કરવી આવશ્યક છે. આ કાર્ય માટે હળ અથવા સમાર(લાકડાનું સપાટ પાટિયું)નો ઉપયોગ થાય છે.

બીજને યોગ્ય ઊંડાઈ પર રોપવા તથા તેની વચ્ચે યોગ્ય અંતર રાખવું તે સારા ઉત્પાદન માટે આવશ્યક હોય છે. બીજની સારી જાતિની પસંદગી કરીને સ્વસ્થ બીજને રોપવામાં આવે છે. વાણિયાની મદદથી બીજને રોપવામાં આવે છે.

માટીમાં કુદરતી ખાતર તથા કૃત્રિમ (રાસાયણિક) ખાતરની મદદથી પોષકદ્રવ્યોની સમૃદ્ધિ અને પુનઃપૂર્તિ કરવી આવશ્યક હોય છે. પાકની નવી જાત આવવાથી રાસાયણિક ખાતરોનાં ઉપયોગમાં અતિરેક થયો છે.

  • સિંચાઈ :: યોગ્ય સમયાંતરે પાકને પાણી આપવાની પદ્ધતિને સિંચાઈ કહે છે.
  • નીંદામણમાં બિનજરૂરી અને રોપ્યા વગર ઉગીનીકળેલાં છોડ કે જેને દૂર કરવામાં આવે છે તેને નીંદણ કહે છે.
  • લણણીનો અર્થ એ છે કે પરિપક્વ થયેલ પાકને હાથ અથવા મશીનો દ્વારા કાપવો.
  • અનાજના દાણાને તેના ભૂસામાંથી અલગ કરવાથી ક્રિયાને થ્રેશીંગ કહે છે.
  • બીજ(અનાજ)ને ઉપદ્રવો તેમજ સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરવા માટે યોગ્ય સંગ્રહ આવશ્યક છે.
  • પશુઓની દેખરેખ (માવજત) રાખીને ખાદ્ય પદાર્થ (ખોરાક) પ્રાપ્ત કરવામાં આવે છે, જેને પશુપાલન કહે છે.

સ્વાધ્યાય સોલ્યુશન પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન 

અહીં નીચે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પ્રકરણનાં સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપેલા છે.


પ્રશ્ન: 1 ખાલી જગ્યા પુરો.

નીચેની ખાલી જગ્યા પુરો...
  1. એક સ્થાન પર એકજ પ્રકારના મોટી માત્રામાં  ઉછેરવામાં આવતા છોડને પાક કહે છે.
  2. પાક ઉગાડતા પહેલાનો પ્રથમ તબક્કો જમીનને તૈયાર કરવાનો હોય છે.
  3. ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગેશે.
  4. પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પાણી તથા પોષકદ્રવ્યો આવશ્યક છે.

પ્રશ્ન: 2 જોડકા જોડો..( પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન )

1. ખરીફ પાક : ડાંગર અને મકાઈ
2. રવી પાક : ઘઉં, ચણા, વટાણા
3. રાસાયણિક ખાતર : યુરિયા અને સુપરફૉસ્ફેટ
4. છાણિયું ખાતર : પ્રાણીમળ, ગાયનું છાણ, મુત્ર અને વનસ્પતિનો નકામો કચરો.

પ્રશ્ન : 3 બે બે ઉદાહરણ આપો.

નીચે આપેલા પાકના બે બે ઉદાહરણ આપો.

1. ખરીફ પાક 

ડાંગર, મકાઈ, જુવાર....

2. રવી પાક 

ઘઉં, ચણા, વટાણા, જીરુ.....

પ્રશ્ન : 4 તમામ શબ્દોમા એક એક ફકરો લખો.


પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન સમજુતી.

Q.1 ભૂમિને તૈયાર કરવી.

      ભૂમિ તૈયાર કરવી એ પાક ઉત્પાદન માટેનો પ્રથમ તબક્કો છે. માટીને ઉપર નીચે કરી પોચી બનાવવામાં આવે છે. જેથી પાકના મૂળ ઊંડાઈ સુંધી જઈ શકે.
      જમીનને ઉપર નીચે કરી પોચી કરવાની પ્રક્રિયાને ખેડ કહે છે. ખેડ કરવા લોખંડ કે લાકડાના હળનો ઉપયોગ કરવામાં આવે છે.

Q.2 રોપણી

      પાકની વાવણી કરવાની પ્રક્રિયાને રોપણી કહેવાય છે. રોપણી કરવામાંટે સૌપ્રથમ સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે.
       પાકની રોપણી કરવામાટે વાવણિયાનો ( Seed Drill ) ઉપયોગ થાય છે.

Q.3 નીંદામણ

       પાકની સાથે ખેતરમાં બિનજરુરી છોડ કુદરતી રીતે ઉગે છે, જેને નીંદણ કહે છે. નીંદણને દુર કરવાની ક્રિયાને નીંદામણ કહે છે.
      નીંદણને દુર કરવા કેટલાક રસાયણો વપરાય છે જેને નીંદણનાશક કહે છે.

Q.4 થ્રેશીંગ

      કાપવામાં આવેલ પાક માંથી દાણાઓને ભાસામાંથી અલગ કરવાની ક્રીયાને થ્રેશીંગ કહેવાય છે. જે સાધન દ્વારા આ ક્રિયા કરવામા આવે છે તેને 'થ્રેશર' કહેવાય છે.

પ્રશ્ન : 5 સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે ખાતરથી અલગ છે.

પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન


Q 7 જો ઘઉંને ખરીફ ૠતુમાં ઉગાડવામાં આવે, તો શું થશે? ચર્ચા કરો.


પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન


પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન



પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!