મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજાવો ( Explain Human Digestive System )

The Human Digestive System: મનુષ્યનું પાચનતંત્ર જેના આધારિત ઘણા બધાં પ્રશ્નો પણ પૂછાઈ શકે છે તો આ Article માં આપણે મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજીશું.

મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજાવો ( Explain Human Digestive System )


મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજાવો ( Explain Human Digestive System )

Explain Human Digestive System: મનુષ્યમાં પાચનતંત્ર એ પાચનનળી અને સ્ત્રાવી ગ્રંથિઓ ધરાવે છે.પાચનમાર્ગ મુખગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છેઃ

માનવ પાચન તંત્રના મુખ્ય અંગો/અંગ (પાચનતંત્ર ના અંગો)

માનવ પાચન તંત્રના મુખ્ય અંગો/અંગ

  • મુખગુહા (Buccal cavity)
  • અનનળી (Oesophagus)
  • જઠર (Stomach)
  • નાનું આંતરડું (Small intestine)
  • મોટું આંતરડું (Large intestine)
  • મળાશય અને મળદ્વાર.

મનુષ્યનું પાચનતંત્ર વીડિયો

વિડીયો સ્વરૂપે સમજવા માટે અહીં ક્લિક કરો.

મનુષ્યના પાચનતંત્રની આકૃતિ દોરતાં શીખવા માટે અહીં ક્લિક કરો.

મનુષ્યના પાચનતંત્ર આધારિત નીચેનાં પ્રશ્નો પૂછાઈ શકે

  1. Q 1. મનુષ્યના પાચનતંત્રની રચના સમજાવો.
  2. Q 2. મનુષ્યના પાચનતંત્રની સ્વચ્છ આકૃતિ દોરી નામનિર્દેશન કરો. પાચનઅંગો વિશે ટૂંકમાં માહિતી આપો.
  3. Q 3. મનુષ્યના પાચનતંત્રની સ્વચ્છ આકૃતિ દોરી નાના આંતરડામાં થતી પાચન ક્રિયા વર્ણવો.
  4. Q 4. નાના આંતરડાની રચના સમજાવી તેમાં થતી પાચનક્રિયા વર્ણવો.
  5. Q 5. મનુષ્યના પાચનતંત્રમાં છૂટા પડતા કોઈપણ પાંચ ઉત્સેચકના નામ અને સ્થાન જણાવી તેમનાં કાર્યો સમજાવો.
  6. Q 6. મનુષ્યના પાચનતંત્રમાં ઉત્પન્ન થતા કોઈ પણ પાંચ ઉત્સેચકોના નામ, ઉદ્દભવસ્થાન અને કાર્ય જણાવો.
  7. Q 7. સિંહનું નાનું આંતરડું, હરણના નાનાં આંતરડા કરતાં લંબાઈમાં ટૂંકું હોય છે. વૈજ્ઞાનિક કારણ આપો.
  8. Q 8. મનુષ્યના પાચનતંત્રના કોઈ પણ ચાર અવયવના નામ લખો.

મનુષ્યના પાચનતંત્રનું વર્ણન કરો. ( Explain Human Digestive System )

ખોરાકના પાચનની શરૂઆત મુખથી થાય છે.

તે મુખગુહા, દાંત, જીભ અને લાળગ્રંથિઓ ધરાવે છે.

દાંત ખોરાકને નાના ટુકડાઓમાં કાપે, ચાવે અને દળે છે. લાળગ્રંથિ લાળ રસનો સ્ત્રાવ કરે છે. જીભ લાળને ખોરાક સાથે ભેળવે છે.

લાળ એ પાણી જેવું પ્રવાહી છે, જે મુખમાં ખોરાકને ભીનો કરે છે. ભીનો થયેલો ખોરાક સરળતાથી ગળી શકાય છે.

લાળરસમાં લાળરસીય એમાયલેઝ નામનો ઉત્સેચક હોય છે જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરીને માલ્ટોઝમાં ફેરવે છે. આમ સ્ટાર્ચનું પાચન મુખમાંથી થાય છે.

ખોરાક ટૂંક સમય માટે જ મુખમાં રહેતો હોવાથી અર્ધપાચિત ખોરાક મુખમાંથી અન્નનળીમાં જાય છે.

પાચનમાર્ગના અસ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને આગળ ધકેલી શકે તેવાં સ્નાયુઓ આવેલા હોય છે. આ ક્રમાનુસાર લયબદ્ધ સંકોચન ગતિ સંપૂર્ણ પાચનમાર્ગના અસ્તરમાં સર્જાય છે.

મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે.

જઠર ઉદરપ્રદેશની ડાબી બાજુએ આવેલ છે જે ખોરાક આવતાની સાથે વિસ્તરણ પામે છે.

જઠરમાં ખોરાક ત્રણ કલાક વલોવાય છે. ખોરાકના નાના ટુકડા થઈ અર્ધઘન પ્રવાહીમાં ફેરવાય છે.

જઠરની દીવાલમાં ત્રણ નલિકામયગ્રંથિઓ ધરાવે છે, જે જઠરરસનો સ્ત્રાવ કરે છે.

જઠર રસ મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ, પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. 

શ્લેષ્મ જઠરની દીવાલને પોતાના સ્ત્રાવો, હાઇડ્રોક્લોરિક ઍસિડ અને પેપ્સિનથી રક્ષણ આપે છે.

હાઇડ્રોક્લોરિક ઍસિડ જઠરમાં ઍસિડિક માધ્યમ પૂરું પાડે છે જે ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલ બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.

ઍસિડિક મધ્યમમાં ઉત્સેચક પેપ્સિન ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી નાના અણુઓમાં ફેરવે છે. આમ પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે.

Explain Human Digestive System

જઠરમાંથી ખોરાક થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે છે જે મુદ્રિકા સ્નાયુપેશી(નિજઠર વાલ્વ) દ્વારા નિયંત્રિત થાય છે.

નાનું આંતરડું પાચનમાર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ(કે અંગ) છે. તે ગૂંચળાકાર હોવાથી ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે.

નાના આંતરડાની લંબાઈ જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી હોય છે. તેનો આધાર તે કેવા પ્રકારનો ખોરાક કહે છે તેના પર રહેલો હોય છે.

ઘાસ ખાનાર શાકાહારી પ્રાણીઓને સેલ્યુલોઝનું પાચન કરવા માટે લાંબા નાના આંતરડાની જરૂરિયાત હોય છે.

માંસનું પાચન સરળ છે આથી વાઘ જેવાં માંસાહારીનું નાનું આંતરડું ટૂંકું કે નાનું હોય છે.

પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ લગભગ 6.5 મીટર હોય છે.

નાનું આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે.

નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ ગ્રહણ કરે છે. યકૃત પિત્તનો સ્ત્રાવ કરે છે જે લાલાશપડતાં પીળા રંગનું પ્રવાહી છે તેનો સંગ્રહ સામન્ય રીતે પિત્તાશયમાં થાય છે.

પિત્ત આલ્કલાઇન છે. તે ક્ષાર ધરાવે છે, જે જઠરમાંથી આવતા ઍસિડિક ખોરાકને આલ્કલાઇનમાં ફેરવે છે. જેથી સ્વાદુપિંડના ઉત્સેચકો તેનાં પર ક્રિયા કરી શકે.

પિત્તક્ષારો ખોરાકમાં રહેલી ચરબીનું વિઘટન કરી તેને નાના ગોળકોમાં ફેરવે છે, જેથી ઉત્સેચકો ક્રિયા કરી પાચન સહેલાઈથી કરી શકે.

સ્વાદુપિંડ સ્વાદુરસ જે એમાયલેઝ, ટ્રિપ્સિન અને લાયપેઝ જેવા ઉત્સેચકો ધરાવે છે.

  • એમાયલેઝ સ્ટાર્ચનું પાચન કરે છે.
  • ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરે છે
  • લાયપેઝ ચરબીનું પાચન કરે છે.

નાના આંતરડાની દીવાલમાં રહેલી ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે.

આંત્રરસના વિવિધ ઉત્સેચકો કાર્બોહાઇડ્રેટ્સનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું ઍમિનો ઍસિડમાં અને ચરબીનું ફૅટી ઍસિડ અને ગ્લિસરોલમાં સંપૂર્ણ પાચન કરે છે.

ખોરાકના શોષણ માટેનું મુખ્ય સ્થાન નાનું આંતરડુ છે.

નાના આંતરડાની દીવાલમાં લાખોની સંખ્યામાં નાના આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાકુંરો કહે છે.

રસાકુંરોની હાજરી નાના આંતરડાની સપાટીમાં વધારો કરે છે. આની મદદથી ખોરાકનું ઝડપથી શોષણ થાય છે.

રસાકુંરોમાં રુધિરવાહીનીઓ વધુ માત્રામાં હોય છે, જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષ સુધી પહોંચાડે છે. જેનો ઉપયોગ ઊર્જા પ્રાપ્ત કરવા, નવી પેશીઓના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામ માટે થાય છે.

પચ્યા વગરનો કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે. જ્યાં વધુ માત્રામાં રસાકુંરો અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે.

શેષ પદાર્થો ગુદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવા કે ત્યાગ કરવાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે.

માનવ પાચન તંત્રના મુખ્ય અંગો/અંગ (પાચનતંત્ર ના અંગો)

Explain Human Digestive System માનવ પાચન તંત્રના મુખ્ય અંગો/અંગ (પાચનતંત્ર ના અંગો)

મુખ અને મુખગુહા

ખોરાકનું અંતઃગ્રહણ મુખ દ્વારા થાય છે. મોંના અંદરના. પોલાણને મુખગુહા કહે છે. મુખગુહામાં દાંત, જીભ અને લાળગ્રંથિઓ આવેલી છે.

દાંત : મનુષ્યમાં 32 દાંત આવેલા છે. દરેક દાંત પેઢાના ખાડામાં સ્વતંત્ર રીતે ગોઠવાયેલા છે. દાંતની મદદથી ખોરાક ચાવીને નાના નાના ટુકડા કરી શકાય છે.

જીભ : તે મુખડુહાના પાછળના તળિયે જોડાયેલ માંસલ અંગ છે. તે આગળના છેડે મુક્ત છે અને બધી બાજુ ફરી શકે છે. તે સ્વાદ પારખે છે. વળી જીભ લાળને ખોરાકમાં ભેળવે છે. આથી ખોરાક પોચો અને સહેલાઈથી ગળી શકાય તેવો બને છે.

લાળગ્રંથિઃ તે લાળરસનો સ્ત્રાવ કરે છે. લાળરસ ખોરાકમાંના સ્ટાર્ચનું પાચન કરી શર્કરામાં ફેરવે છે. મનુષ્યમાં મુખગુહાથી ખોરાકનું પાચન શરૂ થાય છે.

જઠરની રચના સમજાવો.

જઠર જાડી દીવાલવાળી સ્નાયુની કોથળી છે. તેનો આકાર પહોળા ‘J’ જેવો છે.

તે ઉપરથી અન્નનળી સાથે અને નીચેથી નાના આંતરડા સાથે જોડાયેલું છે.

તે અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ છે.

તેની અંદર આડા, ઊભા અને ત્રાંસા સ્નાયુઓ આવેલાં છે. ખોરાક જ્યારે જઠરમાં હોય ત્યારે આ સ્નાયુઓના હલનચલનને લીધે ખોરાક વલોવાય છે.

જઠરની અંદરની દીવાલ શ્લેખ, હાઇડ્રોક્લોરિક ઍસિડ અને પાચકરસ(જઠરરસ)નો સાવ કરે છે.

નાના આંતરડામાં પોષકદ્રવ્યોનું શોષણ સમજાવો.

નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે પછી તેનું શોષણ થવું જરૂરી છે.

આ માટે નાના આંતરડાની દીવાલમાં અસંખ્ય આંગળીઓ જેવા નાના પ્રવધુ આવેલાં છે, જેને રસાંકુરો (શોષણકેન્દ્રો) કહે છે.

રસાંકુરો પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે.

દરેક રસાંકુર પાસે તેની નજીક પાતળી અને નાની રુધિરકેશિકાઓનું જાળું જોવા મળે છે.

પાચિત ખોરાકના પોષકદ્રવ્યોનું રસાંકુરોની સપાટી દ્વારા શોષણ થાય છે. શોષાયેલ પોષકદ્રવ્યો રુધિરવાહિનીઓ દ્વારા શરીરનાં વિવિધ અંગો સુધી પહોંચે છે.

મોટા આંતરડાની રચના અને કાર્ય સમજાવો.

રચનાઃ મોટું આંતરડું નાના આંતરડા સાથે જોડાયેલું છે. તે નાના આંતરડાં કરતાં પહોળું અને ટૂંકું છે. તે આશરે 1.5 મીટર જેટલું લાંબું છે. તેના અંત ભાગે મળાશય અને મળદ્વાર આવેલાં છે.

કાર્યઃ મોટા આંતરડામાં ખોરાકના પાચનની કે શોષણની ક્રિયા થતી નથી. તેમાં અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ થાય છે.

બાકી રહેલ કચરો મળાશયમાં જાય છે અને ત્યાં અર્ધઘટ્ટ સ્વરૂપે મળનો સંગ્રહ થાય છે. મળદ્વાર દ્વારા આ મળ સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ કહે છે.

યકૃત અને સ્વાદુપિંડ : પાચનતંત્રનાં સહાયક પાચન અંગો

યકૃત: તે જઠરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે. તે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. તે લાલાશ પડતા બદામી રંગની છે.

તે પિત્તરસનો સાવ કરે છે, જે પિત્તાશય નામની યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે.

પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે.

સ્વાદુપિંડઃ તે જઠરની નીચે આવેલી છે. તે પર્ણ આકારની આછા બદામી રંગની ગ્રંથિ છે. તે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે.

સ્વાદુરસ નાના આંતરડામાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનના પાચનમાં ઉપયોગી પાચકરસ છે.

મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ

Human Digestive System: મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ

મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજાવો ( Explain Human Digestive System )

Also Read : Std 8 Science

Chapter 1 : પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
Chapter 2 : સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
Chapter 3 : કોલસો અને પેટ્રોલિયમ
Chapter 4 : દહન અને જ્યોત



FAQ's for Human Digestive System

મનુષ્યનું પાચનતંત્ર આકૃતિ દોરી સમજાવો ( Explain Human Digestive System )

Q 1. પાચનતંત્રનાં સહાયક પાચન અંગો કયાં કયાં છે?

Ans. પાચનતંત્રનાં સહાયક પાચન અંગો તરીકે સ્રાવી ગ્રંથિઓ જેવી કે લાળગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ છે.

Q 2. જઠરની અંદરની દીવાલ શાના સ્ત્રાવ કરે છે?

Ans. જઠરની અંદરની દીવાલ શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક ઍસિડ અને પાચકરસ(જઠરરસ)ના સ્ત્રાવ કરે છે.

Q 3. જઠરમાં આવતા હાઈડ્રોક્લોરિક ઍસિડનું કાર્ય શું છે?

Ans. જઠરમાં સવતો હાઇડ્રોક્લોરિક ઍસિડ ખોરાક સાથે આવેલાં બૅક્ટરિયાનો નાશ કરે છે, જઠરમાં ઍસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચકરસોને સક્રિય બનાવે છે.

Q 4. મનુષ્યનાં પાચન અંગો જણાવો.

Ans. મનુષ્યનાં પાચન અંગો: મુખગુહા (દાંત, જીભ, લાળગ્રંથિ), અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર.
(લાળગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ જેવી સ્ત્રાવી ગ્રંથિઓ સહાયક પાચન અંગો છે.)

Q 5. આપણા શરીરમાં થતી પાચનક્રિયામાં સ્ટાર્ચનું કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે?

Ans. લૂકોઝ
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!